Bestu Varas Gujarati New Year Wishes Messages Shayari Quotes Images Whatsapp

નવું વર્ષ એ નવી શરૂઆતનો સમય છે. જૂના વર્ષના સારા-નરસા અનુભવોને પાછળ મૂકીને આપણે નવા વર્ષમાં નવી આશાઓ અને અપેક્ષાઓ સાથે આગળ વધીએ છીએ. આપણે સૌ નવા વર્ષમાં કંઈક નવું કરવા માંગીએ છીએ, કંઈક અલગ કરવા માંગીએ છીએ.

આ નૂતન વર્ષાભિનંદન તહેવાર પર હું તમારા માટે ગુજરાતીમાં નવા વર્ષ ની શુભેચ્છાઓ, શુભકામનાઓશાયરી અને પ્રેરણાદાયી સુવિચાર લઈને આવ્યો છું. આશા છે કે તમને ગમશે.

નૂતન વર્ષાભિનંદન🎊✨
નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના..!

 

“નૂતન વર્ષાભિનંદન”
આવનારું નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે એવી અંત:કરણપૂર્વક શુભેચ્છાઓ!🎊✨

 

🎊🎉નૂતન વર્ષાભિનંદન🎊🎉
આજથી શરૂ થઇ રહેલું નૂતન વર્ષ આપ સૌના જીવનમાં સુખદાયી, ફળદાયી અને પ્રગતિ આપનારું નીવડે તેવી અંતઃકરણપૂર્વકની શુભકામના..💐

 

ગુજરાતી નવું વર્ષ વિક્રમ સંવત 2081ના સૌને નૂતન વર્ષાભિનંદન!!
આવનારું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધી, સલામતી અને સદભાવના રૂપી અખંડ જ્યોતથી ઝળહળી ઊઠે એવી શુભકામનાઓ..!!🎉💐

 

સહુ ગુજરાતી ભાઇઓ અને બહેનોને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ.🎊✨

 

નૂતન વર્ષની અભિનવ ઉષાએ આરંભાતા આદિત્યનો ઉદય આપને અને આપના સ્વજનોને દીર્ઘ આયુષ્ય, ઐશ્વર્ય અને આરોગ્ય બક્ષે તેવી શુભકામનાઓ સહ સૌને નૂતન વર્ષાભિનંદન…!🙏🪔

 

આવો, સૌ સાથે મળી આ નૂતન વર્ષમાં આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી થઈએ..
નૂતન વર્ષાભિનંદન🎊✨

 

Tags :
×

Live Tv

.