250+ સફળતા જીવન સુવિચાર । Success Motivational Quotes in Gujarati
જીવનમાં સફળ થવું કોને ન ગમે? અહીં Success Motivational Quotes in Gujarati માં સફળતા માટેના quotes અને images નો સંગ્રહ છે. જે આપને સાચી સફળતા કોને કહેવાય એ સમજવા મદદરૂપ થશે. સામાન્ય રીતે આપણી માન્યતા હોય છે કે સફળતા એટલે ધનવાન હોવું પરંતુ એ પુરતુ નથી. શુ 70 વર્ષે શરીરથી તંદુરસ્ત હોવું એ સફળતા નથી? આપણા દરેક સંબંધો સૌહાર્દભર્યા હોય એ શું સફળતા ન ગણી શકાય ? મિત્રો, સફળતા પર અનેક મહાપુરુષોએ તેમના વિચારો આપ્યા છે. તો ચાલો આપણે આ મહાન વિચારોને જાણીએ અને જીવનમાં ઉતારી સાચી સફળતા તરફ પ્રયાણ કરીએ.
“તમારી પહેલી સફળતા પછી આરામ ના કરો, કેમ કે તમે બીજી વખત અસફળ થશો તો ઘણા બધા હોઠ એવું કહેશે કે તમારી પ્રથમ સફળતા માત્ર એક તુક્કો હતો.” -એ.પી.જે. અબ્દુલ કલામ
“એકવાર હાર્યા બાદ ફરીથી પ્રયત્ન કરવામાં ડરશો નહીં, કેમકે આ વખતની શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થશે. ” – સ્વામી વિવેકાનંદ
“સફળતા ક્યારેય ભુલ કરવામાં નિહિત હોતી નથી પરંતુ એક જ ભુલ ફરીથી ન કરવામાં નિહિત હોય છે. ” – જ્યોર્જ બર્નાર્ડ શો
” સફળતાને કોઈ ખુલાસા ની જરૂર હોતી નથી ” -નેપોલિયન હિલ
” પોતાના પર એટલું કામ કરો કે લોકોને પોતાની ઔકાત જાતે નજર આવવા લાગે. ” -સ્વામી વિવેકાનંદ
” જે સફળ થવા ઈચ્છે છે તે જોખમ લે છે. ” – આનંદ મહિન્દ્રા
” વિજેતાઓ કોઈ અલગ કામ નથી કરતા, તેઓ દરેક કામ અલગ રીતે કરતા હોય છે. ” -શિવખેરા
” જે વ્યક્તિ પોતાની નિંદાને શાંત મનથી સાંભળે છે તે બધું જ જીતી શકે છે. ” – ચાણક્ય
” કોઈને નિષ્ફળ થવું નથી તેથી મોટા ભાગના આપણે પ્રયત્નો પણ કરતા નથી. ” -રોબીન શર્મા
” એક સ્વપ્ન દ્રષ્ટા વ્યક્તિ એ છે જે માત્ર ચાંદની રાત્રે જ ઓછા અજવાળામાં તેનો માર્ગ શોધી શકે અને તેની સજા એ છે કે તે બાકીની દુનિયા જુએ તે પહેલા સૂર્યોદય જોઈ લે છે. ” – ઓસ્કાર વાઇલ્ડ
” મોટાભાગના લોકો જેને નિષ્ફળતા તરીકે જુએ છે તે વસ્તુઓ સફળતાની સીડી હોય છે ” – માલકમ બ્રિક્લીન