આજનો ઈતિહાસ ટેકનોલોજી રમત ગમત ક્વોટસ | શાયરી ફોટો ગેલેરી આરોગ્ય ફેશન શૈક્ષણિક બેન્કિંગ ખેતીવાડી

Instagram

Follow Now

યુવાનીની 5 ભૂલો જેની સજા આખી જીંદગી ભોગવવી પડે | દુઃખ તો પીછો જ નથી છોડતા – ચાણક્ય

By Universal Gujarat

Published on:

યુવાનીની 5 ભૂલો જેની સજા આખી જીંદગી ભોગવવી પડે | દુઃખ તો પીછો જ નથી છોડતા – ચાણક્ય

આચાર્ય ચાણક્યએ પોતાના નીતિ શાસ્ત્રમાં યુવાનીમાં કરેલી કેટલીક એવી ભૂલોનો ઉલ્લેખ કર્યો છે, જેની વ્યક્તિના ભવિષ્ય પર ખરાબ અસર પડે છે. ચાણક્ય કહે છે કે, યુવાનીમાં કરેલી કેટલીક ભૂલો વ્યક્તિના જીવનની દશા જ બદલી નાખે છે. આવા લોકો જીવનભર પોતાની ભૂલનો પસ્તાવો કરે છે.

 

1. ખરાબ સંગત
ચાણક્ય કહે છે કે, જે લોકો ખોટા લોકો સાથે મિત્રતા કરે છે અથવા તો ખરાબ સંગતમાં પડી જાય છે, તેણે ભવિષ્યમાં તેની કિંમત ચૂકવવી પડે છે.

 

2. સમય બરબાદ
યુવાનીમાં સમયનો દુરુપયોગ કરનારા લોકોનો અંજમ પણ ખૂબ ખરાબ થાય છે. આવા લોકો સફળતાની રેસમાં બીજા કરતા પાછળ પડી જાય છે અને પછી આખી જિંદગી પસ્તાય છે.

 

3. ભાગ્યના ભરોસે બેસવું
કેટલાક લોકો આખું જીવન ભાગ્યના ભરોસે બેસીને એવું વિચારે છે કે, એક દિવસ અમારું ભાગ્ય ચમકશે. આવી ભૂલ ક્યારેય ન કરવી. ચાણક્ય કહે છે કે, જે લોકો આખું જીવન ભાગ્યના ભરોસે બેસીને સફળતાની રાહ જુએ છે, તેમની એક સમય પછી દુર્દશા થઈ શકે છે.

 

4. શિસ્તની અવગણના
શરૂઆતથી જ શિક્ષકો આપણને શિસ્તબદ્ધ રહેવાની સલાહ આપે છે, પરંતુ કેટલાક લોકો પોતાની યુવાની સુધી તેને અવગણે છે. ધ્યાન રાખવું કે, શિસ્ત વિના સફળતા મેળવવી મુશ્કેલ છે.

 

5. ફ્યૂચર પ્લાનિંગ
જે લોકો ભવિષ્યની ચિંતા કર્યા વિના પોતાની યુવાની બેદરકારીથી વિતાવે છે તેમને અંતે પસ્તાવા સિવાય બીજું કંઈ નથી મળતું.