Saturday, 8 August 2026 તાજા સમાચાર: પ્લોટ યોજનામાં ૫ ગણો વધારો

સરકારી યોજના & નવી ભરતીની તાજા માહિતી મેળવો

તમારા મોબાઈલમાં દરરોજ નવી યોજનાઓ અને ભરતીના અહેવાલ મેળવવા અત્યારે જ જોડાઓ.

Job

GPSSB Recruitment 2026: પંચાયત વિભાગમાં 2640 જગ્યાઓ માટે ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી

GPSSB Bharti 2026 Notification Photo
📌 મુખ્ય માહિતી: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા MPHW, FHW અને ફાર્માસિસ્ટની ૨૬૦૦+ જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે.

GPSSB ભરતી 2026: પંચાયત વિભાગમાં 2600+ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો સંપૂર્ણ વિગત

GPSSB Recruitment 2026: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા વર્ગ-3 ની વિવિધ સંવર્ગની જગ્યાઓ માટે સીધી ભરતીની ટૂંકી જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત લેબોરેટરી ટેકનીશિયન, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ), જુનિયર ફાર્માસિસ્ટ અને ફિમેલ હેલ્થ વર્કરની કુલ ૨૬૦૦થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે.

જો તમે પણ સરકારી નોકરીની શોધમાં છો, તો આ લેખમાં અમે તમને ફોર્મ ભરવાની તારીખ, જગ્યાઓની સંખ્યા અને અન્ય મહત્વની વિગતો જણાવીશું.

GPSSB ભરતી 2026 વિગતવાર માહિતી

વિગત માહિતી
મંડળનું નામ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB)
પોસ્ટનું નામ વિવિધ (વર્ગ-3)
કુલ જગ્યાઓ ૨૬૪૦
અરજીનો પ્રકાર ઓનલાઇન
અરજી કરવાની તારીખ ૨૯/૦૪/૨૦૨૬ થી ૨૦/૦૫/૨૦૨૬
સત્તાવાર વેબસાઇટ Click Here

 

GPSSB Bharti 2026 Notification Photo.

કયા સંવર્ગમાં કેટલી જગ્યાઓ છે?

આ ભરતીમાં અલગ-અલગ કેટેગરી મુજબ જગ્યાઓની ફાળવણી નીચે મુજબ કરવામાં આવી છે:

  1. લેબોરેટરી ટેકનીશિયન (Lab Technician): ૧૦૮ જગ્યાઓ

  2. મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર – પુરુષ (MPHW): ૪૨૦ જગ્યાઓ

  3. જુનિયર ફાર્માસિસ્ટ (Junior Pharmacist): ૧૬૪ જગ્યાઓ

  4. ફિમેલ હેલ્થ વર્કર (FHW): ૧૯૪૮ જગ્યાઓ

અરજી કરવા માટેની મહત્વની તારીખો

  • ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ: ૨૯ એપ્રિલ, ૨૦૨૬

  • અરજી કરવાની છેલ્લી તારીખ: ૨૦ મે, ૨૦૨૬

  • પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ: ૨૦ મે, ૨૦૨૬ (SBI E-Pay ના માધ્યમથી)

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  1. સૌ પ્રથમ ઓજસની સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.gov.in પર જાઓ.

  2. ‘Online Application’ વિભાગમાં જઈને ‘Apply’ પર ક્લિક કરો.

  3. તમારી લાયકાત મુજબની પોસ્ટ પસંદ કરો.

  4. ફોર્મમાં માંગેલી તમામ વિગતો ચોકસાઈપૂર્વક ભરો.

  5. ફોટો અને સહી અપલોડ કરીને ફોર્મ સબમિટ કરો.

  6. છેલ્લે, કન્ફર્મ થયા બાદ તમારા ‘Confirmation Number’ ની પ્રિન્ટ કાઢી લો.

મહત્વની લિંક્સ

નોંધ: શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને અન્ય વિગતવાર શરતો માટે મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવનાર વિગતવાર જાહેરાત ખાસ વાંચી લેવી.