આજનો ઈતિહાસ ટેકનોલોજી રમત ગમત ક્વોટસ | શાયરી ફોટો ગેલેરી આરોગ્ય ફેશન શૈક્ષણિક બેન્કિંગ ખેતીવાડી

Instagram

Follow Now

30 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરી લો આ કામ, પછી નહીં મળે તક

By Universal Gujarat

Updated on:

સપ્ટેમ્બર મહિનો પૂરો થવામાં બસ હવે થોડા દિવસો જ બચ્યા છે ત્યારે કેટલાક કામ છે જે તમારે પૂરા કરી લેવા જોઈએ કારણ કે ઓક્ટોબરની શરુઆત સાથે નવા મહિનાની નવી શરુઆતની જે કેટલાક નિયમોમાં ફેરફાર થસે અને પછી તમે એ બાબતના કોઈ કામ નહીં કરી શકો જેવા કે અટલ પેન્શન યોજના, ક્રેડિટ કાર્ડ અને ડિમેટ ખાતાને લગતા કામ પૂરા કરી લેજો.હવે ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવા માટે માત્ર 14 દિવસ બાકી છે. આ મહિનામાં કૃષ્ણ જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, ઈદ-એ-મિલાદ જેવા ઘણા તહેવારો આવી રહ્યા છે, જેના કારણે આ મહિનો રજાઓથી ભરેલો છે.

1) અટલ પેન્શન સ્કીમમાં ફેરફાર થશે

1 ઓક્ટોબરથી ફેરફાર થશે. કરદાતા વ્યક્તિઓ આ યોજનાનો લાભ નહીં લઈ શકે. આ પરિસ્થિતિતમાં કરદાતા આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છે છે તો તેમના માટે માત્ર 9 દિવસનો સમય બાકી છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) અનુસાર નાણાંકીય વર્ષ 2022ના અંત સુધીમાં પેન્શન યોજનાના માત્ર 4.01 કરોડ સબસ્ક્રાઈબર્સ હતા. જેમાં 44 ટકા મહિલાઓ છે. રજૂ કરેલ આંકડાઓ અનુસાર 45 ટકા APY સબસ્ક્રાઈબર્સ 18થી 25 વર્ષના છે. અગાઉ કેન્દ્ર સરકારની અટલ પેન્શન યોજના સાથે જોડાવા માટે કોઈ શરત લાગુ કરવામાં આવી નહોતી. હાલના નિયમો અનુસાર 18થી 40 વર્ષ સુધીના ભારતીય નાગરિક આ યોજનાનો લાભ લઈ શકે છે. જે માટે બેન્ક અથવા પોસ્ટ ઓફિસની તે બ્રાન્ચની મદદથી એપ્લાય કરવાનું રહેશે.

2) મફતમાં આધાર અપડેટ કરવાની છેલ્લી તક

UIDAIએ આધાર અપડેટ કરવાની સુવિધા મફતમાં આપી છે. તેની સમયમર્યાદા 14 સપ્ટેમ્બરે પૂરી થાય છે. આ પછી આધાર અપડેટ કરવા માટે ચાર્જ ચૂકવવો પડશે. અગાઉ આ સુવિધા 14 જૂન સુધી હતી. આ પછી તેમને ત્રણ મહિના માટે લંબાવવામાં આવી હતી. આધાર અપડેટ કરવા માટે યુઝર્સે UIDAIની સત્તાવાર વેબસાઇટ My Aadhar પર જઈને તેમની વિગતો જાતે અપડેટ કરી શકે છે.

3) ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાના નિયમોમાં ફેરફાર થશે

1 ઓક્ટોબરથી ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવાના નિયમોમાં ફેરફાર થશે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના કાર્ડ કાર્ડ-ઓન-ફાઈલ ટોકનાઈઝેશનનો નિયમ બદલાઈ જશે. નવા નિયમોના કારણે ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી જે પણ ચૂકવણી કરવામાં આવશે તે વધુ સુરક્ષિત રહેશે. ગ્રાહક ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી ઓનલાઈન, પોઈન્ટ ઓફ સેલ (POS) અથવા એપ્લિકેશનથી ચૂકવણી કરશે, આ તમામ માહિતી એન્ક્રિપ્ટેડ કોડમાં સેવ થશે. જો ગ્રાહક ક્રેડિટ કાર્ડ લે અને 30 દિવસમાં એક્ટિવેટ કરવામાં નહીં આવે તો કંપનીએ ક્રેડિટ કાર્ડ એક્ટિવેટ કરવા માટે OTPની મદદથી ગ્રાહકની મંજૂરી લેવાની રહેશે. ગ્રાહક તે માટે મંજૂરી ન આપે તો તેનું ક્રેડિટ કાર્ડ એકાઉન્ટ બંધ કરવાનું રહેશે.

4) 2000ની નોટ બદલવાની છેલ્લી તક

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ 19 મેના રોજ 2000 રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી. RBIએ દેશવાસીઓને 2000ની નોટ બદલવા માટે 4 મહિનાનો સમય આપ્યો છે. આ સમયમર્યાદા 30 સપ્ટેમ્બરે પૂરી થાય છે. સમયમર્યાદા પૂરી થાય તે પહેલાં નોટો બદલી લો.

5) ડીમેટ ખાતા માટે નોમિનેશન ફાઇલ કરવાની છેલ્લી તારીખ

ડીમેટ એકાઉન્ટ દ્વારા શેરમાં રોકાણ કરનારા લોકોએ પણ 30 સપ્ટેમ્બર સુધીમાં નોમિનેશન ફાઈલ કરવાની અને નોમિનેશન પ્રોસેસ પૂરી કરવી પડશે. નિયત સમયમર્યાદામાં નોમિનેશન નથી કરતા તો રોકાણકારોના ટ્રેડિંગ અને ડીમેટ ખાતાઓ ફ્રીઝ થઈ શકે છે.

6) 30 સપ્ટેમ્બર પહેલાં આધાર-PAN લિંક કરો

તમારા PAN ને આધાર સાથે લિંક કર્યું નથી, તો 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં કરી લો. જો તમે આમ નહીં કરો, તો તમારું PAN ઇનએક્ટિવ થઈ જશે. જે બાદ PAN સંબંધિત ઘણા કામો બંધ થઈ જશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) 30 જૂન, 2022 થી PAN ને આધાર સાથે લિંક કરવા માટે રૂ. 1,000 ની લેટ ફી વસૂલ કરી રહ્યું છે.