નમો લક્ષ્મી યોજના | Namo Lakshmi Yojana Gujarat Apply Online

Google News Follow Now

Namo Laxmi Yojana । નમો લક્ષ્મી યોજના હેઠળ દીકરીઓને રૂ. 50,000/- સુધી સહાય મળશે.

ભારત સરકાર અને રાજ્ય સરકારે દ્વારા વિવિધ યોજના બહાર પાડેલી છે. કેન્‍દ્ર સરકાર દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના બહાર પાડેલી છે. જ્યારે ગુજરાત સરકાર દ્વારા વ્હાલી દિકરી યોજના 2024 અમલીકૃત બનાવેલ છે.  તાજેતરમાં ગુજરાત વિકસિત ગુજરાત 2047 ની સંકલ્પનામાં કિશોરીઓની ભૂમિકા ખૂબ જ અગત્યની છે. ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણમાં તેઓનું યોગદાન અમૂલ્ય છે.

તેમના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા હું “નમો લક્ષ્મી યોજના”ની જાહેરાત કરવામાં આવી છે. Namo Laxmi Yojana માં શું શું લાભ મળે તેની માહિતી આજે આપણે જાણીશું. Gujarat Budget 2024-25 અંતર્ગત નમો લક્ષ્મી યોજના જાહેર કરવામાં આવેલ છે.

આ યોજના હેઠળ સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ- 9 અને 10 માટે જાહેર કરેલ છે. આ યોજના વાર્ષિક રૂપિયા 10,000/- હજાર તેમજ ધોરણ- 11 અને 12 માટે વાર્ષિક રૂપિયા 15,000/- હજારની સહાય આપવામાં આવશે.

નમો લક્ષ્મી યોજના । Namo Laxmi Yojana
આર્ટીકલનું નામ નમો લક્ષ્મી યોજના । Namo Laxmi Yojana
બજેટ કોણા દ્વારા રજૂ કરવામાં આવેલ છે? નાણાંમંત્રી કનુભાઇ દેસાઈ દ્વારા
યોજનાનો હેતુ કિશોરી પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે
કુલ કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવી? 1250 કરોડ
ધોરણ 9 અને 10 ના દીકરીઓને કેટલી સહાય મળશે? રૂપિયા 10,000/-
ધોરણ 11 અને 12 ના દીકરીઓને કેટલી સહાય મળશે? રૂપિયા 15,000/-
ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ થયેથી દીકરીઓને કેટલી સહાય મળશે? રૂપિયા 5,0000/-
ક્યા પરિવારની દીકરીઓને લાભ મળશે? વાર્ષિક રૂપિયા 6,00,000/- સુધી આવક ધરાવતા પરિવારોને લાભ મળશે.
કઈ શાળાના વિદ્યાર્થીઓને લાભ મળશે? સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક તથા ઉચ્ચતર શાળાઓમાં અભ્યાસ કરતી દીકરીઓને લાભ મળશે.
કુલ કેટલી દિકરીઓને લાભ મળશે? માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓને લાભ મળશે.
ઓફિશિયલ વેબસાઈટ https://cmogujarat.gov.in/

 

યોજનાનો હેતુ

નમો લક્ષ્મી યોજના હેઠળ રાજ્યની દીકરીઓને લાભ આપવામાં આવશે. આ યોજના હેઠળ કિશોરી પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે બહાર પાડેલ છે. આ યોજના હેઠળ દીકરીઓના શિક્ષણને વધુમાં વધુ પ્રોત્સાહન આપવાનો હેતુ છે.

Namo Laxmi Yojana કેટલી સહાય મળશે?

આ યોજના હેઠળ અલગ અલગ ધોરણના વિદ્યાર્થીનીઓને અલગ-અલગ સહાય આપવામાં આવશે. જે નીચે મુજબ છે.

કયા ધોરણની દીકરીઓને લાભ મળશે
સહાયની રકમ
ધોરણ 9 અને 10 રૂપિયા 10,000/-
ધોરણ 11 અને 12 રૂપિયા 15,000/-
ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ રૂપિયા 5,0000/-

 

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

1. નમો લક્ષ્મી યોજના શું છે?
જવાબ: ગુજરાત સરકાર દ્વારા કિશોરી પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમો લક્ષ્મી યોજના બહાર પાડેલી છે.
2. Namo Laxmi Yojana હેઠળ કોણે લાભ મળશે?
જવાબ: આ યોજના હેઠળ ધોરણ-૯ થી ૧૨ માં અભ્યાસ કરતી દીકરીઓને લાભ મળશે.
3. નમો લક્ષ્મી યોજનામાં આવક મર્યાદા કેટલી નક્કી થયેલી છે?
જવાબ: વાર્ષિક રૂપિયા 6,00,000/- સુધી આવક ધરાવતા પરિવારોને લાભ મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અને તમામ પ્રકારની માહિતી થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..!
Subscribe
Join Now
Follow Now
Like