સરકારી યોજના આધાર કાર્ડ ખેતીવાડી નોકરી IPL રમત ગમત ક્વોટસ વિડીયો

Tulsi Vivah Quotes In Gujarati 2025: તુલસી વિવાહની શુભકામના, શુભેચ્છાઓ, સ્ટેટસ, શાયરી અને સુવિચાર

By Universal Gujarat

Updated on:

તુલસી વિવાહની હાર્દિક શુભકામનાઓ

કારતક માસના શુક્લ પક્ષની એકાદશીની તિથિને ‘દેવઊઠી એકાદશી’, ‘પ્રબોધિની એકાદશી’ અથવા ‘દેવોત્થાન એકાદશી’ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસ હિન્દુ ધર્મમાં ઘણું જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે, કારણ કે આ દિવસથી જ ચાર મહિનાના ચાતુર્માસની પૂર્ણાહુતિ થાય છે અને તમામ શુભ માંગલિક કાર્યોની શરૂઆત થાય છે.

 

દેવઊઠી એકાદશી અને તુલસી વિવાહના પવિત્ર પર્વની આપ સૌને શુભેચ્છાઓ પાઠવું છું. 💐
આજના આ શુભ દિને માઁ તુલસી 🍃 અને ભગવાન વિષ્ણુની ઉપાસના કરી સમસ્ત માનવજાતનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના 🙏🏻 કરીએ.

 

ભગવાન શ્રી વિષ્ણુ અને માઁ તુલસીની 🌱 કૃપા દ્રષ્ટી આપ સૌ પર સદાય બની રહે એવી મંગલકામના સહ સૌને તુલસી વિવાહની હાર્દિક શુભકામનાઓ. 🎉

ભગવાન શ્રી વિષ્ણુ અને માઁ તુલસીની 🌱 કૃપાદ્રષ્ટી આપ સૌ પર સદાય બની રહે એવી મંગલકામના. 🙏🏻
સૌને તુલસી વિવાહની હાર્દિક શુભકામનાઓ 🎉

 

સર્વે લોકોને તુલસી વિવાહના પવિત્ર પર્વની હાર્દિક શુભકામનાઓ. 🎉
દેવપ્રબોધિની એકાદશી કે દેવઊઠી તરીકે જાણીતા પાવન પર્વ નિમિત્તે ભગવાન વિષ્ણુ અને માઁ તુલસી 🍃 સૌને સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે એજ તેમના શ્રી ચરણોમાં પ્રાર્થના. 🙏🏻

 

 

તુલસી વિવાહના પાવન પર્વની સર્વે લોકોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. 💐
આજના આ પવિત્ર પર્વ નિમિત્તે ભગવાન વિષ્ણુ અને માઁ તુલસી 🍃 સૌની ઈચ્છા પરીપૂર્ણ કરી સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ અર્પે એજ પ્રાર્થના. 🙏🏻

તુલસી વિવાહની સૌને હાર્દિક શુભકામનાઓ 💐
તુલસી 🍃 એક સાધારણ છોડ જરૂર છે પરંતુ…
ભારતના લોકો માટે તે ગંગા-જમના 🏞️ જેવી પવિત્ર છે.
પૂજા સામગ્રીમાઁ તુલસીપત્ર 🌱 જરૂરી સમજવામાં આવે છે કહેવાય છે કે…
આના સિવાય ભગવાન સંતુષ્ટ થઈને પ્રસાદ ગ્રહણ કરતા નથી.

 

આજના તુલસી વિવાહના પાવન દિવસે ભગવાન વિષ્ણુ અને માઁ તુલસી 🌱 આપની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે અને જીવનમાં સુખ, સમૃદ્ધિનો સંચાર કરે એવી અંતઃકરણ પૂર્વકની શુભેચ્છાઓ. 💐
દેવઊઠી એકાદશીની આપ સૌને શુભેચ્છાઓ. 💐

 

ભારતીય સંસ્કૃતિમાં તુલસીનું 🍃 સ્થાન પવિત્ર અને મહત્વપૂર્ણ છે.
“તુલસી માતા” ની પૂજા કરીને, આ દિવસને તુલસી પૂજા દિવસ તરીકે ઉજવો, જેનાથી ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સાત્વિકતા વધે.
દેવઉઠી એકાદશી એટલે કે તુલસી વિવાહની હાર્દિક શુભેચ્છાઓ! 🎉

 

માતા તુલસી 🍃 અને ભગવાન શાલિગ્રામના લગ્નોત્સવના શુભ અવસર પર ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી તમારા પર પ્રસન્ન થાય અને તમે તુલસીની જેમ હંમેશા શુદ્ધ કલ્યાણકરી રહો એવી અમારી શુભેચ્છા
તુલસી વિવાહની હાર્દિક શુભકામના. 🎉

 

તુલસીનું પાન, ત્રિલોક્ય સમાન,
સવારે ઊઠીને કરીએ તેને વંદન,
અને રાખીએ તેનું સન્માન.
તુલસી વિવાહની હાર્દિક શુભકામનાઓ

 

ૐ શ્રી તુલ્સયૈ વિદ્મહે
વિષ્ણુપ્રિયાયૈ ધીમહિ ।
તન્નોવૃન્દા પ્રચોદયાત્!

શુભ તુલસી વિવાહ

 

દરેક ઘરના આંગણામાં તુલસી
તુલસી ખૂબ જ મહાન છે,
આ તુલસી જે ઘરમાં રહે છે
તે સ્વર્ગ સમાન છે. તુલસી વિવાહની શુભેચ્છાઓ

 

આંગણામાં બાંધવામાં આવ્યો લગ્ન મંડપ,
શેરડી અને ગલગોટાના ફૂલોની સજાવટ,
ચાલો તુલસી વિવાહની ઉજવણી કરીએ,
કારણ કે આજનો દિવસ ખાસ છે.
તુલસી વિવાહની હાર્દિક શુભકામનાઓ

 

કારતક સુદ – ૧૧ : દેવઉઠી અગિયારસ – દેવ પ્રબોધિની એકાદશી…
બધા વ્રતોની પુર્ણાહુતી આ દિવસે કરવામાં આવે છે, જેને આપણે દિવસ તુલસી વિવાહ તરીકે ઉજવાયે.. 🙏😊

ભગવાન શ્રી વિષ્ણુ અને માઁ તુલસીની 🍃 કૃપા દ્રષ્ટી આપ સૌ પર સદાય બની રહે એવી મંગલકામના સહ સૌને તુલસી વિવાહની હાર્દિક શુભકામનાઓ 💐

 

વૃંદાને વળાવો હવે, ગિરિઘરની એ માંગણી છે.
મન મુકીને સજે શણગાર, વૃંદાની પણ લાગણી છે!
દેવઊઠી એકાદશી અને તુલસી વિવાહ ના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ. 🎉

 

જે લગ્નમાં દેવતાઓ પણ સ્વર્ગમાંથી ઉતરી આવે છે,
એવા પવિત્ર તુલસી વિવાહની આપને અનેક શુભેચ્છાઓ… 💐
જય શ્રી કૃષ્ણ…
જય તુલસી માઁ…
જય શ્રી રામ…

 

દેવી તુલસી અને ભગવાન કૃષ્ણ તમને આ દુનિયાની બધી ખુશીઓ આપે.
સુખી દાંપત્ય જીવન સાથે આશીર્વાદ આપે તુલસી વિવાહની શુભેચ્છા.

 

ભલે હોય પુરુષ ગમો ઍટલો શક્તિશાળી,
જીતી છે હંમેશા નારી…
કાન્હા તારા છપ્પન ભોગ પર,
ખાલી ઍક તુલસી ભારી…
તુલસી વિવાહ ની હાર્દિક શુભકામનાઓ.. 💐

 

માધવપુરનો માંડવો, આવે જાદવકુળની જાન;
પરણે તે રાણી રુક્મિણી, વર વાંછિત શ્રી ભગવાન…!
દેવઉઠી એકાદશી એટલે કે તુલસી વિવાહની હાર્દિક શુભેચ્છાઓ! 🎉

 

વૃંદાને વળાવો હવે, ગિરિઘરની એ માંગણી છે.
મન મુકીને સજે શણગાર, વૃંદાની પણ લાગણી છે!
તુલસીવિવાહ ની શુભકામના 💐

 

સમય રહ્યો ગણતરીનો ને હૈયું રહે નહિ હાથ,
વાગશે ઢોલને શરણાઈ ત્યારે પરણવા જાશે મારો દ્વારકાનો નાથ…!!

 

“જે ઘરમાં તુલસીનો છોડ ☘️ હોય છે
તે ઘરમાં ખુશીઓ પ્રવર્તે છે”

 

જિસ આંગન મેં તુલસી માઁ 🌿 બિરાજમાન હે
વહ ઔર સ્વર્ગ સામન હે
સુખ પર સંપત્તિકા આગમન હોગા
શ્રી વિષ્ણુ ઓર માઁ તુલસી કા મિલન હોગા

 

સમય રહ્યો ગણતરીનો ને હૈયું રહે નહિ હાથ,
વાગશે ઢોલને શરણાઈ ત્યારે પરણવા જાશે

 

કૃષ્ણને પ્રત્યક્ષ પામવા માટે આંગણાની તુલસી 🍃 થઇ જવા જેટલી બહાદુરી જોઇએ.
કાં તો કૃષ્ણને પરોક્ષ પ્રેમ કરીને પામવા રાધા જેટલી ધીરજ જોઇએ…
તુલસીની જેમ આંગણામાં વવાઈ જવા જેટલું સમર્પણ હોય તો જ કૃષ્ણ મળે.

 

પ્રકૃતિ અને પરમાત્માના વિવાહની કલ્પના પણ બીજી કઈ સંસ્કૃતિમાં શક્ય છે?
તુલસી 🌱 માત્ર એક છોડ નથી આપણી ભારતીય સંસ્કૃતિની પ્રકૃતિ સાથે સહજીવનની પવિત્ર પરંપરાની સાક્ષી પણ છે.

પવિત્રત્તમ પર્વ તુલસી વિવાહની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. 💐

Universal Gujarat

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું Jagdish Limbadiya, છેલ્લા 5 વર્ષથી Article Writing ( Bloging ) અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ સમાચાર, સરકારી યોજના, ઉપયોગી માહિતી, રસપ્રદ લેખો, વીડિયો અને ઘણું બધું જાણવાનો સાચી અને સચોટ વાસ્તવિક માહિતી આપવાનો છે.

Related Post