Dev Diwali 2025: દેવ દિવાળી પર્વની શુભેચ્છાઓ અને શુભ સંદેશા 🪔 | Dev Diwali Wishes in Gujarati

October 28, 2025 9:30 AM
Share on Media
Dev Diwali

🪔 દેવ દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ! (Dev Diwali Ni Hardik Shubhechha)

દેવ દિવાળી, જેને દેવ દીપાવલી અથવા ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પ્રકાશ અને પવિત્રતાનો એક અદ્ભુત તહેવાર છે. આ પર્વ કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે, દિવાળીના બરાબર પંદર દિવસ પછી ઉજવવામાં આવે છે. આ દિવસે સમસ્ત દેવી-દેવતાઓ સ્વર્ગમાંથી પૃથ્વી પર પધારીને દિવાળીનો ઉત્સવ ઉજવે છે, તેથી જ આનું નામ ‘દેવ દિવાળી’ પડ્યું છે.

 

દેવ દિવાળીની શુભેચ્છાઓ, શુભકામના સંદેશ અને શાયરી

દેવ દિવાળીના દિવસે લોકો ગંગા નદીમાં સ્નાન કરીને પૂજા અર્ચના કરે છે અને ઘાટો પર દીવા પ્રગટાવે છે. વારાણસીના ઘાટો દીવાઓથી ઝળહળી ઉઠે છે, જે એક અદભૂત નજારો હોય છે. આ તહેવાર દરમિયાન લોકો એકબીજાને મળીને મિઠાઈઓ વહેંચે છે અને ઉત્સવની ઉજવણી કરે છે.

દેવ દિવાળીનો તહેવાર આધ્યાત્મિક રીતે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. આ દિવસે લોકો આત્મનિરીક્ષણ કરે છે અને દેવોની આરાધના કરે છે. દેવ દિવાળી એ દુષ્ટ શક્તિઓ પર સત્વશક્તિનો વિજયનું પ્રતીક પણ છે.

 

ઝગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દેવ દિવાળી તમારા ઘર આંગણામાં ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે ભગવાનનાં અનંત આશીર્વાદ લઈને આવે.
દેવ દિવાળીની હાર્દિક શુભકામનાઓ.💥🪔

 

સ્વચ્છતા, પ્રકાશ, આનંદ અને ઉત્સાહના પાવન પર્વ દેવ દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. આ પર્વ સૌના જીવનમાં પ્રકાશ અને આનંદ-ઉત્સાહનો સંચાર કરનાર બની રહે તેવી મંગલ કામના.🪔

 

આપને અને આપના પરિવારને દેવ દિવાળીની હાર્દિક શુભકામનાઓ💐

 

આપ સૌને દેવ દિવાળીના પાવન પર્વ ની હાર્દિક શુભકામનાઓ. ઈશ્વર આપના જીવનમાં પ્રકાશ, સુખ-શાંતિ અને સમૃદ્ધિ બનાવી રાખે એવી મનોકામના.🪔

 

આપ સૌને પવિત્ર પર્વ દેવ દિવાળીની હાર્દિક શુભકામનાઓ.
આ કાર્તિક પૂર્ણિમા તમારા ઘર આંગણામાં ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે ભગવાનના અનંત આશીર્વાદ લઈને આવે એવી કામના.✨🎆

 

આસુરી શક્તિ ઉપર દેવી શક્તિના વિજયને વધાવવાના પાવનકારી પર્વ કાર્તિક પૂર્ણિમા દેવ દિવાળીની આપને અને આપના પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ.✨

 

આ દેવ દિવાળી આપના જીવનમાં ધન-ધાન્યસુખ-શાંતિસમૃદ્ધિ તથા અનંત દેવશક્તિના આશિષ લઈને આવે તેવી અભ્યર્થના.!

 

પ્રકાશ, આનંદ અને ઉત્સાહના પાવન પર્વ દેવ દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

 

દેવ આસ્થાનો આ પર્વ આપના જીવનમાં જ્ઞાન, વૈભવ અને સમૃદ્ધિની જ્યોત પ્રજ્વલિત કરે એક પ્રભુને પ્રાર્થના.✨

 

આનંદ, હર્ષોલ્લાસ અને પ્રસન્નતાના પાવન પર્વ દેવ દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
આપના જીવનમાં અનમોલ સ્નેહ અને પ્રેમ હરહંમેશ કાયમ રહે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.

 

આસુરી શક્તિ ઉપર દેવી શક્તિના વિજયને વધાવવાના પાવનકારી પર્વ કાર્તિક પૂર્ણિમા દેવ દિવાળીની આપ સર્વેને ખૂબ ખૂબ શુભકામનાઓ.✨🎆

 

કાર્તિકી પૂર્ણિમા-દેવ દિવાળીનાં આ પવિત્ર દિવસે આપ સૌનાં જીવનમાં દેવોનાં અજવાશરૂપી ઉમેરાય, સુખ, સમૃદ્ધિ, શાંતિ, સેવા, સ્વાસ્થ્યની અમીરાત પ્રાપ્ત થાય એવી પ્રાર્થના.
દેવ દિવાળીની શુભેચ્છાઓ.🎉🪔

 

સમૃદ્ધિ, શાંતિ અને સંસ્કૃતિનો સંદેશ આપતા પર્વ દેવ દિવાળીની સૌ નગરજનોને હાર્દિક શુભકામનાઓ.🧨✨
#DevDiwali

 

‘દેવ દિવાળી’ અને ‘કાર્તિક પૂર્ણિમા’ ની સૌને અસીમ શુભકામનાઓ.!
દેવ આસ્થાનો આ પર્વ આપના જીવનમાં જ્ઞાન, વૈભવ અને સમૃદ્ધિની જ્યોત પ્રજ્વલિત કરે, એજ મહેચ્છા.🎉🪔

દેવ દિવાળી માત્ર તહેવાર નથી, પણ પ્રકાશ અને ધાર્મિકતાનું પ્રતિક છે. આ દિવસે આપણે આપણા મનના અંધકારને દૂર કરી આંતરિક પ્રકાશ પ્રગટાવવાનો સંકલ્પ લેવું જોઈએ.

દેવ દિવાળી પર્વની હાર્દિક શુભેચ્છાઓ! 🪔
પ્રકાશ, પ્રેમ અને શાંતિથી તમારું જીવન ઝગમગી ઉઠે.

Jagdish Limbadiya

હું Jagdish Limbadiya, છેલ્લા 5 વર્ષથી Article Writing ( Bloging ) અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ સમાચાર, સરકારી યોજના, ઉપયોગી માહિતી, રસપ્રદ લેખો, વીડિયો અને ઘણું બધું જાણવાનો સાચી અને સચોટ વાસ્તવિક માહિતી આપવાનો છે.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now