ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં લોકોના કલ્યાણ માટે વિવિધ સહાય યોજનાઓ ચલાવવામાં આવે છે. આવી જ એક યોજના છે અંત્યેષ્ઠી સહાય યોજના. આ યોજનાનો હેતુ શ્રમયોગીના કુટુંબને અચાનક આવી પડેલ આફત સામે ટકી રહેવા મદદરૂપ થવા માટે ચલાવવામાં આવે છે. જેમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા શ્રમયોગી કલ્યાણ હેઠળ શ્રમયોગી કુટુંબોને રૂ. 10,000/- ની આર્થિક સહાય ઉપલબ્ધ થાય છે. આ સહાય તેમના જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓમાં મદદરૂપ બનવા અને તેમના જીવનને સહેજ સરળ બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. આ સામાન્ય યોજના સંપૂર્ણપણે સ્વભંડોળથી ચલાવવામાં આવે છે.
અંત્યેષ્ઠી સહાય યોજના અંતર્ગત શ્રમયોગીના કુટુંબને અચાનક આવી પડેલ આફત સામે ટકી રહેવા મદદરૂપ થવા માટે રૂ. 10,000/- ની આર્થિક સહાય મળે છે, તો વૃદ્ધ સહાય મેળવતાં સિનિયર સિટિઝનનું અવસાન થતાં તેના વારસદારને પણ એકવાર રૂ.5000 આર્થિક સહાય મળે છે. જાણો આ યોજના વિશે વિગતવાર.
આ ઉપરાંત વૃદ્ધ સહાય મેળવતાં સિનિયર સિટિઝનનું અવસાન થતાં તેના વારસદારને પણ એકવાર રૂ.5000 આર્થિક સહાય મળે છે. આ યોજનામાં સિનિયર સિટિઝનને નિરાધાર વૃદ્ધ સહાય અને રાષ્ટ્રીય પેન્શન યોજનાનો લાભ મેળવતા હોય તેવા વૃદ્ધોનું જો અવસાન થઈ જાય તો તેમના પરિવારમાંથી વારસદારને આ સહાય આપવામાં આવશે. જેથી કરીને તેઓ તેમના માતા-પિતાની મરણોત્તર ક્રિયા કરી શકે. સૌથી પહેલા વાત કરીએ શ્રમયોગીના કુટુંબને આપવામાં આવતી સહાય વિશે તો, બાંધકામ વ્યવસાયમાં રોકાયેલ શ્રમયોગીનું ચાલુ મેમબરશીપ દરમિયાન મૃત્યુ થાય તો બાંધકામ શ્રમયોગીના કાયદેસરના ઉત્તરાધિકારીને આર્થિક સહાય પુરી પાડવાના હેતુથી અંતયેષ્ઠિ સહાય યોજના અમલમાં મુકવામાં આવી છે.
યોજનાનું નામ | અંત્યેષ્ઠી સહાય યોજના |
લાભ | આ યોજના અન્વયે રૂ.૧૦,૦૦૦ /- ની આર્થિક સહાય મળવાપાત્ર છે |
લાભના પ્રકાર | આર્થિક સહાય |
યોજનાનો લક્ષ્ય | આર્થિક સહાય |
વિભાગ | શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ |
અંત્યેષ્ઠિ સહાય યોજના
Table of Contents
ઉદ્દેશ
બાંધકામ વ્યવસાયમાં રોકાયેલ રમયોગીનું ચાલુ મેમબરશીપ દરમિયાન મૃત્યુ થાય તો બાંધકામ શ્રમયોગીના કાયદેસરના ઉત્તરાધિકારીને આર્થિક સહાય પુરી પાડવાના હેતુથી અંતયેષ્ઠિ સહાય યોજના અમલમાં મુકવામાં આવેલ છે.
યોજના
બાંધકામ વ્યવસાયમાં રોકાયેલ અને નોંધાયેલ લાભાર્થી શ્રમયોગીનું ચાલુ મેમ્બરશીપ દરમિયાન મૃત્યુ થાય તો મૃત્યુ પામનારના ઉત્તરાધિકારીને અંત્યેષ્ઠિ સહાય યોજના હેઠળ રૂ.૫૦૦૦/- નાંણાકિય સહાય આપવાની જોગવાઈ આ યોજનામાં કરવામાં આવેલ છે.
આ યોજનાનો લાભ લેવા માટેની શરતો
- જે શ્રમયોગીનો કારખાના/કંપની/ સંસ્થા દ્વારા લેબર વેલ્ફેર ફંડ બોર્ડમાં જમા કરવામાં આવેલ હશે તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
- શ્રમયોગી નોકરીમાં દાખલ થાય તેના પછીના દિવસથી સદર યોજનાનો લાભ આપવામાં આવશે.
- શ્રમયોગીના મુત્યુ તારીખથી 2 વર્ષની અંદર અરજી કરવાની રહેશે. સમય મર્યાદા બાદ મળેલ અરજી દફતરે કરવામાં આવશે.
- આ યોજના અંતર્ગત શ્રમયોગીનું કારખાનામાં થયેલ અકસ્માતથી થયેલ મુત્યુના કિસ્સામાં નિયામક, ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી દ્વારા અકસ્માતનો અહેવાલ રજૂ કરવાનો રહેશે. તેમજ કારખાના/કંપની/સંસ્થા બહાર અકસ્માતથી મુત્યુના કિસ્સામાં સબંધિત કારખાના/કંપની/સંસ્થાના માલિક/મેનેજર દ્વારા એફિડેવીટ રજૂ કરવાની રહેશે.
- માંદગીને લીધે અથવા અન્ય કુદરતી રીતે મૃત્યુ થાય તો આ યોજનાનો લાભ મળશે નહીં.
યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ
- અરજદારની બેંકની વિગત (વારસદારની બેંક પાસબુક)
- ઓળખ પત્ર
- બેંક પાસબુક / કેન્સલ ચેક
- મૃત્યુ પામનાર શ્રમિકનો ઓળખનો પુરાવો
- રેશન કાર્ડ
- વારસદારનું આધાર કાર્ડ (પ્રમાણિત નકલ)
- આધાર કાર્ડ
- પ્રથમ વારસદાર અંગેનો પુરાવો
- મૃતકનું આધાર કાર્ડ (પ્રમાણિત નકલ)
- મરણનું પ્રમાણપત્ર
- વારસદાર અને શ્રમિકનો ઓળખનો પુરાવો
- સોગંદનામું
અંત્યેષ્ટિ સહાય યોજનાનો લાભ કોને મળશે?
- મૃત્યુ પામેલ વૃદ્ધ ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ.
- મૃત્યુ પામેલ વૃદ્ધ નિરાધાર વૃદ્ધ સહાય અને વૃદ્ધ રાષ્ટ્રીય પેન્શન યોજનાનો લાભ મેળવતા હોવા જોઈએ.
- અરજદાર મરણ પામેલ વૃદ્ધના સીધી લીટીનાં વારસદાર હોવા જોઈએ.
- સિનિયર સીટીઝન નિરાધાર વૃદ્ધ સહાય અને રાષ્ટ્રીય પેન્શન યોજનાનો લાભ મેળવતા હોય તેવા વૃદ્ધોનું અવસાન થાય તો 1 વર્ષની અંદર આ સહાય તેઓનાં વારસદારને મળવાપાત્ર છે.
- જો પતિ-પત્ની વૃદ્ધ પેન્શન યોજના મેળવતા હોય અને તેમાંથી કોઈ એકનું અવસાન થાય, તો આ યોજનાની અરજી કરવાનો અધિકાર પતિ કે પત્નીને રહેશે. અને જો આ બંનેમાંથી કોઈ હયાત ન હોય તો તેઓના વારસદાર અરજી કરી શકે છે.
અંત્યેષ્ટિ સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી?
આ યોજનાનો લાભ લેવા માટે અરજી esamajkalyan Portal https://esamajkalyan.gujarat.gov.in/ પર ઓનલાઇન અરજી કરાવવાની રહેશે. અથવા નજીકના CSC સેન્ટર કે જ્યાં ઓનલાઇન કામગીરી કરતા હોય ત્યાં જઈને ઓનલાઇન અરજી કરી શકો છો. અરજી કર્યા બાદ અરજદારના બેંકના ખાતામાં 60 દિવસ સુધીમાં DBT દ્વારા સહાયના પૈસા જમા કરી દેવામાં આવશે.
- નાણાંકિય સહાય સેવા માટે નોંધાયેલ બાંધકામ શ્રમિકના ઉત્તરાધિકારીએ આ સાથે નમુનામાં અરજી રજુ કરવાની રહેશે.
- બાંધકામ શ્રમિકોના ઉત્તરાધિકારીએ તેની અરજી જે તે જીલ્લાનાં પ્રોજેકટ મેનેજર, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં આપવાની રહેશે.