આજનો ઈતિહાસ ટેકનોલોજી રમત ગમત ક્વોટસ | શાયરી ફોટો ગેલેરી આરોગ્ય ફેશન શૈક્ષણિક બેન્કિંગ ખેતીવાડી

Instagram

Follow Now

તાર ફેન્સીંગ યોજના 2025 શું છે? કંટાળી વાડ બનાવવા કેટલી સહાય મળે ,ફોર્મ ક્યાં ભરવું જાણો માહિતી

By Universal Gujarat

Updated on:

તાર ફેન્સીંગ યોજના

તાર ફેન્સીંગ યોજના 2025 શું છે? કંટાળી વાડ બનાવવા મળશે પૈસા , કેટલી સહાય મળે ,ફોર્મ ક્યાં ભરવું જાણો માહિતી ખેડૂતોને હવે કાંટાળી તાર બનાવવા માટે સરકાર દ્વારા આપવામાં આવશે ,કારણ કે ખેતરમાં અને રોજડા લોહી પી જાય છે તે માટે યોજના શરૂ કરી છે તેને ધ્યાનમાં રાખી અને ખેડૂતો હવે તારની વાડ બનાવી અને સહાય મેળવી શકે છે. ખેડૂતને પોતાના તૈયાર પાકને ક્યાંક કુદરતી આફતોથી તો ક્યાંક જંગલી જાનવરોથી બચાવવાનો હોય છે. સરકાર દ્વારા ખેડૂતને પોતાના તૈયાર પાકના રક્ષણ માટે ખેતરની સુરક્ષા કરવા ખેતર ફરતે કાંટાળી લોખંડની વાડ બનાવવા માટે સહાય આપવાની તાર ફેન્સીંગ યોજના અમલમાં મુકેલી છે. Tar Fencing Yojana Gujarat 2025 હેઠળ ખેડૂતને કાંટાવાળી તાર બનાવવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. મિત્રો, આજના આર્ટિકલમાં ખેડૂતને તાર ફેન્સિંગના નવા નિયમો મુજબ કેટલી જમીનમાં તાર ફેન્સિંગ માટે સહાય મળશે અને જિલ્લાવાઈઝ ઓનલાઈન અરજી કરવાની સમયમર્યાદા વિશે વિગતે મહિતી જાણવા મળશે.

ખેતરની ફરતે તારની ફેન્સીંગ લગાવવાની યોજના શું છે?

ખેડૂતોની કૃષિ પેદાશોને જંગલી પ્રાણીઓ અને ઢોરની હાનિકારક અસરોથી બચાવવાના પ્રયાસરૂપે, ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા વાયર ફેન્સીંગ યોજના ગુજરાત અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના, જે 2005 માં તેની શરૂઆત પછી નોંધપાત્ર ફેરફારોમાંથી પસાર થઈ છે, તેનો હેતુ તેની અસરકારકતા વધારવા અને વધુ ખેડૂતોને ટેકો આપવા માટે તેની પહોંચ વિસ્તારવાનો છે.

તાર ફેન્સીંગ યોજના 2025 તાજેતરના સુધારા કાર્ય Tar Fencing yojana Gujarat 2025

  • ઉચ્ચતા અને પહોળાઈમાં છૂટ: હવે ખેડૂતોને ફેન્સીંગની ઊંચાઈ અને પહોળાઈના ધોરણોમાં 25% છૂટ મળશે.
  • સામગ્રીની પસંદગી: ખેડૂતો ISI માર્કની સામગ્રીની જગ્યાએ પોતાની પસંદગીની સામગ્રીથી ફેન્સીંગ કરી શકશે, પરંતુ જીએસટી બિલ મેળવવું ફરજિયાત રહેશે.
  • થાંભલાઓની વિસ્થાપન: બે થાંભલા વચ્ચે 3 મીટર અંતરની જોગવાઈમાં 25% છૂટ અને બંને બાજુ 15-15 મીટરના સપોર્ટ પિલરની જોગવાઈમાં છૂટ આપવામાં આવી છે.
તાર ફેન્સીંગ યોજના 2025
યોજનાનો હેતું પાકના રક્ષણ માટે ખેતરના ફરતે તારની વાડ બનાવવા માટે સહાય
લાભાર્થીની પાત્રતા ગુજરાતના તમામ ખેડૂત
સહાય 2 હેક્ટર જમીન વિસ્તારમાં રનિંગ મીટર દીઠ ₹ 200  અથવા કુલ ખર્ચના 50% બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય
અરજી કયાં કરવી Ikhedut Portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ઓફિસિયલ વેબસાઈટ www.ikhedut.gujarat.gov.in

રાજ્યના ખેડૂતોને પાકરક્ષણ હેતુ ખેતરની ફરતે તારફેન્સીંગ બનાવવા માટે (બે) હેક્ટર વિસ્તાર (કલસ્ટર)માં સહાય આપવાની યોજના આ યોજના હેઠળ ખેડૂત/ખેડૂતોએ જુથમાં ઓછામાં ઓછા ૨ (બે) હેક્ટર વિસ્તાર (કલસ્ટર)માટે નવી તારની વાડ બનાવવા, રનીંગ મીટર દીઠ રૂ.૨૦૦ અથવા ખરેખર થનાર ખર્ચના ૫૦% બેમાંથી જેઓછુ હોયતે મુજબ સહાય આપવામાં આવશે. ખેડૂતોની અરજીઓ સ્વીકારવા આઈ ખેડૂત પોર્ટલ પર તા.૧૨/૦૨/૨૦૨૫ થી તા. ૧૮/૦૨/૨૦૨૫ (દિન-૦૭)સુધી ખુલ્લુ મુકવામાં આવશે.

ખેડૂતોએ લેવાની કાળજી

કલસ્ટર માટે ખેડુતો દ્વારા ગ્રુપ લીડર નક્કી કરવાના રહેશે. ખેડૂત/ખેડૂતોએ જુથ દ્વારા અરજી કર્યા બાદ દિન-૭ માં ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે સાધનીક પુરાવા સાથે તાલુકાકક્ષાએ વિસ્તરણઅધિકારી(ખેતી) અથવા જિલ્લાકક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને અચૂક રજૂ કરવાનું રહેશે. ત્યાર બાદ સ્થળ ચકાસણી કર્યા પછી પૂર્વ મંજુરી આપવામાં આવશે.

તાર ફેન્‍સીંગ યોજના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ?

  • ઓનલાઈન અરજીની સહીવાળી નકલ થતા સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક
  • ૭/૧૨, ૮-અ ની નકલ અથવા વન અધિકાર પત્રની નકલ
  • ડીમાર્કશન વાળો નકશો(ફેન્સીંગ કરવા માટે પસંદ કરેલ સર્વે નંબરનો)
  • બેન્ક પાસબુકની નકલ/ રદ કરેલ ચેક
  • આધારકાર્ડની નકલ
  • કબુલાતનામું અને સ્વઘોષણા પત્રક

યોજના માટેની પાત્રતા | નિયમો

આ યોજનાનો લાભ મેળવવા માટે યોજનાની કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

  • ૨ હેક્ટરથી ઓછુ ક્લસ્ટર થતું હોય તેવી અરજી સહાયને પાત્ર રહેશે નહિ. જેની તમામ ખેડૂતોને કાળજી લેવા જણાવવામાં આવે છે.
  • પૂર્વમંજુરી મળ્યેથી જ નવીનવાડની કામગીરી ચાલુ કરવાની રહેશે.
  • જે જમીન ઉપર ખેતી થતી હોય તેવી જમીન પર જફેન્સીંગ કરવાની સહાય મળવાપાત્ર છે.

તાર ફેન્‍સીંગ યોજના માટે કેવી રીતે ઓનલાઈન અરજી કરવી?

  • પ્રથમ Google પર ‘ikhedut Portal’ પર ક્લિક કરો.
  • વેબસાઇટ પર ‘યોજના’ ઓપ્શન પર ક્લિક કરો.
  • ત્યાંથી ‘ખેતીવાડીની યોજનાઓ’ પર ક્લિક કરો.
  • તારની વાડ’ જેવી યોજના પર ક્લિક કરો.
  • યોજના અંગેની માહિતી વાંચો અને ‘અરજી કરો’ બટન પર ક્લિક કરો.
  • જો તમે રજીસ્ટર ખેડૂત છો, તો ‘હા’ પસંદ કરો.
  • તમારા આધાર કાર્ડ અને મોબાઈલ નંબર દાખલ કરો.
  • Captcha Image સબમિટ કરો.
  • જો રજીસ્ટ્રેશન ન કર્યું હોય તો ‘ના’ પસંદ કરો અને ઓનલાઇન ફોર્મ ભરો.
  • તમારું ઓનલાઇન ફોર્મ સંપૂર્ણ માહિતી સાથે ભરો.
  • ડેટા ભર્યા બાદ ‘Application Save’ કરો.
  • આ માહિતી ફરી ચકાસી ‘Application Confirm’ કરો.

નોંધો: એકવાર અરજી કન્‍ફર્મ થઈ જાય પછી કોઈ ફેરફાર શક્ય નથી.

અરજી કરવાની છેલ્લી તારીખ

તાર ફેન્‍સીંગ યોજના 2025 નો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ઓનલાઈન અરજી આઈ ખેડૂત પોર્ટલ પરથી કરી શકાશે. ખેડૂતો દ્વારા તારીખ- 12/02/2025 થી તા-18/02/2025 સુધી ચાલુ થશે.

FAQ’s- વારંવાર પૂછાતા પ્રશ્નો

1. તાર ફેન્સીંગ સહાય યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની હોય છે?
જવાબ: હા. આ યોજનાની અરજી આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન કરવાની રહેશે.
2.તાર ફેન્‍સીંગ યોજના2025 માં કેટલો લાભ મળે છે?
જવાબ: આ યોજના હેઠળ ખેડૂતને 2 હેક્ટર જમીન વિસ્તારમાં રનિંગ મીટર દીઠ ₹ 200 અથવા કુલ ખર્ચના 50% બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર થશે.
3.આ યોજનાની સહાય મંજૂરીના હુકમ પછી કેટલા દિવસમાં તાર ફેન્સિંગનું કામ પુરું કરવાનું હોય છે.?
જવાબ: અરજદાર ખેડૂતને સહાયની પૂર્વ મંજૂરી બાદ કુલ 120 દિવસમાં તાર ફેન્સિંગનું કામ પુરું કરવાનું હોય છે.

1 thought on “તાર ફેન્સીંગ યોજના 2025 શું છે? કંટાળી વાડ બનાવવા કેટલી સહાય મળે ,ફોર્મ ક્યાં ભરવું જાણો માહિતી”

Comments are closed.