RTO નો નવો નિયમ | જૂની-નવી નંબર પ્લેટનું કામ હવે RTO નહીં કરે, હવે કોણ કરશે તે પણ જાણી લો
વાહનોની મોટી સંખ્યામાં થતા વધારાને ધ્યાનમાં રાખીને, ટ્રાફિક નિયમોમાં નવીનતમ ફેરફાર 2023 જે થાય છે જેનાથી ટ્રાફિક માહિતગાર રહેવું વાહન ચાલક માટે મહત્વપૂર્ણ છે. નિયમોમાં નવીનતમ અપડેટ્સ વિશે માહિતગાર થાશું .નવા RTO ટ્રાફિક નિયમોનું પાલન કરવામાં જો કાળજી નહીં રાખીએ તો ભારે દંડમાં પરિણમી શકે છે .જેનો કોઈ પણ વ્યક્તિએ એનું પાલન કરવું ફરજિયાત છે, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા બે-જવાબદાર વાહન ચાલકો ને નિયંત્રણમાં લાવવા માટે નવા નિયમોનો કડક અમલ કરવામાં આવ્યો છે. RTO ના નવા નિયમોમાં વિવિધ સ્થળોએ 30 ANPR કેમેરાના હપ્તાની જરૂર પડે છે. પરિણામે, કડક નિયમો લાદવામાં આવ્યા છે અને ભારે દંડને રોકવા માટે
RTO New Rule : ગુજરાતના નાગરિકો પર વધુ એક બોજ પડશે. RTO માં એક મોટો નિર્ણય લેવાયો છે, જેમાં હવે જૂની-નવી નંબર પ્લેટનું કામ હવે RTO નહીં, આ કામ હવેથી વાહન ડીલરો કરશે. આરટીઓના નવા નિયમ મુજબ હવેથી જૂની-નવી નંબર પ્લેટનું કામ હવે RTO નહીં કરે. નંબર પ્લેટ બદલવાનું કામ હવે વાહન ડીલરો કરશે. ડીલરોએ સર્વિસ ચાર્જ ઉમેરતા પ્લેટ બદલવાનો ખર્ચ વધશે. સર્વિસ ચાર્જના વધારાનો બોજ હવે વાહન ચાલકો પર પડશે. એટલુ જ નહિ, નંબર પ્લેટ બદલવા માટે વાહન ડીલરો બે-બે ધક્કા ખવડાવશે. જ્યારે કે, RTO માં ઓનલાઈન અપોઈન્ટમેન્ટથી એક દિવસમાં કામ થઈ જતું હતું.
આરટીઓનો નવો આદેશ
RTO કચેરીમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટનું કામ બંધ કરવા વાહન વિભાગે આદેશ કર્યો છે. હવે વાહનની નંબર પ્લેટ ડેમેજ થઈ હોય, ફિલ્મ દૂર થઈ હોય કે ખોવાઈ ગઈ હોય તો RTO કચેરીમાં કામ નહીં થાય. પરંતુ જ્યાંથી વાહનની ખરીદી કરી હશે તે ડીલરના શોરૂમ પર જ જૂના વાહનોની નંબર પ્લેટની કામગીરી થશે.
વાહન ડીલરોને કામગીરી સોંપાતા સર્વિજ ચાર્જ ઉમેરાશે
આ ઉપરાંત જૂના વાહનોની નંબર પ્લેટના કામ માટે વિવિધ દર નક્કી કરાયા હતા. પરંતુ હવે વાહન ડીલરોને કામગીરી સોંપાતા સર્વિજ ચાર્જ ઉમેરાશે. જેથી જૂના વાહનોમાં નંબર પ્લેટની કોઈપણ કામગીરી કરાવવાનો ખર્ચ વધશે. પહેલાં RTO કચેરીમાં ઓનલાઈન અપોઈન્ટમેન્ટ લઈને જતાં ગ્રાહકનું કામ એક જ દિવસમાં થઈ જતું હતું. પરંતુ હવે વાહન ડીલરના શોરૂમ પર જઈને પ્રથમ પુરાવા અને ફી ભરવી પડશે. પછી બીજીવાર નંબર પ્લેટ ફીટ કરાવવા માટે ધક્કો ખાવો પડશે.
આ ઉપરાંત અત્યાર સુધી એક જ વાહનમાં ત્રીજી વખત નંબર પ્લેટ તૂટી જાય તો તેવા કિસ્સામાં કંપની પોલીસ ફરિયાદનો આગ્રહ રાખતી હતી. પરંતુ વાહન ડીલરો તો પ્રથમવાર નંબર પ્લેટ તૂટી જાય તો પોલીસ ફરિયાદનો આગ્રહ રાખી રહ્યા છે. પોતાની રીતે સર્વિસ ચાર્જ વસૂલવાનું શરૂ કરી દીધું છે. નંબર પ્લેટનું કામ કરતી કંપનીનો કોન્ટ્રાક્ટ પૂરો થઇ જતાં આરટીઓ કચેરીમાંથી જગ્યા છોડવા આદેશ કરાયો છે. પરંતુ વાહન ડીલરોને જૂના કે નવા વાહનો માટે નંબર પ્લેટ પૂરી પાડશે.
વોટ્સઅપ ગ્રુપમા જોડવ | અહી ક્લિક કરો |
ઈન્સ્ટાગ્રામ | ફોલો કરો |
યુટુબ ચેનલ | સબસ્ક્રાઈબ કરો |