PM Vidya Lakshmi Yojana: પીએમ વિદ્યાલક્ષ્મી યોજના ગેરંટી વગર ₹ 10 લાખ સુધી એજ્યુકેશન લોન

PM Vidya Lakshmi Yojana: પીએમ વિદ્યાલક્ષ્મી યોજના ગેરંટી વગર ₹ 10 લાખ સુધી એજ્યુકેશન લોન, જાણો યોગ્યતા અને અરજી કરવાની રીત

PM Vidya Lakshmi Yojana Eligibility And Benefits: પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ ઉચ્ચ અભ્યાસ માટે 10 લાખ રૂપિયા સુધીની લોન મળશે. કેન્દ્ર સરકાર આ લોનગેરંટી વગર અને ઓછા વ્યાજદર પર આપશે. જાણો યોજનાનો લાભ મેળવવા માટે યોગ્યતા અને નિયમો. કેન્દ્રીય કેબિનેટે 6 નવેમ્બરે ઉચ્ચ શિક્ષણમાં હોશિયાર વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે PM વિદ્યાલક્ષ્મી યોજનાને મંજૂરી આપી હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય દર વર્ષે દેશની ટોપની 860 ગુણવત્તાયુક્ત ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવનારા 22 લાખથી વધુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક લોન આપવાનો છે. ચાલો જાણીએ કે આ યોજના હેઠળ કયા વિદ્યાર્થીઓને ફાયદો થશે અને લોન કેવી રીતે મેળવવી યોગ્યતા શું હોવી જોઈએ.

PM Vidya Lakshmi Yojana : પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ 10 લાખ સુધીની લોન

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના શરૂ કરવાનો હેતુ NERF Rankingમાં ધરાવતી સ્થાનિક શૈક્ષણિક સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયા સુધીની લોન આપવાનો છે. યુજીસીના ચેરમેન એમ જગદીશ કુમારે જણાવ્યું કે, કેન્દ્ર દ્વાર અનુદાનિત કે 101 થી 200 NERF Rankingમાં સામેલ રાજ્ય સરકાર દ્વારા ફંડેડ અથવા 100 રેન્કની અંદર સ્થાન મેળવનાર કોઇ પણ ઉચ્ચ શૈક્ષિણક સંસ્થામાં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીને આ લોન મળશે. ભારત સરકારે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે PM વિદ્યાલક્ષ્મી યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ 7.50 લાખ સુધીની લોન પર સરકાર 75% ક્રેડિટ ગેરેંટી આપશે. આ યોજનાનો લાભ 860 સંસ્થાઓના 22 લાખથી વધુ વિદ્યાર્થીઓને મળશે. 8 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારના બાળકો આ યોજના માટે પાત્ર બનશે. આ યોજના હેઠળ 10 લાખ સુધીની શિક્ષણ લોન પર 3% વ્યાજ અનુદાન પણ આપવામાં આવશે.

દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીને મળશે પીએમ વિદ્યાલક્ષ્મ યોજનાનો લાભ

જો કે પીએમ વિદ્યાલક્ષ્મી યોજનાનો લાભ દર વર્ષે માત્ર 1 લાખ વિદ્યાર્થીઓને મળશે. તમને જણાવી દઇયે કે, કેન્દ્ર સરકારે પીએમ વિદ્યાલક્ષ્મી યોજના માટે વર્ષ 2024-25થી 2030-31 માટે 3600 કરોડ રૂપિયા ફાળવ્યા છે, જેનો 7 લાખ વિદ્યાર્થીઓને લાભ મળવાની અપેક્ષા છે. આ યોજનામાં દર વર્ષે એક લાખ વિદ્યાર્થીઓ માટે 3 ટકા વ્યાજ સબસિડી અને ઇ-વાઉચર્સ સામેલ હશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના કેન્દ્રીય બજેટ ભાષણમાં પીએમ વિદ્યાલક્ષ્મી યોજનાની જાહેરાત કરી હતી.

 

PM Vidya Lakshmi Yojana Eligibility And Benefits: પીએમ વિદ્યાલક્ષ્મી યોજના માટે યોગ્યતા અને ફાયદા

  • પીએમ વિદ્યાલક્ષ્મી યોજના માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • આ લોન માત્ર ઉચ્ચ અભ્યાસ માટે મળશે. તેમા NERF Rankingમાં ધરાવતી સ્થાનિક ઉચ્ચ શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશનાર વિદ્યાર્થીને લોન મળશે.
  • 7.5 લાખ રૂપિયા સુધીની લોન પર કેન્દ્ર સરકાર પોતાની તરફથી 75 ટકા ક્રેડિટ ગેરંટી આપશે.
  • 8 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા વિદ્યાર્થીને 10 લાખ સુધીની લોન મળશે.
  • પીએમ વિદ્યાલક્ષ્મી યોજનામાં વિદ્યાર્થીને 10 લાખ રૂપિયા સુધીની લોન પર 3 ટકા વ્યાજ રાહત મળશે.
  • લોન પર આ વ્યાજ રાહત લોન પહેલાથી 4.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા વિદ્યાર્થીઓને મળી રહેલા સંપૂર્ણ વ્યાજ મુક્તિ ઉપરાંત હશે.
  • જે વિદ્યાર્થીને અગાઉ થી અન્ય સરકારી સ્કોલરશિપ મળી રહે છે, તે પીએ વિદ્યાલક્ષ્મી યોજનાનો લાભ લઇ શકશે નહીં.
  • પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં ટેકનિકલ અને પ્રોફેશનલ કોર્સ કરનાર વિદ્યાર્થીઓને લોન મળશે.

How To Apply For PM Vidya Lakshmi Yojana : પીએમ વિદ્યાલક્ષ્મી યોજના માટે અરજી કેવી રીતે કરવી

કેન્દ્ર સરકારની આ પીએમ વિદ્યાલક્ષ્મી યોજના માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ એક એકીકૃત પોર્ટલ પીએમ વિદ્યાલક્ષ્મી પર ઓનલાઈન અરજી કરવી પડશે. અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ, ફોટો, શૈક્ષણિક માર્કશીટ, સંબંધિત શૈક્ષિણક સંસ્થાનું એડમિશન લેટર અને આઈડી કાર્ડની જરૂર પડશે.

લોન માટે ક્યાં અને કેવી રીતે અરજી કરવી?

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ લોન લેવા માટે વિદ્યાર્થીએ ઓફિશિયલ વેબસાઇટ vidyalakshmi.co.in પર જઈને અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે વિદ્યાર્થીઓએ 10 અને 12માં 50% પાસ હોવા જોઈએ. આ સાથે જે કોલેજમાં એડમિશન લઈ રહ્યા છે તેનો પત્ર પણ આવશે. ત્યાર બાદ વેરિફિકેશન કરવામાં આવશે. ત્યાર બાદ જ સંબંધિત વિદ્યાર્થીઓને યોજનાનો લાભ આપવામાં આવશે.

 

Tags :

.