નવી આધાર એપ વિશે સંપૂર્ણ માહિતી: આધાર કાર્ડ હવે તમારા મોબાઇલમાં!
આજના ડિજીટલ યુગમાં દરેક નાગરિક માટે આધાર કાર્ડ અત્યંત મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયો છે. હવે UIDAI (યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા) દ્વારા નવી “આધાર એપ” લોન્ચ કરવામાં આવી છે, જેનાથી તમે આધાર સંબંધિત તમામ કામ Mobail થી ઘરે બેઠા જ કરી શકો છો.
Aadhaar FaceRD App Launched: લાંબા સમય સુધી રાહ જોયા પછી UIDAI એ ગુગલ પ્લે સ્ટોર પર તેની નવી આધાર એપ લોન્ચ કરી છે. તે હાલમાં અર્લી એક્સેસ વર્ઝનમાં એટલે કે હાલમાં ટેસ્ટીંગ ફેઝમાં છે પરંતુ એન્ડ્રોઇડ યુઝર્સ તેને ડાઉનલોડ કરીને તેનો ઉપયોગ શરૂ કરી શકે છે, પરંતુ આઇફોન યુઝર્સે તેના માટે વધુ રાહ જોવી પડશે. હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે આ નવી આધાર એપમાં શું નવું અને ખાસ છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો? તે જાણીએ.
નવી આધાર એપની કેટલીક મુખ્ય વિશેષતાઓ અહીં છે:
- હવે હોટલ, એરપોર્ટ, સિમ કાર્ડ ખરીદતી વખતે કે અન્ય કોઈ જગ્યાએ તમારા આધાર કાર્ડની ફોટોકોપી સબમિટ કરવાની જરૂર રહેશે નહીં.
- આ એપ આધાર શેરિંગને વધુ સુરક્ષિત અને અનુકૂળ બનાવવા માટે લોન્ચ કરવામાં આવી છે.
- આ એપની મદદથી, કોઈપણ વપરાશકર્તા તેમની ઓળખ ડિજિટલી ચકાસી શકશે.
- હવે આધાર કાર્ડની ફોટોકોપી સબમિટ કરવાની જરૂર રહેશે નહીં.
- અત્યાર સુધી, લોકોને ઓળખ ચકાસણી માટે વિવિધ સ્થળોએ તેમના આધાર કાર્ડની ફોટોકોપી સબમિટ કરવાની જરૂર પડતી હતી.
નવી આધાર એપ ગુગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. હાલમાં તે ડેવલપર વર્ઝનમાં છે પરંતુ એન્ડ્રોઇડ યુઝર્સ તેને ડાઉનલોડ કરીને તેનો ઉપયોગ શરૂ કરી શકે છે. iPhone યુઝર્સે આ માટે વધુ રાહ જોવી પડશે. નવી આધાર એપ દ્વારા, હવે કોઈપણ યુઝર પોતાની ઓળખ ડિજિટલી વેરિફાઇ કરાવી શકે છે.
નવી એપનો ઉપયોગ કરવા માટે, તમારે તેને તે જ મોબાઇલમાં ડાઉનલોડ કરવી જરૂરી છે જેમાં આધાર સાથે લિંક કરેલું સિમ કાર્ડ હાજર છે. તમારા ફોનમાં એપ ઇન્સ્ટોલ કર્યા પછી, તમારે તમારો આધાર નંબર દાખલ કરવો પડશે. આધાર સાથે લિંક કરેલા નંબર પર મળેલ OTP દાખલ કર્યા પછી, તમને ફેસ ઓથેન્ટિકેશનનો વિકલ્પ દેખાશે. ફેસ સ્કેન કર્યા પછી, તમને 6-અંકનો પિન સેટ કરવાનું કહેવામાં આવશે.