હવે આધાર કાર્ડ અપડેટ મફતમાં કરો જાણો છેલ્લી તારીખ | Aadhaar Card Update Free 2026: Last Date?

UIDAI News: હવે આધાર કાર્ડ અપડેટ મફતમાં કરો, જાણો છેલ્લી તારીખ

આધાર કાર્ડ આજે ભારતના સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક છે. બેંકિંગ કામથી લઈને સરકારી યોજનાઓનો લાભ લેવા સુધી આધાર કાર્ડ ફરજિયાત માનવામાં આવે છે. જો તમારું આધાર કાર્ડ બન્યા ને 10 વર્ષથી વધુ સમય વીતી ગયો છે, તો હવે તેને અપડેટ કરવું ખૂબ જ જરૂરી છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI) સમયાંતરે આધાર અપડેટ અંગે માર્ગદર્શન આપે છે.

આધાર કાર્ડ મફત અપડેટ કરવાની છેલ્લી તારીખ – 14 જૂન, 2026 સુધી તક

ભારત સરકાર હેઠળની UIDAI (Unique Identification Authority of India) તરફથી આધાર કાર્ડધારકો માટે ખાસ સુવિધા આપવામાં આવી છે. આધાર કાર્ડમાં આપેલી માહિતીમાં જો કોઈ ભૂલ હોય કે પછી નવીનતમ માહિતી અપડેટ કરવાની જરૂર હોય, તો હવે મફતમાં ઓનલાઇન અપડેટ કરવાની તક આપવામાં આવી છે.

શું અપડેટ કરી શકાશે?

  • સરનામું (Address)
  • ઓળખાણ પુરાવા (Identity proof)
  • જન્મતારીખ/જન્મ વર્ષ (Date of Birth)
  • અન્ય આધારિત દસ્તાવેજોની વિગતો
નોંધ: મફત સુવિધા માત્ર myAadhaar પોર્ટલ દ્વારા ઓનલાઇન અપડેટ કરવા પર જ લાગુ પડે છે. જો તમે આધાર સેન્ટર પર જઈને અપડેટ કરાવશો તો સામાન્ય ચાર્જ લાગશે.

છેલ્લી તારીખ

આ મફત સુવિધાનો લાભ લેવા માટે UIDAI દ્વારા નક્કી કરેલી છેલ્લી તારીખ છે:
👉 14 જૂન, 2026

કેવી રીતે કરો મફત અપડેટ?

  • myAadhaar.uidai.gov.in વેબસાઇટ પર જાઓ.
  • “Login” વિકલ્પ પસંદ કરો અને તમારો આધાર નંબર તથા OTP વડે લોગિન કરો.
  • “Update Document” વિકલ્પ પર ક્લિક કરો.
  • જરૂરી દસ્તાવેજ PDF/JPEG ફોર્મેટમાં અપલોડ કરો.
  • સબમિટ કર્યા પછી તમને Acknowledgement Slip મળશે.
  • ત્યારબાદ તમને URN (Update Request Number) મળશે, જેના દ્વારા તમે સ્ટેટસ ટ્રેક કરી શકશો.

બાળકો માટે ફરજિયાત અપડેટ

UIDAIએ સ્પષ્ટ કર્યું છે કે બાળકો માટે આધાર અપડેટ કરાવવું જરૂરી છે. જ્યારે બાળકની ઉંમર 5 વર્ષ અને પછી 15 વર્ષ થાય ત્યારે આધાર અપડેટ ફરજિયાત છે.

👉 આમ, જો તમારું આધાર અપડેટ બાકી હોય તો તરત જ 14 જૂન, 2026 પહેલાં મફત ઓનલાઇન અપડેટ કરવાની તક ચૂકી ન જશો.

 

Similar Posts