આજનો ઈતિહાસ ટેકનોલોજી રમત ગમત ક્વોટસ | શાયરી ફોટો ગેલેરી આરોગ્ય ફેશન શૈક્ષણિક બેન્કિંગ ખેતીવાડી

Instagram

Follow Now

ડ્રાઇવિંગ લાઇસન્સ ખોવાઈ જાય તો શું કરવું?:જાણો ડુપ્લિકેટ DL મેળવવાની પ્રક્રિયા

By Universal Gujarat

Updated on:

ડ્રાઈવિંગ લાઈસન્સ ખોવાઈ ગયું છે, તો ચિંતા ન કરો, આ રીતે મેળવો ડુપ્લિકેટ લાઇસન્સ

જો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ ખોવાઈ ગયું છે, તો ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે તમે સરળતાથી તેની ડુપ્લિકેટ કોપી બનાવી શકો છો. આ માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ડુપ્લિકેટ લાઇસન્સ પણ અસલની જેમ વાપરી શકાય છે અને તે સમાન રીતે માન્ય છે.

  • આ રીતે ઘરે બેઠા કરો DL માટે અરજી 
  • નહીં ખાવા પાડે RTOના ધક્કા 
  • જાણો શું છે પ્રોસેસ

ડ્રાઇવિંગ લાઇસન્સ (DL) એક મહત્ત્વનો દસ્તાવેજ છે. તે આપણને કાયદેસર રીતે વાહન ચલાવવાનો અધિકાર આપે છે. પરંતુ ક્યારેક એવું બને છે કે આપણું DL ખોવાઈ જાય છે, ચોરાઈ જાય છે અથવા એટલું બધું નુકસાન થાય છે કે તેના પર લખેલી માહિતી વાંચી શકાતી નથી.

આવી સ્થિતિમાં, લોકો ઘણીવાર મૂંઝવણમાં મુકાય છે કે હવે શું કરવું અને ફરીથી લાઇસન્સ કેવી રીતે મેળવવું. ગભરાવાની જરૂર નથી. આવા કિસ્સાઓમાં, તમે સરળતાથી ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરી શકો છો. ડિજિટલ પ્રગતિને કારણે, આ પ્રક્રિયા હવે ખૂબ જ સરળ બની ગઈ છે.

તમે કેન્દ્ર સરકારની પરિવહન સેવા ‘ટ્રાન્સપોર્ટ સેવા પોર્ટલ’ દ્વારા ઘરે બેઠા ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરી શકો છો. આ માટે, તમારે ફક્ત કેટલાક જરૂરી દસ્તાવેજો સાથે એક સરળ ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

કોણ કરી શકે છે ડુપ્લિકેટ ડીએલ માટે અરજી

– તમારું DL ખોવાઈ ગયું છે અથવા ખરાબ થઈ ગયું હોય
– ડ્રાઇવિંગ લાઇસન્સ ફાટી જાય કે તૂટે અથવા DL પરની વિગતો ભૂંસાઈ ગઈ હોય
– જ્યારે તમારા DL પર ફોટોગ્રાફ બદલવાની જરૂર હોય.

ઓનલાઇન એપ્લિકેશન માટે ફોલો કરો આ સ્ટેપ્સ

  • સૌ પ્રથમ, તમારે લોકોએ https://parivahan.gov.in/parivahan પર જવું પડશે અને પછી ઓનલાઈન સેવા સાથેના વિભાગ પર ક્લિક કરવું પડશે.

driving-license

  • ઓનલાઈન સર્વિસ સેક્શનમાં તમારે ”ડ્રાઈવિંગ લાયસન્સ રિલેટેડ” સેવાના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • તમારું રાજ્ય પસંદ કરો અને આગળ વધો પર ક્લિક કરો.
  • આ પછી, ”એપ્લાય ફોર ડુપ્લિકેટ DL” પર ક્લિક કર્યા પછી બધી સૂચનાઓને ધ્યાનથી વાંચ્યા પછી, તમારે ”Continue” પર ક્લિક કરવાનું રહેશે.
  • તમારો DL નંબર, જન્મ તારીખ, કેપ્ચા કોડ દાખલ કર્યા પછી તમારે DL વિગતો મેળવો પર ક્લિક કરવાનું રહેશે.
  • લાઇસન્સ વિગતોની ચકાસણી કર્યા પછી, મોબાઇલ નંબર અને આધાર નંબર દાખલ કરો અને ”Continue” પર ક્લિક કરો.
  • તમને સેવાઓની List દેખાશે, જેમાંથી તમારે ડુપ્લિકેટ ડીએલનો મુદ્દો પસંદ કર્યા પછી આગળ વધવા પર ક્લિક કરવાનું રહેશે.
  • તમારી સામે એક નવું પેજ ખુલશે, અહીં તમારે ડુપ્લિકેટ લાયસન્સ માટે અરજી કરવાનું કારણ જણાવવું પડશે. કારણ આપ્યા બાદ તમારે ”કન્ફર્મ બટન” પર ક્લિક કરવાનું રહેશે.
  • સ્ક્રીન પર દર્શાવેલ કોડ દાખલ કરો અને સબમિટ બટન દબાવો. સબમિટ બટન દબાવ્યા પછી, તમને એકનોલેજમેન્ટ સ્લિપ મળશે, જેને તમે સાચવી શકો છો અને રાખી શકો છો અથવા તેની પ્રિન્ટ આઉટ લઈ શકો છો અને તમારી પાસે રાખી શકો છો.
  • ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ માટે તમે ઓનલાઈન પેમેન્ટ કરશો કે તરત જ તમારી અરજી RTO ને મોકલવામાં આવશે.

ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ ફી

સામાન્ય રીતે ખોવાયેલા ડ્રાઇવિંગ લાયસન્સની ડુપ્લિકેટ કોપી મેળવવા માટે ફી તરીકે 200 રૂપિયાની રકમ લેવામાં આવે છે. જો કે, જો તમને સ્માર્ટ કાર્ડ વર્ઝન જોઈએ છે, તો તમારે તેના માટે 400 રૂપિયા ચૂકવવા પડશે.

જરૂરી દસ્તાવેજો

  • ફોર્મ LLD: આ ડુપ્લિકેટ લાઇસન્સ માટેની અરજીનું ફોર્મ છે.
  • FIR ની નકલ (જો લાઇસન્સ ખોવાઈ ગયું હોય કે ચોરાઈ ગયું હોય તો): જો તમારું DL ખોવાઈ ગયું હોય કે ચોરાઈ ગયું હોય, તો તમારે પોલીસ સ્ટેશનમાં FIR (First Information Report) નોંધાવવી પડશે અને તેની એક નકલ અરજી સાથે જોડવી પડશે.
  • મૂળ ડ્રાઇવિંગ લાઇસન્સ (જો નુકસાન થયું હોય તો): જો તમારું DL ફાટી ગયું હોય, ખરાબ થઈ ગયું હોય અથવા ફોટો ન દેખાતો હોય, તો તમારે તમારું મૂળ નુકસાન થયેલું DL જમા કરાવવું પડશે.
  • ઉંમરનો પુરાવો:
    • આધાર કાર્ડ
    • પાન કાર્ડ
    • પાસપોર્ટ
    • જન્મ પ્રમાણપત્ર
    • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • સરનામાનો પુરાવો:
    • આધાર કાર્ડ
    • પાસપોર્ટ
    • વીજળી બિલ
    • ટેલિફોન બિલ
    • રેન્ટલ એગ્રીમેન્ટ (ભાડા કરાર)
    • વોટર આઈડી
  • તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ: સામાન્ય રીતે 2-3 ફોટોગ્રાફ્સની જરૂર પડે છે.
  • નિર્ધારિત ફી: ડુપ્લિકેટ DL બનાવવા માટેની નિર્ધારિત ફી ચૂકવવી પડશે.