‘મન ફાવે ત્યાં ફરો’ યોજના, ઉનાળુ વેકેશન માટે એસટી નિગમ દ્વારા ગુજરાતવાસીઓને ભેટ | GSRTC NEW SCHEME
હવે માત્ર રૂપિયા 450 થી લઈને રૂપિયા 1,450 સુધીમાં 4 દિવસથી લઈ 7 દિવસ સુધી સમગ્ર ગુજરાતના કોઈપણ ખૂણે મુસાફરી કરી શકે છે.
ગુજરાત એસટી નિગમ દ્વારા મન ફાવે ત્યાં ફરો નામની યોજના આગામી ઉનાળુ વેકેશન જોતા મૂકવામાં આવી છે જે અંતર્ગત કોઈપણ ગુજરાતી માત્ર રૂપિયા 450 થી લઈ રૂપિયા 1450 સુધીમાં ચાર દિવસથી લઈ સાત દિવસ સુધી સમગ્ર ગુજરાતના કોઈપણ ખૂણે મુસાફરી કરી શકે છે તેમજ સલામત સવારીની સાથોસાથ વિશેષ સુવિધા મેળવી શકે છે.
તમામ એસટી ડેપો પર યોજના લાગુ
સમગ્ર દેશમાં સૌથી વધુ પ્રવાસ ગુજરાતીઓ કરે છે ત્યારે ગુજરાત એસટી નિગમ દ્વારા મન ફાવે ત્યાં ફરો નામની યોજના કાર્યરત કરાય છે જે અંબાજીથી ઉમરગામ તેમજ કચ્છથી કાઠીયાવાડ સુધી અમલી બની રહેશે તેમજ ગુજરાતના તમામ એસટી ડેપો સહિત એસટી નિગમની તમામ ગુર્જર નગરી અને અન્ય એક્સપ્રેસ બસોમાં લાગુ પડશે ગુજરાત એસટી નિગમ દ્વારા નોન એસી સ્લીપર કોચમાં પણ આ યોજના અમલી ગણાશે, ગુજરાત ભરના તમામ એસ ટી ડેપોમાં આ યોજના લાગુ કરવામાં આવી છે.
શું છે આ યોજના ??
આ યોજના અંબાજીથી ઉમરગામ અને કચ્છથી કાઠિયાવાડ સુધીના તમામ વિસ્તારોમાં લાગુ થશે. ગુજરાતના દરેક એસટી ડેપો પર આ યોજના કાર્યરત રહેશે. ગુર્જર નગરી, એક્સપ્રેસ બસો તેમજ નોન-એસી સ્લીપર કોચમાં પણ આ યોજનાનો લાભ મળશે. આ રીતે રાજ્યના તમામ એસટી ડેપોમાંથી મુસાફરો આ સેવાનો ઉપયોગ કરી શકશે.
આ યોજના મુસાફરો માટે સસ્તી અને સુરક્ષિત સફરનું બનશે માધ્યમ
આ યોજના મુસાફરો માટે સસ્તી અને સુરક્ષિત સફરનું માધ્યમ બનશે તે નિશ્ચિત છે. એક જ પાસથી સમગ્ર ગુજરાતમાં ફરવાની સુવિધા મળશે. એસટી નિગમની આ યોજના હેઠળ 1450 રૂપિયામાં સાત દિવસ સુધી ગુર્જર નગરીથી લઈને સુપર એક્સપ્રેસ બસોમાં મુસાફરી કરી શકાશે, જ્યારે 850 રૂપિયામાં ચાર દિવસનો પ્રવાસ શક્ય બનશે. પરિવાર સાથે મુસાફરી કરવા ઈચ્છતા લોકો માટે 450 રૂપિયામાં અડધી ટિકિટનો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે.
સર્વિસના પ્રકાર મુજબ મુસાફરો પાસેથી ભાડાની રકમ લેવામાં આવશે
સર્વિસના પ્રકાર મુજબ મુસાફરો પાસેથી ભાડાની રકમ લેવામાં આવશે. જેમાં બાળકો અને પુખ્ત વયના વ્યક્તિઓમાં પીક સિઝનમાં એપ્રિલ, મે, જુન, ઓક્ટોબર અને નવેમ્બર મહિના અને સ્કેલ સિઝનમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, જુલાઈ ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ડિસેમ્બર મહિના પ્રમાણે ભાડામાં તફાવત જોવા મળશે.