હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વીટ કરીને જાહેરાત કરી છે કે, કંડકટર કક્ષા માટે 571 દિવ્યાંગ ઉમેદવારોની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે
- GSRTC માં દિવ્યાંગ ઉમેદવારોની ભરતી થશે જાહેર
- કંડકટર કક્ષા માટે 571 દિવ્યાંગ ઉમેદવારોની ભરતી થશે જાહેર
- વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી આપી જાણકારી
ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)માં દિવ્યાંગ ઉમેદવારો માટે નોકરીના મોટા સમાચાર સામે આવ્યા છે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વીટ કરીને જાહેરાત કરી છે કે, કંડકટર કક્ષા માટે 571 દિવ્યાંગ ઉમેદવારોની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકારનું આ પગલું દિવ્યાંગ વર્ગને સશક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ બની રહેશે. જે દિવ્યાંગોને રોજગારના અવસરો પૂરા પાડીને તેમના જીવનને વધુ સક્ષમ બનાવશે.
જાહેરાત વિગતો | માહિતી |
ભરતી કરનાર સંસ્થા | ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ |
પોસ્ટનું નામ | કંડકટર |
કેટેગરી | દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ |
જગ્યાઓ | 571 |
પગાર ધોરણ | પાંચ વર્ષ માટે રૂ. 26,000/- |
અરજી કરવાનો પ્રકાર | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ગુજરાત |
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ | 16/09/2025 |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 01/10/2025 |
સત્તાવાર વેબસાઇટ | https://gsrtc.in |
GSRTC માં દિવ્યાંગ ઉમેદવારોની ભરતી થશે જાહેર
નોંધનીય છે કે રાજ્યના મંત્રી મંત્રી હર્ષ સંઘવીએ તેમના ટ્વીટમાં જણાવ્યું, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ટૂંક સમયમાં OJAS વેબસાઈટ પર કંડક્ટર કક્ષામાં ૫૭૧ દિવ્યાંગ ઉમેદવારોની ભરતી માટે જાહેરાત જારી કરવામાં આવશે. આ જાહેરાતથી દિવ્યાંગ ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, નોકરી ઇચ્છુક દિવ્યાંગોએ આગળની પ્રક્રિયા માટે તૈયારી શરૂ કરી દીધી છે.GSRTCમાં કંડકટરની ભરતી પ્રક્રિયા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ રહેશે
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ટૂંક સમયમાં OJAS વેબસાઈટ પર કંડક્ટર કક્ષામાં ૫૭૧ દિવ્યાંગ ઉમેદવારોની ભરતી માટે જાહેરાત જારી કરવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત: GSRTC Conductor Recruitment 2025
- ધોરણ 12 પાસની માર્કશીટ માત્ર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા અન્ય માન્ય સમકક્ષ બોર્ડની જ સ્વીકાર્ય રહેશે.
- જો ઉમેદવાર પાસે સમકક્ષ લાયકાત હોય, તો તે લાયકાત પણ અરજી કરવાની છેલ્લી તારીખ પહેલા મેળવેલી હોવી આવશ્યક છે. છેલ્લી તારીખ પછી મેળવેલી લાયકાત માન્ય ગણાશે નહીં અને અરજી રદ કરવામાં આવશે.
- ડિપ્લોમા માટે, માત્ર ધોરણ 10 પછી કરાયેલ ડિપ્લોમા (જેમ કે 10+3 અથવા વધુ વર્ગનો કોર્સ) જ માન્ય ગણાશે.
- ઉમેદવારએ ઓનલાઈન અરજી ભરતી વખતે પોતાની ધોરણ 12 અથવા સમકક્ષ પરીક્ષાની માર્કશીટમાં મેળવેલા કુલ ગુણને આધારે ટકાવારી ગણવી અને એ મુજબ વિગતો ભરવી રહેશે.
જરૂરી પ્રમાણપત્રો: GSRTC Conductor Recruitment 2025
- ધોરણ 12 પાસની માર્કશીટ
- ઉંમરનો પુરાવો જાતિ પ્રમાણપત્ર
- કોમ્પ્યુટરનો અભ્યાસ/પ્રમાણપત્ર
- કન્ડક્ટર લાઇસન્સ
- ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ
- બેઝ અને વર્ગનો પ્રમાણપત્ર / માર્કશીટ
ઉંમર મર્યાદા: GSRTC Conductor Recruitment 2025
- 18 થી 33 વર્ષની વયના (જન્મ તારીખ: 01/10/1992 થી 01/10/2007 વચ્ચે) ઉમેદવારો અરજી કરવા લાયક ગણાશે.
- અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવાર ઉંમર ગણવામાં આવશે.
અરજી ફી: GSRTC Conductor Recruitment 2025
વિગત | માહિતી |
---|---|
ઉમેદવારો | દિવ્યાંગ (PH) કેટેગરીના તમામ પુરુષ અને મહિલા ઉમેદવારો |
ચુકવવાની ફી | રૂ. 200/- (પ્રોસેસ ફી) + રૂ. 36/- (GST) = કુલ રૂ. 236/- |
ચુકવણી રીત | ઓનલાઈન |
Note:- જો ઉમેદવાર 1:15 ના રેશિયો મુજબ પસંદગીમાં આવતો ન હોય (એટલે કે OMR લખિત પરીક્ષા આપવા માટે પસંદગીમાં સામેલ ન થાય) તો પણ ભરેલી પ્રોસેસ ફી કોઈપણ પરિસ્થિતિમાં પરત આપવામાં નહીં આવે.
અરજી કરવાની મહત્વપૂર્ણ તારીખો: GSRTC Conductor Recruitment 2025
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ | 16/09/2025 |
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ | 01/10/2025 |
અરજી ફી ભરવાની છેલ્લી તારીખ | 03/10/2025 |
GSRTC માં ભરતીની જાહેરાતથી દિવ્યાંગોમાં ખુશીની લહેર
ઉલ્લેખનીય છે કે આ જાહેરાત રાજ્યમાં દિવ્યાંગો માટે રોજગારના અવસરો વધારવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. મંત્રી સંઘવીના એકસ પર ટ્વિટ બાદ હવે દિવ્યાંગ ઉમેદવારોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં 571 કંડકટર કક્ષા માટે રાજ્ય સરકાર ખાસ ભરતી કરશે. ઉમેદવારો GSRTCની અધિકૃત વેબસાઈટ અથવા નજીકના ડિપોમાંથી વધુ વિગતો મેળવી શકે છે.
અરજી કરવા માટે મહત્વપૂર્ણ લિંક્સ: GSRTC Conductor Recruitment 2025
નોટીફિકેશન ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |