આધાર કાર્ડનું મોટું અપડેટ: ઘરે બેઠા આધાર કાર્ડનો મોબાઇલ નંબર બદલો, જાણો કેવી રીતે

November 28, 2025 4:48 PM
Share on Media
આધાર કાર્ડ

આજના ડિજિટલ યુગમાં, આધાર કાર્ડ (Aadhaar Card) સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંથી એક બની ગયું છે. સરકારી યોજનાઓનો લાભ લેવાથી માંડીને બેંકિંગ અને અન્ય ઓનલાઈન સેવાઓ માટે, આધાર સાથે લિંક કરેલો મોબાઇલ નંબર (Mobile Number) હોવો અનિવાર્ય છે.

પરંતુ, જો તમારો જૂનો મોબાઇલ નંબર બદલાઈ ગયો હોય કે બંધ થઈ ગયો હોય, તો તેને અપડેટ કરાવવું એક માથાનો દુખાવો બની રહેતું હતું. આધાર સેવા કેન્દ્ર પર લાંબી કતારોમાં ઊભા રહેવું પડતું હતું.

Aadhar Mobile Number Update: આધાર કાર્ડમાં મોબાઇલ નંબર ચેન્જ કરવાનું હવે સહેલું થઈ રહ્યું છે. અત્યાર સુધી આ નંબર બદલાવવા માટે સેન્ટર પર જવું પડતું હતું. જોકે હવે યુઝર્સ તેમની આધાર એપ્લિકેશન પરથી જ એને બદલી શકશે. આ માટે ધ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેઓ હવે આધાર સર્વિસમાં બદલાવ કરવા જઈ રહ્યાં છે. આ બદલાવમાં હવે યુઝર્સ તેમના મોબાઇલ નંબરને ઑનલાઇન બદલી શકશે. નંબર બદલવા માટે પણ યુઝર્સે ઘણી લાઇનમાં ઊભા રહેવું પડતું હતું અને એ માટે સમય નીકળી જતો હતો. જોકે હવે આ પ્રોસેસને ખૂબ જ સરળ અને ઝડપી બનાવવામાં આવી રહી છે.

કેવી રીતે કરવામાં આવશે અપડેટ? જાણો વીડિયો દ્વારા સંપૂર્ણ માહિતી

તમારા મતે, આધાર સાથે જોડાયેલી કઈ સેવા ઘરે બેઠા મળવી સૌથી વધુ જરૂરી છે? 

Jagdish Limbadiya

હું Jagdish Limbadiya, છેલ્લા 5 વર્ષથી Article Writing ( Bloging ) અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ સમાચાર, સરકારી યોજના, ઉપયોગી માહિતી, રસપ્રદ લેખો, વીડિયો અને ઘણું બધું જાણવાનો સાચી અને સચોટ વાસ્તવિક માહિતી આપવાનો છે.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now