ભારતમાં આધાર કાર્ડ હવે દરેક માટે સૌથી જરૂરી ઓળખપત્ર બની ગયું છે. મોટા લોકોને જેમ આધાર કાર્ડ અપડેટ કરવાની જરૂર પડે છે, તેમ જ બાળકો માટે પણ બાયોમેટ્રિક અપડેટ ફરજિયાત છે. UIDAI (યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા) એ બાળકો માટે ખાસ નિયમ બનાવ્યો છે કે તેઓએ 5 થી 7 વર્ષ અને 15 થી 17 વર્ષ ની ઉંમરે આધાર કાર્ડમાં બાયોમેટ્રિક અપડેટ કરાવવું ફરજિયાત છે.
શા માટે જરૂરી છે બાયોમેટ્રિક અપડેટ ?
બાળકના જન્મ સમયે આધાર કાર્ડમાં માત્ર ફોટોગ્રાફ અને પેરન્ટ્સની માહિતી લેવામાં આવે છે. પરંતુ ઉંમર વધતાં બાળકોના ચહેરાના લક્ષણો, આઇરિસ અને ફિંગરપ્રિન્ટ બદલાતા રહે છે. આ કારણે 5 થી 7 વર્ષ અને 15 થી 17 વર્ષની ઉંમરે ફરજિયાત રીતે આધાર કાર્ડમાં નવા બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવા જરૂરી છે.
કઈ માહિતી અપડેટ થશે ?
- ફિંગરપ્રિન્ટ્સ
- આઇરિસ સ્કેન
- ફોટોગ્રાફ
5 થી 17 વર્ષના બાળકો માટે આધાર અપડેટની નવી ગાઇડલાઇન
ભારત સરકાર દ્વારા બાળકોના આધાર કાર્ડ અપડેટ માટે નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. 5 થી 17 વર્ષની ઉંમરના બાળકો માટે આધાર અપડેટ કરાવવું જરૂરી બને છે જેથી તેમની ઓળખ અને માહિતી સચોટ રીતે નોંધાય.
શું છે નવી ગાઇડલાઇન?
- 5 વર્ષના બાળકો માટે:
બાળકનું ફોટો, ફિંગરપ્રિન્ટ અને આઇરિસ સ્કેન ફરજિયાત લેવાશે. - 15 વર્ષ પૂર્ણ થયા બાદ:
ફરીથી બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવો ફરજિયાત છે. એટલે કે ફોટો, ફિંગરપ્રિન્ટ અને આઇરિસ સ્કેન નવું લેવાશે. - 17 વર્ષ સુધી:
જો કોઈ ફેરફાર થાય (સરનામું, નામ, મોબાઇલ નંબર વગેરે) તો જરૂરી દસ્તાવેજ સાથે અપડેટ કરાવી શકાય છે.
જરૂરી દસ્તાવેજો
- જન્મ તારીખનો પુરાવો (Birth Certificate / School Certificate)
- રહેઠાણનો પુરાવો (Ration Card / Electricity Bill / Rent Agreement વગેરે)
- માતા અથવા પિતાના આધાર કાર્ડની નકલ
ક્યાં અપડેટ કરાવવું?
બાળકોનું આધાર અપડેટ UIDAI દ્વારા માન્ય આધાર એનરોલમેન્ટ સેન્ટર અથવા CSC સેન્ટર પર કરાવી શકાય છે. ઓનલાઈન માત્ર સરનામું અપડેટ જેવી મર્યાદિત સુવિધા ઉપલબ્ધ છે.
કેમ જરૂરી છે અપડેટ?
- સરકારી યોજનાઓ અને શિષ્યવૃત્તિમાં સાચા ડેટાની જરૂર પડે છે.
- સ્કૂલ એડમિશન, સ્કોલરશિપ, અને અન્ય સત્તાવાર કામોમાં આધાર ફરજિયાત છે.
- ભવિષ્યમાં કોઈ વિવાદ કે તકલીફ ન થાય એ માટે સમયસર અપડેટ જરૂરી છે.
5 થી 17 વર્ષના બાળકોના આધાર કાર્ડમાં સમયસર અપડેટ કરાવવાથી સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી શકે છે. માતા-પિતાએ બાળકોના આધાર અપડેટને અવગણવું નહિ.
❓ Frequently Asked Questions (FAQ)
Q1. At what age is Aadhaar update mandatory for children?
Aadhaar update is mandatory at 5 years (when biometric details are first taken) and again at 15 years (when fresh biometrics are required).
Q2. Which documents are required for Aadhaar update of children?
- Birth certificate or school certificate
- Proof of residence (Ration Card, Electricity Bill, Rent Agreement, etc.)
- Copy of parent’s Aadhaar card
Q3. Can children’s Aadhaar be updated online?
No, biometric updates (photo, fingerprint, iris scan) cannot be done online. Parents must visit a UIDAI enrollment or CSC center. Only limited updates like address change can be done online.
Q4. Why is it important to update Aadhaar for children?
Because Aadhaar is required for scholarships, school admission, government schemes, and official identity proof. Keeping Aadhaar updated avoids future issues.
Q5. Is there any fee for Aadhaar update?
Yes, usually ₹50 to ₹100 is charged for Aadhaar updates at enrollment centers.