GPSSB ભરતી 2026: પંચાયત વિભાગમાં 2600+ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો સંપૂર્ણ વિગત
GPSSB Recruitment 2026: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા વર્ગ-3 ની વિવિધ સંવર્ગની જગ્યાઓ માટે સીધી ભરતીની ટૂંકી જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત લેબોરેટરી ટેકનીશિયન, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ), જુનિયર ફાર્માસિસ્ટ અને ફિમેલ હેલ્થ વર્કરની કુલ ૨૬૦૦થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે.
જો તમે પણ સરકારી નોકરીની શોધમાં છો, તો આ લેખમાં અમે તમને ફોર્મ ભરવાની તારીખ, જગ્યાઓની સંખ્યા અને અન્ય મહત્વની વિગતો જણાવીશું.
GPSSB ભરતી 2026 વિગતવાર માહિતી
| વિગત | માહિતી |
| મંડળનું નામ | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) |
| પોસ્ટનું નામ | વિવિધ (વર્ગ-3) |
| કુલ જગ્યાઓ | ૨૬૪૦ |
| અરજીનો પ્રકાર | ઓનલાઇન |
| અરજી કરવાની તારીખ | ૨૯/૦૪/૨૦૨૬ થી ૨૦/૦૫/૨૦૨૬ |
| સત્તાવાર વેબસાઇટ | Click Here |

કયા સંવર્ગમાં કેટલી જગ્યાઓ છે?
આ ભરતીમાં અલગ-અલગ કેટેગરી મુજબ જગ્યાઓની ફાળવણી નીચે મુજબ કરવામાં આવી છે:
-
લેબોરેટરી ટેકનીશિયન (Lab Technician): ૧૦૮ જગ્યાઓ
-
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર – પુરુષ (MPHW): ૪૨૦ જગ્યાઓ
-
જુનિયર ફાર્માસિસ્ટ (Junior Pharmacist): ૧૬૪ જગ્યાઓ
-
ફિમેલ હેલ્થ વર્કર (FHW): ૧૯૪૮ જગ્યાઓ
અરજી કરવા માટેની મહત્વની તારીખો
-
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ: ૨૯ એપ્રિલ, ૨૦૨૬
-
અરજી કરવાની છેલ્લી તારીખ: ૨૦ મે, ૨૦૨૬
-
પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ: ૨૦ મે, ૨૦૨૬ (SBI E-Pay ના માધ્યમથી)
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
-
સૌ પ્રથમ ઓજસની સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.gov.in પર જાઓ.
-
‘Online Application’ વિભાગમાં જઈને ‘Apply’ પર ક્લિક કરો.
-
તમારી લાયકાત મુજબની પોસ્ટ પસંદ કરો.
-
ફોર્મમાં માંગેલી તમામ વિગતો ચોકસાઈપૂર્વક ભરો.
-
ફોટો અને સહી અપલોડ કરીને ફોર્મ સબમિટ કરો.
-
છેલ્લે, કન્ફર્મ થયા બાદ તમારા ‘Confirmation Number’ ની પ્રિન્ટ કાઢી લો.
મહત્વની લિંક્સ
-
ઓનલાઇન અરજી કરો: https://ojas.gujarat.gov.in
-
સત્તાવાર જાહેરાત ડાઉનલોડ કરો: GPSSB Website
નોંધ: શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને અન્ય વિગતવાર શરતો માટે મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવનાર વિગતવાર જાહેરાત ખાસ વાંચી લેવી.









