બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને યુ.પી.એસ.સી(U.P.S.C), જી.પી.એસ.સી (G.P.S.C.) વર્ગ-૧, વર્ગ-૨ અને વર્ગ-૩, ગૌણ સેવા પસંદગી મંડળ,પંચાયત સેવા પસંદગી મંડળ તથા ભારત સરકારના રેલ્વે, બેંકો વગેરેમાં થતી ભરતી પરીક્ષાઓ માટે માન્યતા/પસંદ કરેલ સંસ્થાઓમાં અભ્યાસ કરતાં તાલીમાર્થીઓને તાલીમાર્થી દીઠ રૂા.૨૦,૦૦૦ અથવા ખરેખર ચુકવવાની થતી ફી એ બે માંથી જે ઓછુ હોય તે સહાય ( DBT દ્વારા સીધી સહાય ) તરીકે મળવાપાત્ર થશે.
આ યોજનાનો લાભ કોને કોને મળવાપાત્ર છે?
સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાયની યોજના અંતર્ગત બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને યુ.પી.એસ.સી., જી.પી.એસ.સી. વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3, ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ તથા ભારત સરકારના રેલવે, બેન્કો વગેરેમાં થતી ભરતી પરીક્ષાઓ માટે માન્યતા અથવા પસંદ થયેલી સંસ્થામાં તાલીમ મેળવતા વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ રૂપિયા 20,000 રૂપિયા અથવા ખરેખર ચૂકવવાની થતી ફી એ બે માંથી જે ઓછી હોય તે સીધી સહાય તરીકે મળવાપાત્ર થશે.આ માટે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ધોરણ 12 માં 60 ટકા કે તેથી વધુ માર્ક્સ મેળવેલ હોવા જરૂરી છે. તેમજ વિદ્યાર્થીઓના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 4.50 લાખ કે તેથી ઓછી હોવી જરૂરી છે.
યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો
- બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને યુ.પી.એસ.સી (U.P.S.C), જી.પી.એસ.સી.(G.P.S.C.)વર્ગ-૧, વર્ગ-૨ અને વર્ગ-૩, બેંક, યુ. પી.એસ.સી ,ગૌણસેવા પસંદગી મડંળ તથા અન્ય માન્ય મંડળો/ભરતી કરતી સંસ્થાઓ દ્વારા વિગેરે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સંસ્થાઓ પસંદ કરી, પસંદ થયેલી સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓ ને તાલીમ આપવામાં આવે છે. જેમાં વિદ્યાર્થી દીઠ “પસંદ થયેલી સંસ્થામાં તાલીમ મેળવતા વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ રુ ૨૦,૦૦૦/-અથવા ખરેખર ચુકવવાની થતી ફી એ બે માંથી જે ઓછી હોય તે સીધી સહાય (ડી. બી. ટી.)તરીકે મળવાપાત્ર થશે .”
- આ સહાય ફક્ત એક જ વાર મળવાપાત્ર થશે.
- સહાય મેળવવા માટે ધોરણ-૧૨ મા ૬૦ ટકા કે તેથી વધુ હોવા જરુરી છે.
- તાલીમાર્થી તાલીમ દરમ્યાન સરકારી નોકરી કરતા હોવા જોઇએ નહિ.
- તાલીમાર્થી જે પરીક્ષા માટે તાલીમ લેતા હોય તો તેની ન્યૂનતમ લાયકાત ધરાવતા હોવા જોઇશે.
- આવક મર્યાદા
- કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ.૪.૫૦ લાખ કે તેથી ઓછી.
- આ યોજનાનો લાભ લેવા માટે અરજદારે સંસ્થાની પસંદગી અંગે નીચે મુજબના ધારા ધોરણોને ધ્યાને લેવાના રહેશે.
- સંસ્થા પબ્લિક ટ્રસ્ટ એક્ટ,કંપની એક્ટ -૨૦૧૩ અગરતો સહકારી કાયદા હેઠળ રજીસ્ટ્રેશન ધરાવતી હોવી જોઇશે.
- સંસ્થા સરકારશ્રીના વિવિધ કાયદાઓ જેવા કે, GST, Income Tax,અગરતો પ્રોફેશનલ ટેક્ષ વિગેરે કાયદા હેઠળ જરૂરી કિસ્સામાં નોંધણી નંબર ધરાવતી હોવી જોઇશે.
- સંસ્થા ન્યુનતમ ૨૦ વિદ્યાર્થીઓનો તાલીમ વર્ગ ચલાવતી હોવી જોઇશે.
- તાલીમાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં ક્વોલીફાઇડ ટીચીંગ સ્ટાફ હોવો જોઇશે.જેમ કે, ૨૦ તાલીમાર્થી દીઠ ૨(બે),૨૧ થી ૫૦ તાલીમાર્થી સુધી૩(ત્રણ), ૫૧ થી ૭૦ તાલીમાર્થી સુધી ૪(ચાર), ૭૧ થી ૧૦૦ તાલીમાર્થી સુધી ૫(પાંચ) ટીચીંગ સ્ટાફ હોવો જોઇશે.
- તાલીમાર્થી ન્યૂનતમ ૬૦ દિવસની તાલીમ મેળવેલ મેળવેલ હોવી જોઇશે.
- સમગ્ર કોર્ષ પૂર્ણ થયા બાદ સરેરાશ ૭૦ટકા હાજરીને ધ્યાને લઇ અરજી મંજૂર કરવાની રહેશે.
કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે?
- આધારકાર્ડની નકલ
- ઉંમરનો પુરાવો(જન્મનું પ્રમાણપત્ર/લિવિંગ સર્ટિફીકેટ)
- રહેઠાણનો પુરાવો
- બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર
- આવકનું પ્રમાણપત્ર
- ધોરણ-૧૦ ની માર્કશીટની નકલ
- ધોરણ-૧૨ ની માર્કશીટની નકલ
- સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ ક્લાસ સમાજ/ટ્રસ્ટ/સંસ્થા સંચાલિત છે. તો તેના રજિસ્ટ્રેશન / GST નંબર નો પુરાવો
- તાલીમ માટે ભરવાની થતી/ભરેલ ફી નો પુરાવો
- સંસ્થાનો એડમીશન લેટર (સ્પર્ઘાત્મક ૫રીક્ષાનાં નામ તેમજ ફી ની વિગતો સહિત)
- અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ
કેવી રીતે અરજી કરવી?
- સૌ પ્રથમ નિગમની વેબસાઇટ “www.gueedc.gujarat.gov.in” ખોલવાની રહશે. જેથી નીચેમજુ બની સ્કીન દેખાશે. જેમાાં “SCHEME” ના મેનુપર
ક્લલક કરી આપ જે યોજના માટેઅરજી કરવા ઇચ્છતા હોય તેયોજના પર ક્લલક કરવી. - જેથી આપના દ્વ્રારા પસદાં કરેલ યોજના સ્વરૂપ / લોન સહાયના ધોરણો, પાત્રતા અનેનધરાણના માપદાંડ અનેજરૂરી દસ્તાવેજની
નવગત દેખાશેજે આપે અચકુ વાચી લેવાની રહશે. ત્યાર બાદ નીચેઆપેલ “Apply Now” પર ક્લલક કરવાનું રહશે. “Apply Now” પર
ક્લિક કરતાજ નીચે મજુબ સ્કીન દેખાશે. જેમાાં આપ પ્રથમ વખત અરજી કરતા હોય તો નીચેજણાવ્યા મજુબ “New User(Register)” પર ક્લિક કરવાનું રહશે. - જેમા પ્રથમ ખાનામા આપનું “Email ID” બીજા ખાનામાાં “Mobile No” ત્રીજા ખાનામાાં “Password” અનેચોથા ખાનામાાં “Confirm Password” લખી Submit પર ક્લિક કરવાનું રહશે. જેથી આપનું રજીસ્ટેશન “Successful” થઇ ગયેલ છેતેવો મેસેજ દેખાશે. ત્યાર બાદ “Already Register Click Here for Login” પર ક્લિક કરવાનું રહશે.
- “Already Register Click Here for Login” પર ક્લિક કરતા નીચે મુજબની સ્ક્રીન દેખાશે. જેમા પ્રથમ ખાનામા આપનો મોબાઇલ નંબર અનેબીજા ખાનામા આપે રજીસ્ટેશન સમયે રાખેલ પાસવર્ડ અને ત્રીજા ખાનામા બાજુમા આપેલ Captcha નાખી “Login” પર ક્લિક કરવાનું રહશે .
- “Login” પર ક્લિક કરવાથી આપ જે યોજનામા અરજી કરવા ઇચ્છતા હોય તેની સામે આપેલ “Apply Now” ક્લિક કરવાનું રહશે.
- Apply Now પર ક્લિક કરવાથી જે તે યોજનાનું ફોર્મ ખૂલી જશે. જેમાાં માગ્યા મજુ બની તમામ નવગતો ભરી Save and Upload Photo & Signature પર ક્લલક કરવાની રહશે.
- Save “Photo and Signature & Upload Document” પર ક્લિક કરવાની રહશે. જેથી આપેજે જે ડોક્યુમેંટ્સ અપલોડ કરવાના થાય છે તેનુ લીસ્ટ જોવા મળશે. જેની સામે “Choose File” પર ક્લિક ડોક્યુમેંટ્સ અપલોડ કરી Save પર ક્લિક કરવાનું રહશે.
- Save પર ક્લલક કરવાથી જેમા તમે અરજી સમયે જે વિગતો ભરેલ હશે તે દેખાશે. જે બરાબર ચેક કરી. જો વિગતો યોગ્ય જણાય તો નીચેઆપેલ “Confirm” “Application” પર ક્લિક કરવાનું રહેશે . જેથી તમારી અરજી “Conform” થઇ જશે. અને આપને આપની અરજીનો “Conform” મળશે. જે Save કરી યોગ્ય જગ્યા જગ્યાએ નોંધી લેવાનો રહશે.