Manav Kalyan Yojana 2024 | માનવ કલ્યાણ યોજના 2024

Manav Kalyan Yojana 2024 | માનવ કલ્યાણ યોજના 2024 ₹ 48,000/- સુધીના મફત સાધન સહાય

Manav Kalyan Yojana 2024 સરકાર દ્વારા સમાજના દરેક વર્ગોના આર્થિક હિતોને ધ્યાને રાખીને વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. સમાજના નબળા વર્ગોના કલ્યાણ માટે e-Samaj Kalyan Portal જેવા પ્લેટફોર્મ છે. તેવી જ એક Manav Kalyan Yojana 2024 માટે ઓનલાઈન અરજી કરવા માટે e-Kutir Portal કાર્યરત છે. જેમાં રોજગાર વાંછુને પોતાનો ધંધો શરૂ કરવા ટુલકીટની સહાય આપવામાં આવે છે. મિત્રો, આ પોસ્ટ માં  આપણે માનવ કલ્યાણ યોજના 2024 શુ છે?, તેમાં લાભાર્થીની પાત્રતાના નિયમો અને શરતો શું છે?, Manav Kalyan Yojana 2024 online apply કેવી રીતે કરવુ? ક્યા વ્યવસાય માટે કેટલી સહાય મળે છે? તે બધી જ વિગતે માહિતી આપણે આ અર્ટિકલમાં મેળવીશુ.

Manav Kalyan Yojana 2024 | માનવ કલ્યાણ યોજના 2024

યોજનાનું નામManav Kalyan Yojana 2024
યોજનાનો ઉદ્દેશ.સાધન સહાય દ્વારા સ્વ રોજગારીનો તકો પુરી પાડવી.
સંબંધિત સરકારી વિભાગકુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ
લાભાર્થીના પાત્રતાના ધોરણો.રાજયના BPL લાભાર્થી જે નવો ધંધો કરવા ઈચ્છુક હોય.
મળનાર સહાય₹ 48,000/- સુધીની મફત સાધન સહાય.
Official Application Portalhttps://e-kutir.gujarat.gov.in/
Online Application ક્યાં કરવી?e-kutir Portal પર ઓનલાઈન રજીસ્ટ્રેશક કરી અરજી કરી શકાય.

માનવ કલ્યાણ યોજનાનો હેતુ.

ગુજરાત સરકારના કમિશનર, કુટિર અને ગ્રામોદ્યોગ મારફતે  Manav Kalyan Yojana દ્વારા સમાજના આર્થિક રીતે નબળા વર્ગોને તથા રોજગાર વાંછુ યુવાનોને સ્વરોજગારી માટે સાધન સહાય/ટુલ કીટ આપવામાં આવે છે. Manav Kalyan Yojana 2024 અન્વયે ફેરીયા, સિલાઈ કામ કરનાર, સુથારી કામ માટે, દરજી કામ વગેરે જેવા 28  પ્રકારના વ્યવસાય માટે આર્થિક સહાય કરવામાં આવે છે. જેમાં જુદા-જુદા વ્યાસાય માટે ₹ 48,000/- સુધીની કેટેગરી વાઈઝ મફત સાધન સહાય આપવામાં આવે છે. જેમાં દર વર્ષ અરજી કરનાર લાભાર્થીઓની ડ્રો દ્વારા પસંદગી થાય છે. અને લાભાર્થીની યાદી જાહેર કરવામાં આવે છે.

e-Kutir Manav Kalyan Yojana લાભાર્થીની પાત્રતા અને માપદંડ.

  • અરજદારની વય 16 થી 60 વર્ષ સુધીની હોવી જોઈએ.
  • અરજદાર BPL કાર્ડ ધરાવતો હોવો જોઈએ.
  • ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક આવક ₹ 1,20,000/-  અને શહેરી વિસ્તારના અરજદારની વાર્ષિક આવક ₹ 1,50,000/- થી ઓછી ના હોવી જોઈએ. (આવકનો દાખલો મામલતદાર, ચિફ ઓફિસર, જેવા સક્ષમ સત્તાધિકારી પાસેથી કઢાવેલ હોવો જોઈએ)
નોંધ – BPL યાદીમાં નામ ધરાવતા 0 થી 20નો સ્કોર ધરાવતા અરજદારોને આવકના દાખલાની જરૂર નથી.

Manav Kalyan Yojana 2024 માં ક્યા વ્યવસાય માટે સહાય મળે?

સમાજના જુદા-જુદા વર્ગો માટે કુલ–28  પ્રકારના વ્યવસાય માટે અરજદારોને Manav Kalyan Yojana 2023 24 યોજના  હેઠળ સાધન સહાય ટુલ કીટના સ્વરૂપે આપવામાં આવે છે. નીચે યાદી નીચે મુજબની છે.

28 પ્રકારના વ્યવસાય અને તેની સાધન સહાય કીટની અંદાજિત રકમ.
અ.નંવ્યવસાયનું નામઅંદાજિત કિંમત (₹)
1કડીયાકામ14500
2સેન્ટિંગ કામ7000
3વાહન સર્વિસિંગ અને રિપેરિંગ16000
4મોચીકામ5450
5દરજીકામ21500
6ભરતકામ20500
7કુંભારીકામ25000
8વિવિધપ્રકારની ફેરી13800
9પ્લમ્બર12300
10બ્યુટી પાર્લર11800
11ઈલેક્ટ્રિક કામ14000
12ખેતીલક્ષી સુથારી/વેલ્ડિંગ કામ15000
13સુથારી કામ9300
14ધોબીકામ12500
15સાવરણી સુપડા બનાવનાર11000
16દુધ-દહી વેચનાર10700
17માછલી વેચનાર10600
18પાપડ બનાવટ13000
19અથાણા બનાવટ12000
20ગરમ , ઠંડાપીણા, અલ્યાહાર વેચાણ15000
21પંચર કીટ15000
22ફ્લોર મીલ15000
23મસાલા મીલ15000
24રૂ ની દિવેટ બનાવવી (સખી મંડળ માટે)20000
25મોબાઈલ રિપેરિંગ8600
26પેપર કપ તથા પેપર ડીશ બનાવટ (સખી મંડળ માટે)48000
27હેર કટિંગ (વાળંદ કામ)14000
28રસોઈકામ માટે પ્રેસર કુકર (ઉજ્જવલા ગેસ કનેક્શનના લાભાર્થી)3000

માનવ કલ્યાણ યોજનામાં જરૂરી  ડોક્યુમેન્ટ લિસ્ટ.  

  • અરજદારનું આધાર કાર્ડ
  • BPL રેશન કાર્ડની નકલ
  • વાર્ષિક આવકનો દાખલો
  • ઉંમર અંગેનો પુરાવો.
  • રહેઠાણનો પુરાવો( લાઈટબીલ, લાઈસન્સ, ચુંટણીકાર્ડ)
  • જાતિનો દાખલો.
  • જો કોઈ વ્યવસાઈક તાલીમ લીધી હોય તો તેનું પ્રમાણપત્ર.
  • એકારનામુ.
  • અભ્યાસનો પુરાવો.
  • સ્વઘોષણાપત્ર.
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો.

Manav Kalyan Yojana Online Form 2024 | માનવ કલ્યાણ યોજના 2024 online apply

માનવ કલ્યાણ યોજના હેઠળ લાભ લેવા અરજદારો માટે કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા e-Kutir Portal બનાવાવમાં આવેલ છે. જેના મારફતે અરજદાર ઘરે બેઠા બેઠા માનવ કલ્યાણ યોજના માટે ઓનલાઈન અરજી કરીને ઉપરના લાયકાતના ધોરણેના લાભો મેળવી શકે છે.

સો પ્રથમ અરજદારે  Google પર e-kutir.gujarat.gov.in ટાઈપ કરવાનું રહેશે. જેથી નીચે દર્શાવેલ ઈમેજ મુજબ e-Kutir Portal  સાઈટ ઓપન થશે.

Create User Id and Password

  • અરજદારે જો પહેલા રજીસ્ટ્રેશન ના કરેલું હોય તો, નીચે દર્શાવ્યા મુજબની ઈમેજમાં ‘‘ New Individual Registration “ પર ક્લિક કરવાની e-Kutir Portal Gujarat Online Registration બોક્સ ખુલશે.
  • જેમાં ફોર્મમાં દર્શાવેલ બધી જ માહિતી ભરવાની ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ જશે.
  • બાબતે નોંધણી કરેલ મોબાઈલ નંબર પર Usar Id અને Password અને પાસવર્ડ SMS મોકલવામાં આવે છે.

Manav Kalyan Yojana Online Form 2024 Gujarat

  • અરજદારે મોબાઈલમાં મળેલ Usar Id અને Password વડે  e-Kutir Portal પર લોગીન કરવાનું રહેશે.
  • તેમાં પ્રથમ અરજદારે Usar Id ત્યાર બાદ Password અને બાદમાં Captcha Code નાંખીને Login બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • જેથી Profile Page ખુલશે. જેમાં માંગ્યા મુજબની તમામ માહિતી ભરી અને ચકાસીને Update  કરવાનું રહેશે.
  • ત્યાર બાદના પેજમાં જુદી-જુદી યોજનાઓ બતાવશે. આપને તેમાંથી ‘‘માનવ કલ્યાણ યોજના’’ યોજના પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદના પેજમાં ખુલેલ માનવ કલ્યાણ યોજના વિશેની સામાન્ય માહિતી વાંચીને  OK  પર ક્લિક કરવાનું રહેશે.

Applicant Details and Documents Upload

  • ત્યાર બાદ ‘‘અરજદાર વિગતો’’ નું પેજ ખુલશે. જેમાં અરજદારે પોતાને લગતી માહિતી ભરીને અને તેની ચકાસણી કરીને Save & Next પર ક્લિક કરવાનું રહે.
  • ત્યાર બાદ નવુ પેજ ઓપન થશે. જેમાં અરજદારને ‘‘અરજીની વિગતો’’ ભરવાની રહેશે. ટુલકીટનું નામ, શૈક્ષણિક લાયકાતની વિગત, ટેકનિકલ વિગતો , વાર્ષિક આવક અને વ્યવસાય વિશેની માહિતી ભરીને Save & Next પર ક્લિક કરવાનું રહે.
  • ત્યાર બાદ ના નવા પેજમાં અરજદારે પોતાના ડોક્યુમેન્ટ Scan કરીને અપલોડ કરવાના રહેશે. જેમાં અરજદારનું રેશનકાર્ડ, આધારકાર્ડ, BPL અરજદાર બાબતે દસ્તાવેજ, વ્યવસાયને લગતા ડોક્યુમેન્ટનો સમાવેશ થાય છે.
  • ત્યાર બાદના આગળ સ્ટેેપમાં Application સબમીટ કરવાથી  અરજી નંબર અપડેટ થશે. જે સાચવી રાખવાનો રહેશે.

Manav Kalyan Yojana Application Status | અરજી મંજૂર/નામંજૂરની જાણ કેવી રીતે કરી શકાય?

આપના રજીસ્ટ્રરર્ડ મોબાઈલ નંબર પર નીચે મુજબ અરજીની સ્થિતિએ SMS થી જાણ થશે.

  • આપની અરજી સબમીટ થયેથી – ‘‘આપની અરજી સ્વીકારવામાં આવી છે.’’
  • અરજી ડ્રોમાં પસંદ થયેથી – ‘‘આપની અરજી ડ્રોમાં પસંદ કરવામાં આવી છે.’’
  • અરજી નામંજૂર થયેથી – ‘‘આપની અરજી નામંજૂર કરવામાં આવી છે.’’
  • અરજી ડ્રો માં ના પસંદ થયેથી – ‘‘આપની અરજી ડ્રો માં પસંદ થયેલ નથી , જેથી આગામી વર્ષે ધ્યાને લેવામાં આવશે.’’

લાભ કુલ 28 પ્રકારના વ્યવસાય માટે ટૂલ કીટ આપવામાં આવે છે

અરજી કરોClick Here
વધારે માહિતી માટે ગ્રુપમાં જોડાવClick Here