આજનો ઈતિહાસ ટેકનોલોજી રમત ગમત ક્વોટસ | શાયરી ફોટો ગેલેરી આરોગ્ય ફેશન શૈક્ષણિક બેન્કિંગ ખેતીવાડી

Instagram

Follow Now

મહિલા આત્મનિર્ભરતાને વેગ આપશે ‘સખી સાહસ’ યોજના, મહિલાઓને શું શું મદદ મળશે ? મહિલાઓના આત્મનિર્ભરતા 1૦૦ કરોડ

By Universal Gujarat

Published on:

ગુજરાત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા બજેટ 2025-26માં મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેના ભાગરૂપે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ નવી સખી સાહસ યોજના શરુ કરી છે. આ યોજના માટે રૂ. 100 કરોડની ફાળવણી કરવામાં આવી છે. મહિલાઓ માટે ગુજરાત સરકારે આ યોજના જાહેર કરીને ૧૦૦ કરોડની જોગવાઈ કરીઃ અમદાવાદ, સુરત સહિત પાંચ શહેરોમાં વર્કિંગ વુમન હૉસ્ટેલ બનાવવામાં આવશે

નાણાંમંત્રીએ જણાવ્યું કે, આધુનિક ગુજરાતના નિર્માણમાં નારીશક્તિની ભૂમિકા અગત્યની છે. જેમાં મહિલા શિક્ષણ અને મહિલા સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે. જેના માટે નવી સખી સાહસ યોજના શરુ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત મહિલાઓને સાધન સહાય, લોન ગેરંટી તથા તાલીમ આપવામાં આવશે. જેના માટે રૂ. 100 કરોડનું ફંડ ફાળવ્યું છે.

બહારગામ નોકરી કરતી મહિલાઓ માટે હોસ્ટેલ સુવિધા

રાજ્ય સરકારે જે બહેનો ગુજરાતમાં બહારગામ નોકરી કરે છે તેમના માટે ખાસ સુવિધાજનક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. પોતાના ઘરથી દૂર રહેતી વર્કિંગ વુમન માટે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં વર્કિંગ વુમન હોસ્ટેલ તૈયાર કરવામાં આવશે. જેના માટે હાલ રૂ. 69 કરોડ ફાળવવામાં આવ્યા છે.

મહિલાઓ માટે પાંચ મોટી જાહેરાત

  1. મહિલાને આત્મનિર્ભર બનાવતી સખી સાહસ યોજના શરુ
  2. વર્કિંગ વુમન માટે અમદાવાદ, સુરત, વડોદરા સહિત મેટ્રો શહેરોમાં હોસ્ટેલ સુવિધા
  3. પીએનજી-એલપીજી સહાય યોજના અંતર્ગત રૂ. 500 કરોડની ફાળવણી
  4. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ વિધવા બહેનોને માસિક રૂ. 1250ની સહાય માટે રૂ. 3015 કરોડની જોગવાઈ
  5. વ્હાલી દીકરી યોજના અંતર્ગત સહાય આપવા રૂ. 217 કરોડની જોગવાઈ

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માટે રૂ. 372 કરોડની જોગવાઈ

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા માતાને એક હજાર દિવસ સુધી પ્રત્યેક લાભાર્થીને બે કિગ્રા ચણા, એક કિલો દાળ અને એક લીટર ખાદ્ય તેલ આપવા માટે રૂ. 372 કરોડની ફાળવણી કરવામાં આવી છે. તદુપરાંત પૂર્ણા યોજના હેઠળ કિશોરીઓના કુપોષણમાં ઘટાડો કરવાના હેતુ સાથે આપવામાં આવતાં પૂર્ણા શક્તિના પેકેટ માટે રૂ. 335 કરોડની ફાળવણી કરી છે.

ગુજરાત સરકારે જાહેર કરેલી આ નવી સખી સાહસ યોજનામાં મહિલાઓને સાધન સહાય, લોન-ગૅરન્ટી તથા તાલીમ આપવા માટે ૧૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી એટલું જ નહીં, ઘણી બહેન-દીકરીઓને નોકરી માટે ઘરથી દૂર રહેવું પડતું હોવાથી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં સુવિધાજનક વર્કિંગ વુમન હૉસ્ટેલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે અને એને માટે ૬૯ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મહિલાઓને પગભર કરવા માટે નમો ડ્રોન દીદી યોજનાને પ્રોત્સાહન આપવા માટે ડ્રોન દ્વારા ખાતર અને જંતુનાશકોનો છંટકાવ કરવાની તાલીમ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત લખપતિ દીદી યોજનાને પ્રોત્સાહન આપવા માટે વિવિધ કૌશલ્યોમાં તાલીમ આપવા તેમ જ સ્વરોજગાર શરૂ કરવા માટે વ્યાજમુક્ત લોન આપવામાં આવે છે.

નારી શક્તિ માટે અન્ય યોજનાઓ પણ અમલમાં…
આધુનિક ગુજરાતના નિર્માણમાં નારીશક્તિની ભૂમિકા અગત્યની છે. જેમાં મહિલા શિક્ષણ મુખ્ય પાયો છે. સરકારે ગત વર્ષે જાહેર કરેલ નમો લક્ષ્મી યોજના થકી 10 લાખ જેટલી વિદ્યાર્થિનીઓ અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના થકી અંદાજિત ૬૮ હજાર વિદ્યાર્થિનીઓને સહાય આપવામાં આવી રહેલ છે. મહિલાઓને પગભર કરવા માટે ‘નમો ડ્રોન દીદી યોજના’ને પ્રોત્સાહન આપવા ડ્રોન દ્વારા ખાતર અને જંતુનાશકોનો છંટકાવ કરવાની તાલીમ આપવામાં આવી રહી છે. વધુમાં લખપતિ દીદી યોજનાને પ્રોત્સાહન આપવા વિવિધ કૌશલ્યોમાં તાલીમ આપવા તથા સ્વ-રોજગાર શરૂ કરવા માટે વ્યાજ મુક્ત લોન આપવામાં આવે છે.

વિધવા અને નિરાધાર બહેનો માટે મદદ –
“જનતા જૂથ અકસ્માત વીમા યોજના” હેઠળ નિરાધાર વિધવા બહેનો, ખેડૂતો, પશુપાલકો, અસંગઠિત શ્રમિકો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, સફાઇ કામદારો જેવી વિવિધ કેટેગરીના કુલ ૪ કરોડ ૪૫ લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેવામાં આવેલ છે. હાલમાં આ યોજના હેઠળ ₹૫૦ હજારથી ₹૨ લાખ સુધીનું વીમા કવચ આપવામાં આવે છે. જેમાં વધારો કરી આગામી વર્ષે ₹૨ લાખથી ₹૪ લાખ સુધીનું વીમા કવચ પૂરું પાડવાની જાહેરાત કરવામાં આવી છે. ગરીબોના સર્વાંગી વિકાસ, યુવાઓને શિક્ષણ સાથે કૌશલ્ય વર્ધન, અન્નદાતાને રાજ્યની સમૃદ્ધિમાં અગ્રેસર બનાવવા તેમજ નારીશક્તિના ઉત્કર્ષ સાથે તેને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે.