આજનો ઈતિહાસ ટેકનોલોજી રમત ગમત ક્વોટસ | શાયરી ફોટો ગેલેરી આરોગ્ય ફેશન શૈક્ષણિક બેન્કિંગ ખેતીવાડી

Instagram

Follow Now

Sim On Aadhar card જાણો તમારા આધાર કાર્ડ પર કેટલા સીમકાર્ડ ચાલુ છે તમારા નામ પર કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે

By Universal Gujarat

Published on:

જાણો તમારા આધાર કાર્ડ પર કેટલા સીમકાર્ડ ચાલુ છે તમારા નામ પર કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે, કોઈ ખોટી રીતે ઉપયોગ તો નથી કરી રહ્યું ને, આ રીતે ચેક કરો

સિમ કાર્ડ ખરીદવાના નિયમો હવે સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. હવે જો તમે નવો મોબાઈલ નંબર લો છો તો તમારે આધાર કાર્ડ આપવું જરૂરી છે. આધાર કાર્ડ વગર તમે નવું સિમ કાર્ડ ખરીદી શકતા નથી. ઘણી વખત એવું બને છે કે આપણે આપણો નંબર ઘણી વખત બદલ્યો છે અને આપણને ખબર નથી હોતી કે આપણા આધાર કાર્ડ પર કેટલા મોબાઈલ નંબર એક્ટિવ છે. એક આધાર કાર્ડ પર માત્ર મર્યાદિત સંખ્યામાં સિમ કાર્ડ સક્રિય કરી શકાય છે, તેથી તમારે જાણવું જોઈએ કે તમારા આધાર કાર્ડ પર કેટલા નંબર ચાલી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે સુરક્ષાને ધ્યાનમાં રાખતા સિમ કાર્ડને આધાર સાથે લિંક કરવું ખૂબ અનિવાર્ય છે. તમે એક આધારકાર્ડ પરથી લિમિટેડ સિમ ખરીદી શકો છો. જોકે ઘણીવાર એવું થાય છે કે તમે પહેલાંથી કોઈ સિમ ખરીદ્યું હોય અને તમને યાદ ના હોય. આમ, તમે પણ ભૂલી ગયા છો કે આધાર પર કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે તો આ તમારા માટે કામની માહિતી છે.

જો તમે ભૂલ કરશો તો તમારે જેલમાં જવું પડી શકે છે 

તમને જણાવી દઈએ કે જો તમારા નામે સિમ કાર્ડ રજિસ્ટર્ડ છે અને તે નંબર પરથી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ જોવા મળે છે, તો તમારે જેલ જવું પડી શકે છે. તેથી, તમારા આધાર કાર્ડ સાથે કેટલા મોબાઈલ નંબર એક્ટિવેટ થયા છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. ચાલો તમને જણાવીએ કે તમે કેવી રીતે ચેક કરી શકો છો.

સાયબર ફ્રોડ સામે રક્ષણ આપવા માટે, ભારત સરકારે કરોડો મોબાઇલ વપરાશકર્તાઓ માટે સંચાર સાથી વેબસાઇટ શરૂ કરી છે. મોબાઈલ યુઝર્સ આ વેબસાઈટમાં અનેક પ્રકારની સેવાઓ મેળવી શકે છે. તમે આ વેબસાઇટ દ્વારા તમારા ખોવાયેલા સ્માર્ટફોનને પણ ટ્રેક કરી શકો છો. આ વેબસાઈટ પર જઈને તમે એ પણ ચેક કરી શકો છો કે તમારા નામે કેટલા સિમ કાર્ડ એક્ટિવેટ થયા છે. વેબસાઈટની સૌથી મહત્વની વાત એ છે કે જો તમારા નામ પર કોઈ નંબર એક્ટિવ છે જે તમે લીધો નથી, તો તમે તેની સામે રિપોર્ટ કરી શકો છો અને તેને બ્લોક પણ કરી શકો છો.

જાણો કેટલા સિમ એક્ટિવ છે 

  • સિમ કાર્ડની માહિતી માટે પહેલા https://www.sancharsaathi.gov.in/” વેબસાઇટ પર જાઓ.
  • વેબસાઇટ પર તમારે સિટિઝન સેન્ટ્રિક સર્વિસિસના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • આ વિકલ્પ પર તમને Know Mobile Connections (TAFCOP) નો વિકલ્પ મળશે. તેના પર ક્લિક કરો.
  • TAFCOP પર ક્લિક કરતાની સાથે જ તમે નવા પેજ પર પહોંચી જશો. અહીં તમારે તમારો મોબાઈલ નંબર દાખલ કરવો પડશે, કેપ્ચા દાખલ કરવો પડશે અને OTP વડે લોગિન કરવું પડશે.
  • વેરિફિકેશન પછી, તમને સ્ક્રીન પર તે બધા નંબરો બતાવવામાં આવશે જે તમારા આધાર કાર્ડ પર એક્ટિવ હશે.
  • જો તમને એવો નંબર મળે છે જે તમારો નથી, તો તમે Not My Number પર જઈને તેની જાણ કરી શકો છો.

DoTએ નિયમો કડક કર્યા 

ઓનલાઈન સ્કેમ અને છેતરપિંડીના વધતા જતા કેસોને રોકવા માટે ટેલિકોમ્યુનિકેશન વિભાગ સતત નવા નિયમો લાગુ કરી રહ્યું છે. તાજેતરમાં, DoT એ સિમ કાર્ડ ખરીદવા માટેના નિયમો પણ કડક બનાવ્યા છે. હાલમાં જ TRAI દ્વારા ફેક કોલની સમસ્યાને દૂર કરવા માટે એક નવું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત કેટલાક હજાર મોબાઈલ નંબર પણ બ્લોક કરવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર હવે કેટલાક લોકો માટે નવા સિમ કાર્ડ ખરીદવા પર પ્રતિબંધ લાગી શકે છે.

ઘણી વખત એવું બને છે કે કેટલાક લોકો બીજાના નામે સિમ કાર્ડ ખરીદે છે અને પછી તે નંબરનો ઉપયોગ છેતરપિંડી જેવી બાબતો માટે કરવામાં આવે છે. આવા લોકોની પરેશાની વધી શકે છે. દૂરસંચાર વિભાગ અને ટેલિકોમ કંપનીઓ આવા લોકો સામે કડક કાર્યવાહી કરી શકે છે. આવા લોકો પર 3 વર્ષ સુધી સિમ કાર્ડ ખરીદવા પર પ્રતિબંધ લાગી શકે છે.