આજનો ઈતિહાસ ટેકનોલોજી રમત ગમત ક્વોટસ | શાયરી ફોટો ગેલેરી આરોગ્ય ફેશન શૈક્ષણિક બેન્કિંગ ખેતીવાડી

Instagram

Follow Now

Samras Hostel Admission 2025 | સમરસ છાત્રાલયની અંદર પ્રવેશ માટે અરજી કેવી રીતે કરવી

By Universal Gujarat

Published on:

Samras Hostel Admission Samras Hostel Ahmedabad Samras Hostel Merit List pdf samras Hostel Samras Hostel Admission Form Admission 2025-26 Samras Hostel login

Samras Hostel ની અંદર પ્રવેશ મેળવવા માંગતા હોય તો વર્ષ 2025-26 ને લઈને પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે આ પોસ્ટમાં હું તમને માહિતી આપીશ કે સમરસ હોસ્ટેલની અંદર પ્રવેશ મેળવવા માટે તમે કેવી રીતે અરજી કરી શકો છો સાથે માહિતી આપીશ કે સમરસ છાત્રાલયની(હોસ્ટેલ) અંદર કોણ કોણ પ્રવેશ મેળવી શકે છે.

સમરસ છાત્રાલય પ્રવેશ શરૂ તારીખ ૨૦૨૫ | Samras Hostel Admission Start Date 2025

તો શરૂઆત કરીએ અને સૌ પ્રથમ જાણીએ સમરસ છાત્રાલયની અંદર પ્રવેશ માટે કઈ તારીખથી લઈને કઈ તારીખ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો
તો કોલેજ કક્ષાના સ્નાતક અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ,અનુસૂચિત જનજાતિ,સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને વર્ષ 2025-26 ના શૈક્ષણિક વર્ષ માટે સમરસ કુમાર અને કન્યા છાત્રાલય અમદાવાદ,ભુજ,વડોદરા,સુરત,રાજકોટ, ભાવનગર,જામનગર,આનંદ,હિંમતનગર,પાટણ,મોડાસા અને સમરસ કુમાર છાત્રાલય ગાંધીનગર ખાતે પ્રવેશ મેળવા ઈચ્છતા વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવી રહી છે તો ઓનલાઇન અરજી કરવા માટે તમારે સમરસના ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે વેબસાઈટ પર ગ્રુપ 1 જે મેડિકલ સિવાયના વિદ્યાર્થીઓ હોય તથા ગ્રુપ 2 માટે 23/05/2025 થી 30/062025 સુધી અને ગ્રુપ 3 માટે 23/05/2025 થી 20/06/2025 સુધી ઓનલાઈન અરજી મંગાવવામાં આવી રહી છે.

સમરસ છાત્રાલયની અંદર કોણ કોણ પ્રવેશ મેળવી શકે છે | Who can get admission inside Samras Hostel?

સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં કોઈપણ વર્ષ કે સેમેસ્ટરમાં નવો પ્રવેશ મેળવવા માટે ધોરણ 12 ની ટકાવારી અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં એડમિશન મેળવવા માટે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમી ટકાવારી જે ટકાવારીના આધારે તમે કોલેજ અને યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યો હશે તે ટકાવારીના આધારે મેરિટના ધોરણે અહિયાં પ્રવેશ આપવામાં આવશે.
એટલે જો તમે ધોરણ 12 પાસ કર્યું છે કે કોલેજ કરી છે તો જે પણ વિદ્યાર્થી અહીંયા એડમિશન મેળવવા માગતો હોય તો તેમના મિનિમમ 50% કે તેથી વધુ ગુણ મેળવેલા હોય તો જ તે અહીંયા સમરસાત્રાલયમાં પ્રવેશ મેળવી શકે છે.

સમરસ હોસ્ટેલ માં એડમીશન મેળવવા જરુરી દસ્તાવેજ

  • ઓનલાઈન કરેલ અરજી ની નકલ
  • નોન –ક્રિમિલેયર (NON-CREAMY LAYER) પ્રમાણપત્ર ફક્ત S.E.B.C.ના છાત્રો માટે
  • જાતિનો દાખલો (CASTE CERTIFICATE)
  • આવકનો દાખલો અથવા વાલી જો નોકરી-ધંધો કરતાાં હોય તો ફોર્મ નં 16A અથવા ઈન્કમટેક્ષ રીટનમ અથવા સરકારશ્રી દ્વારા આવક માટે માન્ય કરેલ અન્ય પરુાવા. ( ફક્ત કુમાર છાત્રાલયો માટે)
  • જે કોલેજમાાં પ્રવેશ મેળવેલ હોય તેમાં ફી ભર્યા અંગેની રસીદ (FEE RECEIPT) અથવા કોલેજમાં પ્રવેશ મળ્યા અંગેના આધાર પરુાવા.
  • શાળા છોડયા અંગેનું પ્રમાણપત્ર (L.C)
  • દિવ્યાંગ છાત્રો માટે દિવ્યાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર
  • જો અનાથ હોવ તો વાલી નુ મરણ નુ પ્રમાણપત્ર
  • વિધવા સંતાનો માટે પિતાનો મરણનો દાખલો
  • આર્થિક રીતે પછાત વર્ગના વિધાર્થીઓ માટે E.W.S. (Economically Weaker Section) નું પ્રમાણપત્ર
  • વિધાર્થિનું આધારકાર્ડ અને પાસપોર્ટ સાઈઝના ૨ ફોટા
  • કન્યા છાત્રાલયો માટે વાલીના ૨ ફોટા (મુલાકાત માટે)
  • બાંહેધરી પત્રક

જ્યારે સમરસ છાત્રાલયમાં મેરીટ આધારીત પસંદગીમાં તમારુ સ્થાન નક્કી થાય છે, તેના પછી ઉપર મુજબના જરુરી ડોક્યુમેન્ટ ની અસલ કોપી અથવા ખરી નકલ (True Copy) લઈ, તમે પસંદ કરેલ સમરસ હોસ્ટેલ ખાતે લઈ નક્કી કરેલ તારીખે હાજર રહેવું જરુરી છે.

સમરસ છાત્રાલયમાં પ્રવેશ ફોર્મ ભરવાની ઓનલાઈન પ્રક્રીયા

જે વિધાર્થી મિત્રો, સમરસ હોસ્ટેલ પ્રવેશ 2023 માટે ઓનલાઈન અરજી કરવા માંગે છે, તે અમારા નિચે આપેલ સ્ટેપ ફોલોવ કરી સમરસ છાત્રાલયમાં પ્રવેશ ફોર્મ ભરી શકે છે.

  • સૌ પ્રથમ સમરસ છાત્રાલયની સત્તાવાર સાઈટ પર જાઓ.
  • હવે હોમપેજ પર તમને”Chhatralay Online Admission” માટે લિંક મળશે અથવા લોગીન બટન દેખાશે તેના પર ક્લિક કરો.
  • ત્યારબાદ લોગીન પેજ માં “Registration” બટન પર ક્લિક કરો.
  • ઉપરોક્ત વિગતમાં તમારુ નામ, મોબાઈલ નંબર, આધારકાર્ડ નંબર અને પાસવર્ડ નાખી રજીસ્ટ્રેશન પોર્સેસ ને આગળ વધારો.
  • ત્યારબાદ તમારી પર્સનલ માહિતી, શૈક્ષણિક માહિતી અને માગ્યાં મુજબની માહિતી ભરો.
  • જો અગાઊ કોઇપણ હોસ્ટેલ માં રહેલ હોય તો તેની વિગત ભરો.
  • હવે માંગ્યા મુજબના જરુરી ડોક્યુમેન્ટ ને અપલોડ કરો.
  • ત્યારબાદ “Declaration” ફોર્મ ને સબમીટ કરી તમારુ Samras Hostel Admission Form ને ઓનલાઈન સબમીટ કરો.
  • સમરસ છાત્રાલય અરજી ફોર્મ સબમીટ કર્યા બાદ મેરીટ લિસ્ટ વગેરેની માહિતી સત્તાવાર સાઈટ પર અપડેટ થતી રહેશે.
અગત્યની લિંક
સમરસ છાત્રાલયમાં અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સમરસ હોસ્ટેલ હેલ્પલાઈન નંબર માટે અહીં ક્લિક કરો
અમારા વોટસએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

 

Conclusion

ગુજરાતમાં સમરસ હોસ્ટેલ દ્વારા વિધાર્થીઓને તેમના શિક્ષણને આગળ વધારવા માટે મફત આવાસ અને ભોજનની સુવિધા આપવામાંઆવે છે, આ હોસ્ટેલ માં એડિમશન મેળવવા માટે કેટ્લાક નિયમો અને પાત્રતા નક્કી કરાયેલ છે, જે તમને જાણ હોવી જરુરી છે, જેમ કે વિધાર્થીને ૫૦% કે તેનાર્થી વધુ ગુણ મેળવેલ હોવા જરુરી છે. જે જિલ્લાની સમરસ હોસ્ટેલ માં પ્રવેશ મેળવવા માંગતા વિધાર્થીઓ તે જિલ્લામાં આવેલ કોલેજોમાં અભ્યાસ કરતા હોવા જરુરી છે. ગ્રામ્ય વિસ્તારના વિધાર્થીઓ ઈ-ગ્રામ માધ્યમથી પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરી શકે છે.

નોધ: અમે અહીં Samras Hostel Admission 2025 માટે સંપુર્ણ માહિતી તમારી સાથે સેર કરી છે. વધુ માહિતી માટે તમે સત્તાવાર સાઈટ અથવા સમરસ હોસ્ટેલના હેલ્પલાઈન નંબર ની મદદ લઈ શકો છો.