Search
Universal Gujarat
Universal Gujarat
  • Join Now
  • સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
  • સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
Search
Have an existing account? Sign In
Follow US
© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Education & LearningSarkari Yojana

RTE અંતર્ગત પ્રવેશ માટેની તારીખ જાહેર: ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ક્યારે? જાણો વેબસાઇટથી લઇને તમામ વિગત

By Jagdish Limbadiya
9 months ago
10 Min Read
Share
RTE પ્રવેશ જાહેરાત 2025 Right to Education (RTE) (1)
RTE પ્રવેશ જાહેરાત 2025 Right to Education (RTE) (1)

RTE Gujarat Admission 2025-26 Online Date: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા Right to Education Act. (RTE Act), 2009 અંતર્ગત ધોરણ ૧ ના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવાની ઓનલાઈન અરજી માટેની નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે. આર.ટી. આઈ એક્ટ હેઠળ દર વર્ષે ૬ થી ૧૪ વર્ષના બાળકોને મફત શિક્ષણ મળી રહે તે માટે અરજી મંગાવવામાં આવે છે. તો આજે આપણે જોઇશું કે RTE Gujarat Admission 2025-26 Online Date, RTE અરજી ફોર્મ, અને યોજના અંતર્ગત પ્રવેશ માટે શું માપ દંડ રહેશે.

શું છે RTE?

શિક્ષણનો અધિકાર કાયદો 2009 (RTE) દેશમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે લાવવામાં આવ્યો હતો. તે 6 થી 14 વર્ષની વયના બાળકોને મફત શિક્ષણની ખાતરી આપે છે. આ અધિનિયમના આ અમલથી ભારત વિશ્વના 135 દેશોમાંનો એક એવો દેશ બન્યો કે જ્યાં શિક્ષણનો મૂળભૂત અધિકાર છે. જો કે આ પછી પણ આવી અનેક ખામીઓ અને પડકારો છે જેના કારણે દેશના હજારો બાળકો ફરજિયાત શિક્ષણથી વંચિત રહે છે. તો ચાલો આજે આપણે શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 નું મહત્વ અને ઉદ્દેશ્ય શું છે તેના વિશે સમજવાનો પ્રયત્ન કરીએ.

શિક્ષણ અધિકાર અધિનિયમ 2009 નો મુખ્ય ઉદ્દેશ

  • 6 થી 14 વર્ષની વયના દરેક બાળકને મફત પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવું
  • 6 થી 14 વર્ષની વય જૂથના દરેક બાળકની ફરજિયાત નોંધણી, હાજરી અને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરવું.
  • કલમ 6 હેઠળ, બાળકોને પડોશની કોઈપણ શાળામાં પ્રવેશ લેવાનો અધિકાર છે.
  • આ કાયદો નબળા વર્ગો અને વંચિત જૂથોના બાળકો સાથે ભેદભાવ ન થાય તે સુનિશ્ચિત કરે છે
  • જો એવું બાળક હોય કે જે 6 વર્ષની ઉંમરે કોઈપણ શાળામાં એડમિશન ન લઈ શક્યું હોય તો તે તેની ઉંમર પ્રમાણે પછીથી ક્લાસમાં એડમિશન લઈ શકે છે.
  • જો કોઈપણ શાળામાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરવાની જોગવાઈ ન હોય તો, વિદ્યાર્થીને અન્ય કોઈપણ શાળામાં ટ્રાન્સફર કરવાનો અધિકાર આપવામાં આવશે.
  • ખાનગી અને વિશેષ શ્રેણીની શાળાઓએ પણ આર્થિક રીતે નબળા સમુદાયના બાળકો માટે વર્ગ 1 માં 25% બેઠકો અનામત રાખવાની રહેશે.
  • કોઈપણ બાળકને કોઈપણ વર્ગમાં પ્રવેશ લેતા અટકાવવામાં આવશે નહીં કે તેને શાળામાંથી કાઢી મૂકવામાં આવશે નહીં.

RTE Gujarat Admission 2025

RTE એક્ટ-2009 અન્વયે શૈક્ષણિક વર્ષ : 2025-26 માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ-1 માં પ્રવેશની જાહેરાત

(RTE Gujarat Admission Eligibility)
  • જે બાળકોનો જન્મ 1 જૂન, 2018 થી 31 મે, 2019 ની વચ્ચે થયો હોય.
  • જે બાળકો ગુજરાતમાં રહેતા હોય.
  • જે બાળકોનું વાર્ષિક કૌટુંબિક આવક 1,00,000 થી ઓછી હોય.

RTE documents:- ગુજરાત પ્રવેશ 2024-25 માટે જરૂરી દસ્તાવેજો

બાળકના દસ્તાવેજો:

  • જન્મ પ્રમાણપત્ર
  • રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ, વીજળી બિલ, વોટર બિલ)
  • જાતિ અને આવકનો દાખલો (જો લાગુ હોય તો)
  • બાળકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • અન્ય કોઈપણ જરૂરી દસ્તાવેજ જે શાળા દ્વારા માંગવામાં આવે

વાલીના દસ્તાવેજો:

  • આધાર કાર્ડ
  • રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ, વીજળી બિલ, વોટર બિલ)
  • આવકનો દાખલો

RTE Gujarat Admission Online Application / Registration Form 2025-26

STEP 1: RTE ગુજરાતની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો rte.orpgujarat.com.

STEP 2: Click on “ઓનલાઈન અરજી / Apply Online” link as given in the screenshot below:-

STEP 3: RTE ગુજરાત અરજી ફોર્મ 2025-26 માટે સીધી લિંક: https://rte.orpgujarat.com/ApplicationForm

STEP 4: આ લિંક પર ક્લિક કરવાથી, RTE ગુજરાત અરજી ફોર્મ પેજ ખુલશે. અહીં ક્લિક કરો “New Application”

STEP 5: આગળના પાના પર, તમને નીચે બતાવ્યા પ્રમાણે ફોર્મ A દેખાશે. ફોર્મ a માં બધી વિગતો ભરો અને “Next Step” પર ક્લિક કરો

STEP 6: બધા સ્ટેપ પૂર્ણ કરો, ફોર્મ B ભરો, આગલી સ્ક્રીન પર શાળાઓ પસંદ કરો, જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને પછી પુષ્ટિ કરો અને તમારા અરજી ફોર્મનું પ્રિન્ટઆઉટ લો.

STEP 5: જો તમે ઈચ્છો તો છેલ્લા પગલામાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર બદલી શકો છો.

દસ્તાવેજો અપલોડ વિશે મહત્વપૂર્ણ માહિતી:

  • ઓનલાઈન ફોર્મમાં ફક્ત અસલ દસ્તાવેજો જ અપલોડ કરવાના રહેશે.
    જો સ્કેન કરેલ, ફોટોકોપી કરેલ અથવા બિન-અધિકૃત દસ્તાવેજો અપલોડ કરવામાં આવશે, તો ફોર્મ નકારવામાં આવશે.
  • દસ્તાવેજો ફક્ત JPEG અથવા PDF ફોર્મેટમાં જ અપલોડ કરી શકાય છે.
  • દસ્તાવેજનું કદ 450 KB કરતા ઓછું હોવું જોઈએ.
  • જો રહેઠાણના પુરાવામાં બહુવિધ પૃષ્ઠો (દા.ત., ભાડા કરાર) હોય, તો તે 5 MB કરતા વધુ ન હોય તેવી એક જ PDF ફાઇલમાં અપલોડ કરવી આવશ્યક છે.

જાહેરાત અને પ્રવેશ પ્રક્રિયાનો સંભવિત કાર્યક્રમ
પ્રક્રિયા તારીખ
શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ પ્રવેશ માટેની વર્તમાન પત્રોમાં જાહેરાત બહાર પાડવી તા.૧૯/૦૨/૨૦૨૫, બુધવાર
ઓનલાઈન ફોર્મ ભરવા જરૂરી ડોક્યુમેન્ટ એકઠા કરવા માટે વાલીઓને આપવાના
થતા દિવસ
તા. ૧૯/૦૨/૨૦૨૫ થી તા. ૨૬/૦૨/૨૦૨૫
ઓનલાઈન ફોર્મ ભરવા આપવાના થતા દિવસ તા. ૨૮/૦૨/૨૦૨૫ થી તા. ૧૨/૦૩/૨૦૨૫
જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી કરી એપ્રુવ/રીજેક્ટ કરવાનો
સમયગાળો
તા. ૨૮/૦૨/૨૦૨૫ થી તા. ૧૩/૦૩/૨૦૨૫
માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓમાં ખૂટતાં ડોક્યુમેન્ટ અપલોડ કરવા
માટે અરજદારોને પુનઃ તક આપવા માટેનો સમયગાળો
તા. ૧૮/૦૩/૨૦૨૫ થી તા. ૨૦/૦૩/૨૦૨૫
માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓ પૈકી પુનઃ ડોક્યુમેન્ટ અપલોડ થયેલ
ઓનલાઈન ફોર્મની જિલ્લા કક્ષાએ ચકાસણી કરવાનો સમયગાળો
તા. ૧૮/૦૩/૨૦૨૫ થી તા. ૨૧/૦૩/૨૦૨૫
પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવાની તારીખ તા.૨૭/૦૩/૨૦૨૫

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ’s)

ફોર્મ ભર્યા બાદ ભૂલ જણાય તો શુ કરવું?

  • ફોર્મ ભર્યા બાદ ભૂલ જણાય તો નવું ફોર્મ ભરી શકશે. નવું ફોર્મ ભરતા જૂનું ફોર્મ આપોઆપ રદ થઈ જશે.

RTE હેઠળ મેળવેલ પ્રવેશ રદ થવાપાત્ર છે કે કેમ?

નીચે મુજબના સંજોગોમાં RTE હેઠળ મેળવેલ પ્રવેશ રદ થવા પાત્ર છે.

  1. પ્રવેશ મેળવેલ બાળકનાં વાલીએ પ્રવેશ મેળવવા માટે રજૂ કરેલ આધાર-પુરાવા શાળા/સરકારી વ્યવસ્થા તંત્રને કોઈ પણ તબક્કે શંકાસ્પદ જણાય તો, આવકનાં દાખલા સહિત કોઈ પણ આધારની ખરાઈ કરાવી શકશે, જે તે આધાર-પૂરાવાની ચકાસણીના અંતે પૂરાવા અયોગ્ય જણાય તો સદર વિદ્યાર્થીનો પ્રવેશચાલુ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયે થી રદ કરવામાં આવશે, અને વાલી સામે ખોટા આધાર પૂરાવા રજૂ કર્યા બદલ સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીશ્રી/જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કક્ષાએથી  નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
  2. આવકમર્યાદા લાગુ પડતી હોય તેવી કેટેગરીના સદર યોજના હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓનાં વાલીની આવક પ્રવેશ મેળવ્યા બાદ પછીનાં નાણાકીય વર્ષે નિયત આવક મર્યાદા કરતાં વધુ થાય તો જે તે વાલીએ પ્રવેશ મેળવેલ શાળા મારફતે સબંધિત અધિકારીને લેખીતમાં જાણ કરી પ્રવેશ રદ કરાવવાનો રહેશે. એટલે કે, આ યોજના હેઠળ પ્રવેશ મેળવ્યા બાદ પછીનાં વર્ષોમાં કોઈ વાલીની આવક નિયત મર્યાદા કરતાં વધે તો સદર યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહી. BPL કેટેગરી હેઠળ પ્રવેશ મેળવનાર બાળકનાં પિતાનું નામ BPL કેટેગરીમાંથી રદ થાય તો તે બાબતે વાલીએ પ્રવેશ મેળવેલ શાળા મારફતે સબંધિત અધિકારીને લેખીતમાં જાણ કરી પ્રવેશ રદ કરાવવાનો રહેશે. સદર કિસ્સામાં જે તે શૈક્ષણિક વર્ષ પૂર્ણ થાય ત્યાર પછી પ્રવેશ રદ કરવાનો રહેશે તથા આ પ્રકારે પ્રવેશ રદ થયેથી આ નિયમો અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા શાળા અને વિદ્યાર્થીને આપવામાં આવતી સહાય મળવાપાત્ર રહેશે નહિ. સદર વાલી ઈચ્છે તો પોતાનાં બાળકને જે તે શાળામાં સામાન્‍ય વિદ્યાર્થી તરીકે શાળા દ્વારા નક્કી કરવામાં આવેલ ફી ભરી પ્રવેશ ચાલુ રાખી શકશે.
  3. એક માત્ર દીકરી (સીંગલ ગર્લ ચાઈલ્ડ)ના કિસ્સામાંં માતા-પિતા દ્વારા એક જ પ્રસૂતિમાં એક જ દીકરી જન્મેલી હોય એને જ એક માત્ર દીકરી ગણાશે અને આવી દીકરીના જન્મ પહેલા કે ત્યારબાદ કોઇ સંતાન(દીકરો/દીકરી)નો જન્મ થયેલ હોવો જોઇએ નહિ અને જો આ નિયમો હેઠળ આ લાભ આપવામાં આવે ત્યારબાદ જો કોઇ સંતાનનો જન્મ થયેલ હોય તે પ્રસંગે આ નિયમો હેઠળ લીધેલ નાણાકીય સહાય પરત કરવાની રહેશે અને જે-તે ચાલુ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયા બાદ પ્રવેશ રદ કરવાનો રહેશે. આવા કિસ્સામાં પ્રવેશ રદ થયા બાદ માતા/પિતા/વાલી ઈચ્છે તો પોતાની દીકરીને જે તે શાળામાં સામાન્ય વિદ્યાર્થી તરીકે શાળા દ્વારા નક્કી કરવામાં આવેલી ફી ભરી પ્રવેશ ચાલુ રાખી શકશે.

જો ભાડાનું મકાન હોય તો રહેઠાણના પુરાવા તરીકે કયો પુરાવો માન્ય ગણાશે?

  • બાળકના રહેઠાણના પુરાવા તરીકે નીચે દર્શાવેલ દસ્તાવેજ પૈકીના કોઈ એક આધાર માન્ય ગણાશે.
    – આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ/
  • જો ઉપર મુજબનાં આધાર પૈકી કોઈ એક આધાર હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી.
    – જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર – ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર માન્‍ય ગણવામાં આવશે.
      (નોટોરાઈઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં)

રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં ભણતા બાળક માટે કયું પ્રમાણપત્ર જોઈશે ?

  • સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય અને ICDS-CAS  વેબપોર્ટલ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સબંધિત આંગણવાડીનાં આંગણવાડી વર્કર અથવા સરકારશ્રી દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવેલ સક્ષમ અધિકારીનો  પ્રમાણિત કરેલ દાખલો રજુ કરવાનો રહેશે

જે માતા-પિતાને એકમાત્ર સંતાન હોય અને સંતાન માત્ર એક જ દીકરી હોય તો કયું પ્રમાણપત્ર જોઈશે ?

  • ગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રીશ્રી, નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે સક્ષમ અધિકારીનો એક માત્ર દીકરી જ સંતાન(સિંગલ ગર્લ ચાઈલ્ડ) હોવાનો દાખલો રજૂ કરવાનો રહેશે.
TAGGED:right to education gujaratrte gujaratrte gujarat 2025rte gujarat 2025-26 start date
Share This Article
Facebook Email Copy Link Print
ByJagdish Limbadiya
Follow:
“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું Jagdish Limbadiya, છેલ્લા 5 વર્ષથી Article Writing ( Bloging ) અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ સમાચાર, સરકારી યોજના, ઉપયોગી માહિતી, રસપ્રદ લેખો, વીડિયો અને ઘણું બધું જાણવાનો સાચી અને સચોટ વાસ્તવિક માહિતી આપવાનો છે.
About Me

Hello, I am Cat!

Photography is a way of feeling, of touching, of loving. What you have caught on film is captured forever… It remembers little things, long after you have forgotten everything.

Follow Socials

You Might Also Like

SBI Foundation Asha Scholarship Program
Education & Learning

SBI Platinum Jubilee Asha Scholarship | SBI પ્લેટિનમ જ્યુબિલી આશા સ્કોલરશિપ સંપૂર્ણ માહિતી.

2 months ago
4 Min Read
Sarkari Yojana

PM Vishwakarma Yojana 2023 Registration Apply Online

2 years ago
5 Min Read
Central GovernmentGovernment Scheme’sSarkari Yojana

Pradhan Mantri Kisan Samman Nidhi (PM-KISAN) Full Details

2 years ago
3 Min Read
Show More

Explore Ruby Cat World

Gallery
  • # Find More:
  • About Me
  • Contact
  • Life
  • Style
  • Finds
© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?