PM Kisan yojana: ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે ચાલી રહેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM-Kisan Yojana) હેઠળ ટૂંક સમયમાં 21મી કિસ્ત જારી થઈ શકે છે. અત્યાર સુધી દેશમાં કરોડો ખેડૂતોને આ યોજનાની 20 કિસ્તનો લાભ મળી ચૂક્યો છે. હવે ખેડૂતો આતુરતાથી આગામી કિસ્તની રાહ જોઈ રહ્યા છે.
ક્યારે આવી શકે 21મો હપ્તો ?
ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી PM-Kisan Samman Nidhi Yojana અંતર્ગત, ખેડૂતોને દર વર્ષે ₹6,000 ની નાણાકીય સહાય આપવામાં આવે છે, જે ₹2,000 ના ત્રણ સમાન હપ્તામાં સીધા તેમના બેંક ખાતામાં જમા થાય છે. અત્યાર સુધીમાં, 20 હપ્તા રિલીઝ થઈ ચૂક્યા છે, અને હવે ખેડૂતો 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે.
21મો હપ્તો ક્યારે આવશે?
સરકાર દ્વારા 21મા હપ્તા માટે કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી. જોકે, મીડિયા રિપોર્ટ્સ અને અગાઉના હપ્તાઓની સમયરેખા અનુસાર, 21મો હપ્તો ઓક્ટોબર, નવેમ્બર, અથવા ડિસેમ્બર 2025 માં આવવાની શક્યતા છે. ઘણા અહેવાલો સૂચવે છે કે સરકાર દિવાળી પહેલા આ હપ્તો ખેડૂતોને ભેટ તરીકે આપી શકે છે.
કેવી રીતે તપાસ કરશો?
ખેડૂતો 21મા હપ્તાની સ્થિતિ અને લાભાર્થીની યાદીમાં પોતાનું નામ જોવા માટે PM-Kisan ની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જઈ શકે છે. આ સિવાય, આ યોજના સંબંધિત કોઈપણ અપડેટ્સ માટે સત્તાવાર સરકારી ચેનલો અને સમાચાર પોર્ટલ પર નજર રાખવી જોઈએ.
👉 આરીતે ચેક કરો 21મો હપ્તો તમને મળવા પત્ર છે કે નહિ : અહી ક્લિક કરો
કયા ખેડૂતોનો હપ્તો અટકી શકે ?
જો ખેડૂતોએ કેટલાક જરૂરી કામ પૂર્ણ ન કર્યા હોય, તો તેમની 21મી કિસ્ત અટકી શકે છે.
- e-KYC જરૂરી છે: જો હજી સુધી e-KYC નથી કરાવી, તો તમારી કિસ્ત અટકી શકે છે. આ કામ તમે નજીકના CSC સેન્ટર અથવા pmkisan.gov.in વેબસાઈટ પરથી કરી શકો છો.
- જમીન ચકાસણી (Land Verification): જમીનની ચકાસણી કરાવવી જરૂરી છે. જો આ પ્રક્રિયા પૂર્ણ ન હોય, તો કિસ્ત ખાતામાં નહીં આવે.
તમારું નામ લિસ્ટમાં કેવી રીતે તપાસશો ?
- pmkisan.gov.in વેબસાઈટ પર જાઓ.
- હોમપેજ પર ‘Beneficiary List’ વિકલ્પ પસંદ કરો.
- રાજ્ય, જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરો.
- ‘Get Report’ ક્લિક કરો અને તમારી નામ શોધો.
જો પૈસા ના આવે તો શું કરવું ?
જો કિસ્ત તમારી ખાતામાં ન આવે તો નીચેના હેલ્પલાઇન પર સંપર્ક કરી શકો છો:
- Email: pmkisan-ict@gov.in
- ટોલ ફ્રી નંબર: 155261 / 1800115526
- હેલ્પલાઇન નંબર: 011-23381092
આ નંબર અને ઈમેલ 24×7 ખેડૂતોની મદદ માટે ઉપલબ્ધ છે.