કિસાન સન્માન નિધિનો 20મો હપ્તો આ દિવસે જાહેર થઈ શકે, ચેક કરો તમારું નામ
Pm Kisan Yojana: PM કિસાન સન્માન નિધિ યોજનાના અત્યાર સુધી 19 હપ્તા રીલીઝ થઈ ગયા છે. હવે 20માં હપ્તાની રાહ છે. એવામાં ચાલો જાણીએ કે 20મો હપ્તો ક્યારે મળશે.
પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો જૂનના છેલ્લા અઠવાડિયા અથવા જુલાઈ 2025 ની શરૂઆતમાં જાહેર થવાની શક્યતા છે. જોકે, સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર તારીખની પુષ્ટિ કરવામાં આવી નથી.
આ યોજના હેઠળ, ભારત સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે શરૂ કરાયેલી એક મહત્વપૂર્ણ પહેલ છે. આ યોજના હેઠળ, પાત્ર ખેડૂતોને દર વર્ષે ₹6,000 સીધા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે, જે ₹2,000 ના ત્રણ સમાન હપ્તામાં દર ચાર મહિને આપવામાં આવે છે.
20મો હપ્તો ક્યારે મળશે?
PM Kisan 20th Installment: જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે, દેશભરના લાખો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. 20મા હપ્તાની રાહ જોઈ રહેલા કરોડો પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે સારા સમાચાર છે. મોદી સરકાર ખૂબ જ ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં આગામી હપ્તો જાહેર કરી શકે છે. ખેડૂતો માટે આ એક મોટી આવક સહાય યોજના છે.
એવી અપેક્ષા છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં આગામી હપ્તો જાહેર કરશે. મીડિયા અહેવાલો અનુસાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 18 જુલાઈએ બિહારના મોતીહારીની મુલાકાતે જવાના છે. આ સમય દરમિયાન તેઓ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો જાહેર કરી શકે છે.
તમારું નામ લાભાર્થી યાદીમાં છે કે નહીં તે કેવી રીતે તપાસવું
તમારું નામ PM-KISAN યોજનાની લાભાર્થી સૂચિમાં છે કે નહીં તે તપાસવા માટે નીચેના પગલાં અનુસરો:
- સૌ પ્રથમ, PM-KISAN યોજનાની સત્તાવાર પોર્ટલ pmkisan.gov.in પર જાઓ.
- હોમપેજ પર “Farmers Corner” વિભાગમાં જાઓ.
- ત્યાં “Know Your Status” વિકલ્પ પર ક્લિક કરો.
- એક નવું પેજ ખુલશે, જ્યાં તમારે તમારો PM કિસાન રજિસ્ટ્રેશન નંબર દાખલ કરવો પડશે. જો તમારી પાસે રજિસ્ટ્રેશન નંબર નથી, તો “Know Your Registration Number” પર ક્લિક કરીને તમારા આધાર નંબર અથવા મોબાઈલ નંબર દ્વારા તે મેળવી શકો છો.
- કેપ્ચા કોડ દાખલ કરો અને “Get OTP” પર ક્લિક કરો.
- તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર પ્રાપ્ત OTP દાખલ કરો.
- ત્યારબાદ, તમારા હપ્તાની સ્થિતિ અને અન્ય વિગતો સ્ક્રીન પર દેખાશે.
મહત્વપૂર્ણ નોંધ: કોઈપણ મુશ્કેલીના કિસ્સામાં, તમે PM-KISAN હેલ્પલાઇન નંબર 155261 અથવા 011-24300606 પર સંપર્ક કરી શકો છો.