પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2026: ₹1.70 લાખની સહાય અને નવા નિયમો

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2026 વિશેની સૌથી લેટેસ્ટ અને સાચી માહિતી મેળવીશું. જો તમે ગુજરાતના વતની છો અને તમારું પોતાનું પાકું મકાન બનાવવા માંગો છો, તો સરકાર તમને ₹1,70,000 (એક લાખ વીસ હજાર) ની સહાય આપે છે.

February 23, 2026 9:25 AM
Share on Media
Pandit Deendayal Upadhyay Awas Yojana 2026 Gujarat - Mankan Sahay Yojana

ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી Pandit Deendayal Upadhyay Awas Yojana 2026 એવા પરિવારો માટે આશીર્વાદ સમાન છે જેઓ આર્થિક તંગીને કારણે પોતાનું પાકું ઘર બનાવી શકતા નથી. આ યોજનામાં વર્ષ 2026 માં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે, જેની સંપૂર્ણ વિગતો નીચે મુજબ છે.

યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય

આ યોજના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને (SEBC) પોતાનું ઘર પૂરું પાડવા માટે આર્થિક પીઠબળ પૂરું પાડે છે.

નવા નિયમો મુજબ મળવાપાત્ર લાભ

  • કુલ સહાય: ₹1,70,000/-

  • હપ્તાની સંખ્યા: 3 હપ્તા (30,000 + 80,000 + 50,000 + 10,000)

  • વધારાનો લાભ: આ યોજના સાથે તમે મનરેગા અને શૌચાલય યોજનાની સહાય પણ જોડી શકો છો.

નવી આવક મર્યાદા (2026 Update)

અગાઉ આ યોજનામાં આવક મર્યાદા ખૂબ જ ઓછી હતી, પરંતુ હવે:

  • ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે: વાર્ષિક આવક ₹6,00,000 થી વધુ ન હોવી જોઈએ.

અરજી કરવા માટેની પાત્રતા (Eligibility)

  • અરજદાર ગુજરાતનો કાયમી વતની હોવો જોઈએ.

  • અરજદાર પાસે પોતાનો પ્લોટ અથવા જૂનું કાચું મકાન હોવું જોઈએ.

  • પરિવારના કોઈપણ સભ્યએ અગાઉ સરકારી આવાસ યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ.

  • વાર્ષિક આવક ₹6 લાખથી વધુ ન હોવી જોઈએ.

સહાયનું ધોરણ

  • સામાજિક અને શૈક્ષણિક રીતે ૫છાતવર્ગ, આર્થિક ૫છાતવર્ગ, વિચરતી વિમુકત જાતિના ઘર વહોણા ઈસમોને શહેરોમાં અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા ઈસમોને મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં રૂ.1,70,000/- આપવામાં આવે છે.
  • મકાન બાંધકામ પૂર્ણ કરવાની અવધિ ર વર્ષની છે.

જરૂરી ડોક્યુમેન્ટ્સ (Checklist)

  • અરજદારની જાતિ/પેટા જાતિનો દાખલો (આર્થિક પછાતવર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી.), અરજદારનું લીવીંગ સર્ટીફીકેટ (શિક્ષિત હોય તો)
  • આવકનો દાખલો
  • અરજદારનો રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ/ વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈપણ એક)
  • કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન/તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની, એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ.
  • જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
  • અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી ક્મ મંત્રી / સિટી તલાટી ક્મ મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર
  • મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
  • BPLનો દાખલો
  • પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
  • જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રિશ્રિ)ની સહીવાળી.
  • પાસબુક / કેન્સલ ચેક
  • અરજદારના ફોટો

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

આ યોજના માટે તમે ઘરે બેઠા ઓનલાઇન અરજી કરી શકો છો:

  1. સૌ પ્રથમ e-Samaj Kalyan ની સત્તાવાર વેબસાઇટ (https://esamajkalyan.gujarat.gov.in/) પર જાઓ.

  2. તમારું નવું રજીસ્ટ્રેશન કરો.

  3. ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના’ લિંક પર ક્લિક કરો.

  4. માંગેલી તમામ વિગતો ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.

  5. ફોર્મ સબમિટ કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢીને સાચવી રાખો.

Jagdish Limbadiya

હું Jagdish Limbadiya, છેલ્લા 5 વર્ષથી Article Writing ( Bloging ) અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ સમાચાર, સરકારી યોજના, ઉપયોગી માહિતી, રસપ્રદ લેખો, વીડિયો અને ઘણું બધું જાણવાનો સાચી અને સચોટ વાસ્તવિક માહિતી આપવાનો છે.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now