SIR બાદ નવું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરો: માત્ર 2 મિનિટમાં મેળવો તમારું Digital Voter ID (E-EPIC)

December 17, 2025 3:58 PM
Share on Media
Voter ID Download Process

હવે તમારે પ્લાસ્ટિકનું ચૂંટણી કાર્ડ ઘરે આવે તેની રાહ જોવાની જરૂર નથી! ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા હવે ઓનલાઇન E-EPIC ડાઉનલોડ કરવાની સુવિધા ખૂબ જ સરળ બનાવી દેવામાં આવી છે. જો તમે નવું ફોર્મ ભર્યું હોય અથવા સુધારો કરાવ્યો હોય, તો તમે માત્ર 2 મિનિટમાં તમારા મોબાઈલ દ્વારા ઓરીજનલ ડિજિટલ ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારી પાસે નીચેનામાંથી કોઈ પણ એક વિગત હોવી જરૂરી છે:

  1. EPIC Number: તમારો જૂનો અથવા નવો ચૂંટણી કાર્ડ નંબર.
  2. Reference Number: જો તમે નવું કાર્ડ એપ્લાય કર્યું હોય તો ફોર્મ ભરતી વખતે મળેલો નંબર.

નીચે આપેલ વિડિયો જુઓ. આ વિડિયોમાં સ્ટેપ-બાય-સ્ટેપ સમજાવવામાં આવ્યું છે કે કેવી રીતે તમે તમારા મોબાઈલથી નવું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

નવું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ:

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો: સૌ પ્રથમ ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ voters.eci.gov.in પર જાઓ.
  • લોગિન (Login) કરો: જો તમારું એકાઉન્ટ હોય તો મોબાઈલ નંબર અને પાસવર્ડથી લોગિન કરો. જો એકાઉન્ટ ન હોય તો ‘Sign Up’ પર ક્લિક કરી નવું એકાઉન્ટ બનાવી લો.
  • E-EPIC Download પર ક્લિક કરો: હોમ પેજ પર તમને ‘E-EPIC Download’ નો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો.
  • વિગતો દાખલ કરો: તમારો EPIC Number અથવા Reference Number નાખો. ત્યારબાદ તમારું રાજ્ય (Gujarat) પસંદ કરો અને ‘Search’ પર ક્લિક કરો.
  • OTP વેરિફિકેશન: તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે. તે દાખલ કરી વેરિફિકેશન પૂર્ણ કરો.
  • ડાઉનલોડ (Download): OTP સબમિટ કર્યા પછી, તમને ‘Download e-EPIC’ નું બટન જોવા મળશે. તેના પર ક્લિક કરતા જ તમારું ઓરીજનલ ડિજિટલ ચૂંટણી કાર્ડ PDF ફોર્મેટમાં ડાઉનલોડ થઈ જશે.

નોંધ: જો તમારા ચૂંટણી કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક નહીં હોય, તો તમારે પહેલા Form-8 ભરીને મોબાઈલ નંબર અપડેટ કરવો પડશે, ત્યારબાદ જ તમે કાર્ડ ડાઉનલોડ કરી શકશો.

 

Jagdish Limbadiya

હું Jagdish Limbadiya, છેલ્લા 5 વર્ષથી Article Writing ( Bloging ) અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ સમાચાર, સરકારી યોજના, ઉપયોગી માહિતી, રસપ્રદ લેખો, વીડિયો અને ઘણું બધું જાણવાનો સાચી અને સચોટ વાસ્તવિક માહિતી આપવાનો છે.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now