ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) સાથે સંયુક્ત રીતે ‘મારી યોજના’ પોર્ટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં સુશાસનનું વધુ એક ઉદાહરણ છે. ગુજરાત સરકારનું મારી યોજના પોર્ટલઃ જાણો પોર્ટલના ફાયદાઓ અને શું છે વિશેષતાઓ આ પોર્ટલની મદદથી રાજ્યના નાગરિકો વિવિધ યોજનાઓથી માહિતગાર થશે તેમજ પોતાને લાગુ પડતી યોજનાઓનો લાભ પારદર્શક રીતે અને સરળતાથી મેળવી શકશે.
રાજ્ય સરકારના વિવિધ વિભાગોની જનકલ્યાણલક્ષી યોજનાઓની માહિતી સામાન્ય નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર સરળતાથી મળી રહે તેવા ઉદ્દેશથી “મારી યોજના” પોર્ટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની 680 થી પણ વધુ યોજનાઓની માહિતી આ પોર્ટલ પર નાગરિકોને ઉપલબ્ધ થશે. આ પોર્ટલની મદદથી રાજ્યના નાગરિકો વિવિધ યોજનાઓથી માહિતગાર થશે તેમજ પોતાને લાગુ પડતી યોજનાઓનો લાભ પારદર્શક રીતે અને સરળતાથી મેળવી શકશે.
મારી યોજના પોર્ટલના ફાયદાઓ
- એક જ સિંગલ સ્ત્રોતમાંથી સરળતાથી સરકારી યોજનાઓ સંબંધિત માહિતી મેળવી શકાશે
- સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે અરજીની પ્રક્રિયા આ પોર્ટલ થકી સરળ બનશે
- રાજ્યના છેવાડાના નાગરિકો કોઈપણ કચેરીના ધક્કા ખાધા વગર, સમય અને અંતરના બાધ વિના ઘરેબેઠા યોજનાઓની માહિતી સરળતાથી મેળવી શકશે
- ડિજિટલ સશક્તિકરણ થકી સરકાર અને નાગરિકો વચ્ચે એક સેતુ બંધાશે, જે નાગરિકો માટે સુવિધા ઉભી કરશે
મારી યોજના પોર્ટલની વિશેષતાઓ
પોર્ટલ પર વિવિધ સરકારી યોજનાઓ, તેનો સારાંશ, પાત્રતાના માપદંડો, મળવાપાત્ર લાભો અને જરૂરી બિડાણો, અરજી પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. નાગરિકો શિક્ષણ, આરોગ્ય, રોજગાર જેવા વિવિધ ક્ષેત્રોની યોજનાઓને સરળતાથી આ પોર્ટલ પર શોધી શકે છે. આ ઉપરાંત, નાગરિકો આ પોર્ટલ પર મલ્ટિપલ પર્સનલાઇઝ્ડ ક્રાઇટેરિયા એટલે કે વિવિધ વ્યક્તિગત માપદંડોના આધારે પોતાને ઉપયોગી માહિતીની શોધ કરી શકે છે.
નાગરિકો પોતાની વ્યક્તિગત વિગતો અને સામાજિક-આર્થિક પરિબળોના આધારે સરકારી યોજનાઓ માટે પાત્રતા ધરાવે છે કે કેમ તે જાણી શકશે. ગુજરાતના નાગરિકોની સુલભતા માટે આ પોર્ટલ પર ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓમાં માહિતી ઉપલબ્ધ થશે. પોર્ટલના સરળ ઇન્ટરફેસ થકી ટેક્નિકલ જ્ઞાન ન ધરાવતા લોકો પણ તેનો અસરકારક રીતે ઉપયોગ કરી શકશે.
મારી યોજના પોર્ટલની અસરો
મારી યોજના પોર્ટલ ગુજરાતમાં યોજનાના લાભ અને સેવાઓના વિતરણની કાર્યક્ષમતા પર સકારાત્મક અસર કરશે. પોર્ટલ થકી યોજનાઓના લાભો મેળવવા માટેની અરજીની પ્રક્રિયામાં થતો વિલંબ ઘટવાથી સરકાર તેમજ નાગરિકોના સમય અને સંસાધનોની બચત થશે. રાજ્યના છેવાડાના માનવીઓને સરકારી લાભ મેળવવાની સમાન તક મળશે. પારદર્શક અને સાચી માહિતી મળવાથી સરકારી કલ્યાણ કાર્યક્રમોમાં જનતાનો વિશ્વાસ વધશે.
પોર્ટલ પર આગામી સમયમાં ઉપલબ્ધ થશે AI ચેટબોટ
રાજ્ય સરકાર દ્વારા સંબંધિત યોજનાઓને લગતા કોઈપણ પ્રશ્નોના જવાબ આપવા માટે મારી યોજના પોર્ટલ માટે AI સંચાલિત ચેટબોટનો વિકાસ પણ કરવામાં આવી રહ્યો છે. તેના થકી રાજ્ય સરકાર પોતાના નાગરિકો સુધી સરળતાથી પહોંચી શકશે, અને નાગરિકોને રાજ્યની તમામ યોજનાઓ સંબંધિત માપદંડો, અરજી પ્રક્રિયા, સમયમર્યાદા સહિત તમામ માહિતીઓ વાસ્તવિક સમય પર અને પોતાની માતૃભાષામાં મેળવવા માટે સક્ષમ બનાવશે.
મારી યોજના પોર્ટલ સરકારી કાર્યપદ્ધતિને વધુ સમાવિષ્ટ, પારદર્શક અને કાર્યક્ષમ બનાવવાની દિશામાં એક પહેલ છે. આ ઓનલાઈન પોર્ટલ થકી સરકારી યોજનાઓનો લાભ નાગરિકો સુધી પહોંચાડવાની પ્રક્રિયા સરળ અને પારદર્શી બનશે, જેનાથી સરકાર અને નાગરિકો વચ્ચે વિશ્વાસના સિંચન થકી સુશાસન સુદ્રઢ બનશે.
CM ભુપેન્દ્ર પટેલની ગુજરાતીઓને મોટી ભેટ; જાણો શું છે ‘મારી યોજના’? ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શરૂ કરાયેલા ‘મારી યોજના’ પોર્ટલ રાજ્યના નાગરિકો માટે અનેક લાભો લાવવા માટે રચાયેલું મહત્વપૂર્ણ ડિજિટલ પ્લેટફોર્મ છે. આ પોર્ટલ નાગરિકોને રાજ્ય અને કેન્દ્ર સરકારની કુલ 680 થી વધુ લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી ઉપલબ્ધ કરાવે છે.
આ પોર્ટલ દ્વારા સરકારી 680 યોજનાઓ સંબંધિત માહિતી સરળતાથી મેળવી શકાય છે. આ પોર્ટલ દ્વારા સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટેની અરજી પ્રક્રિયા સરળ બનશે. ઓફિસ, સમય અને અંતરની ઝંઝટ વગર ઘર, ડિજિટલ સશક્તિકરણ દ્વારા સરકાર અને નાગરિકો વચ્ચે એક સેતુ રચાશે, જે નાગરિકો માટે સુવિધા ઉભી કરશે.