ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના લગ્ન સમયે આર્થિક સહાય આપવા માટે કુંવરબાઈનું મામેરું યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના ખાસ કરીને નીચલા અને મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદ સમાન છે, કારણકે દીકરીના લગ્ન વખતે ₹12,000 સુધીની સહાય આપવામાં આવે છે.
આ યોજનાનો મુખ્ય હેતુ બેટી બચાવો – બેટી વાંચાવો અભિયાનને મજબૂત બનાવવાનો અને દીકરીના જન્મને વધાવવાનો છે.
યોજનાના મુખ્ય હાઇલાઇટ્સ
- 👧 દીકરીના લગ્ન માટે ₹12,000 સુધીની સહાય (એક વખત)
- 👨👩👧 BPL અથવા આર્થિક રીતે નબળા પરિવારો માટે
- 📄 અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઑનલાઇન
- 🆔 રાજ્યના તમામ જિલ્લાઓમાં ઉપલબ્ધ
- 🗓️ લગ્ન પહેલાં કે 6 મહિનાની અંદર અરજી કરી શકાય
કુંવરબાઈનું મામેરું યોજનાની A-to-Z સંપૂર્ણ માહિતી અને લાભ લેવાની સરળ પ્રક્રિયા જાણવા માટે આ વિડિઓ તરત જુઓ!