GSSSB Bharti | ડિપ્લોમા કરેલા ઉમેદવારો માટે નોકરીની તક, ₹40,000થી વધુ પગાર

Gujarat Horticulture Inspector Bharti 2025 | Eligibility, Syllabus, Apply Online

GSSSB Bharti 2025 : ડિપ્લોમા કરેલા ઉમેદવારો માટે ગુજરાત સરકારમાં નોકરીની તક, ₹40,000થી વધુ પગાર, વાંચો બધી માહિતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત બાગાયત નિરીક્ષકની પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો સહિતની અગત્યની માહિતી

Ojas GSSSB bharti 2025, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ગુજરાત સરકારમાં નોકરી મેળવાનું સપનું જોતા ડિપ્લોમા કરેલા ઉમદેવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્ય સરકારના કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગના તાબા હેઠળની બાગાયત નિયામક કચેરી ગાંધીનગરની બાગાયત નિરીક્ષક, વર્ગ-3 સંવર્ગની કૂલ 14 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર યોગ્ય ઉમેદવારો પસંદ કરવા માટે GSSSB દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

Ojas GSSSB ભરતી 2025ની મહત્વની માહિતી
સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
વિભાગ કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ
કચેરી બાગાયત નિયામકની કચેરી
પોસ્ટ બાગાયત નિરીક્ષક, વર્ગ-3
જગ્યા 14
વય મર્યાદા 18થી 33 વર્ષ વચ્ચે
એપ્લિકેશન મોડ ઓનલાઈન
અરજી કરવાની શરુઆતની તારીખ 1 સપ્ટેમ્બર 2025
અરજી કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2025
ક્યાં અરજી કરવી? https://ojas.gujarat.gov.in

Read more