• સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
  • સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
  • સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
  • સરકારી યોજના
  • ન્યૂઝ
  • આધાર કાર્ડ
  • એજ્યુકેશન
  • આરોગ્ય
  • જાણવા જેવુ
  • લાઈફ સ્ટાઈલ
  • શાયરી- કવોટ્સ
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • કૃષિ
  • બૅન્કિંગ
Search
Follow US
Home » DIGIPIN હોય શું અને કેવી રીતે શોધવો? એડ્રેસને ‘આધાર’ આપશે DIGIPIN ડિજિટલ એડ્રેસ સિસ્ટમ
Janva Jevu

DIGIPIN હોય શું અને કેવી રીતે શોધવો? એડ્રેસને ‘આધાર’ આપશે DIGIPIN ડિજિટલ એડ્રેસ સિસ્ટમ

Last updated: 15/06/25
Universal Gujarat
Universal Gujarat
Share

DIGIPIN હોય શું અને કેવી રીતે શોધવો? એડ્રેસને ‘આધાર’ આપશે DIGIPIN ડિજિટલ એડ્રેસ સિસ્ટમ

DIGIPIN  ભારત સરકારે ડિજીટલ એડ્રેસિંગ માટે એક નવી અને અત્યંત ઉપયોગી સેવા “ડિજીપિન (DIGIPIN)” શરૂ કરી છે. આ ટેકનોલોજી એવા વિસ્તારોમાં પણ ઉપયોગી સાબિત થશે જ્યાં આજે સુધી કોઇ ચોક્કસ સરનામું ઉપલબ્ધ નથી. હવે પાર્સલ ડિલિવરી, સરકારી સેવાઓ અથવા લોકેશન શેરિંગ વધુ સચોટ અને સરળ બનશે.

ડિજીપિન શું છે

ડિજીપિન એક નવી ડિજિટલ એડ્રેસ સિસ્ટમ છે જે ટપાલ વિભાગ દ્વારા IIT હૈદરાબાદ અને ISRO ના સહયોગથી બનાવવામાં આવી છે. આ સિસ્ટમનો હેતુ ભારતમાં કોઈપણ સ્થળ અથવા સ્થાનને સચોટ ડિજિટલ ઓળખ અથવા ID પ્રદાન કરવાનો છે. આ સિસ્ટમ હેઠળ, સમગ્ર દેશને 4 મીટર × 4 મીટરના નાના ભાગોમાં વિભાજીત કરવામાં આવ્યો છે અને દરેક ભાગને એક અનન્ય ID આપવામાં આવ્યો છે. આ ID 10-અક્ષરનો કોડ છે અને તેને ડિજીપિન કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ કોડ કોઈપણ સ્થળના અક્ષાંશ અને રેખાંશ પર આધારિત છે. આ સિસ્ટમની મદદથી, કોઈપણ શેરી અથવા ગામનું ચોક્કસ સરનામું સરળતાથી શોધી શકાય છે. આવી સ્થિતિમાં, હવે કોઈ કુરિયર કે કોઈ પણ વ્યક્તિને તમારા સરનામાં સુધી પહોંચવામાં કોઈ સમસ્યા નહીં થાય.

મુખ્ય પાંચ ફાયદાઓ

(1) સચોટ સ્થાને જ ડિલિવરી થશે : જ્યારે કોઈ પાર્સલ કે કુરિયર આવવાનું હોય ત્યારે અમુકવાર તેને ડિલીવર કરનાર આપણા સરનામાને યોગ્ય રીતે શોધી શકતો નથી. એટલે તે ફોન કરીને આપણને આપણા સરનામા બાબતે પૂછતો હોય છે. જેમાં આપણો સમય બગડતો હોય છે. જો અમુકવાર આપણે તે ફોન રિસીવ ન કરી શકીએ તો પાર્સલ કે કુરિયર પ્રાપ્ત થઈ શકતું નથી, પરંતુ હવે આવનારા સમયમાં ડિજીપિનને કારણે ઈ-કોમર્સ કંપનીઓ અને કુરિયર સેવાઓ આપનારાઓ માટે કોઈ પણ સરનામે પહોંચવું અત્યંત સરળ બનશે. ખોટા સરનામે કુરિયર ડિલીવરીની સમસ્યા દૂર થશે.

(2) ઈમરજન્સી સેવાઓમાં મદદરૂપ : એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને પોલીસ જેવી કટોકટી સેવાઓમાં માટે ડિજીપિન સુવિધા ખૂબ જ આશીર્વાદરૂપ બનશે. તેમજ ડિજીપિન સુવિધાઓની મદદથી ઈમરજન્સી સેવાઓ આપનારાઓ ઘટનાસ્થળે ઝડપથી અને યોગ્ય રીતે પહોંચી શકશે. વ્યક્તિનું જીવન બચાવવામાં તે મદદરૂપ બની શકશે.

આ પણ વાંચો...

SBI Foundation Asha Scholarship Program

SBI Platinum Jubilee Asha Scholarship | SBI પ્લેટિનમ જ્યુબિલી આશા સ્કોલરશિપ સંપૂર્ણ માહિતી.

PSE Exam

પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2025-26 જાહેર | ધોરણ ૬ ના વિદ્યાર્થીઓને મળશે શિષ્યવૃત્તિ

(3) અંતરિયાળ વિસ્તાર માટે વરદાન

શહેરના વિસ્તારને આપણે પિનકોડથી ઓળખી કાઢીએ છીએ, પરંતુ ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારો માટે મુશ્કેલીરૂપ બની જાય છે, કારણ કે અમુકવાર આખા ગામનો પિનકોડ એક જ હોય, તેમજ ગામમાં આવેલાં મકાનો છૂટાંછવાયાં હોય, વધુમાં ગામ પહાડી વિસ્તાર કે જંગલમાં હોય, ત્યારે મકાન કે સ્થળ શોધવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. આવા વિસ્તારો હવે ડિજીપિન સુવિધાઓથી શોધવા સરળ બનશે.

(4) મિલકતનું ડિજિટલ વેરિફિકેશન

બાળકો, જેમ આપણા બધાનાં આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાયસન્સ નંબર અલગ અલગ હોય છે અને તે આપણને એક પ્રકારની અજોડ ઓળખ પ્રદાન કરે છે તેમ ડિજીપીન સુવિધા દરેક ઘરને એક અજોડ નંબર પ્રદાન કરશે. જેનાથી ભવિષ્યમાં મિલકતના ડિજિટલ વેરિફિકેશન માટે અને અન્ય સરકારી યોજનાઓમાં પણ તે મદદરૂપ થઈ શકે છે.

(5) ગોપનીયતા પણ રહેશે

બાળકો, આપણે એ બાબતને પણ યાદ રાખીશું કે ડિજીપિન એ કોઈ પણ વ્યક્તિગત માહિતી સાથે જોડાયેલ નથી. તે ફક્ત સ્થાન કે કોઈ લોકેશનનું જ પ્રતિનિધિત્વ કરે છે. પરિણામે કોઈ પણ વ્યક્તિનાં નામ કે તેની અન્ય વ્યક્તિગત માહિતી હંમેશાં ગોપનીય જ રહેશે.

કેમ ઉપયોગી છે ડિજીપિન?

  • આવા વિસ્તારોમાં પણ માલ પહોંચાડી શકાય છે જ્યાં સરનામું સ્પષ્ટ નથી
  • સરકારની વિવિધ યોજનાઓનો લાભ સરળતાથી લઈ શકાય
  • કોઈ પણ વ્યક્તિ પોતાના સચોટ સ્થાનની ઓળખ એક ક્લિકમાં આપી શકે છે
  • લોજિસ્ટિક્સ અને ઈ-કોમર્સ માટે વધુ કાર્યક્ષમતા

તમારું ડિજીપિન કેવી રીતે શોધશો?

તમારા ફોન કે કોમ્પ્યુટરના સહારે તમારું ડિજીપિન જાણી શકાય છે. નીચેના સરળ પગલાં અનુસરો:

  1. https://dac.indiapost.gov.in/mydigipin/home વેબસાઈટ ખોલો.
  2. લોકેશન સેવાનું ઓન કરો અને “લોકેશનને મંજૂરી આપો” વિકલ્પ પસંદ કરો.
  3. પછી “હું સંમત છું” (I Agree) બોક્સ પર ક્લિક કરો.
  4. હવે તમારું અનન્ય ડિજીપિન સ્ક્રીન પર દેખાશે.
  5. તેને કૉપિ કરીને તમારું સરનામું તરીકે અન્ય સાથે શેર કરો.

ડિજીપિન ભારતના સરનામા પદ્ધતિમાં એક મોટી ટેક્નોલોજીકલ સુધારણા છે. તેનો ઉપયોગ કરીને તમે કોઇપણ જગ્યા માટે સાચું અને સ્પષ્ટ સરનામું મેળવી શકો છો. આ સેવા ભારતના દરેક નાગરિક માટે ઉપયોગી છે, ખાસ કરીને ત્યાં જ્યાં આજ સુધી સરનામું એક પડકાર હતો.

બ્રેકિંગ ન્યુઝ, મહત્વની ખબરો,સરકારી યોજનાઓ, ઉપયોગી માહિતી,અને રસપ્રદ વીડિયો
  • WhatsApp
  • Instagram
  • YouTube
  • Facebook
TAGGED:DIGIPINDigitalAddressડિજિપિનગુજરાતડિજિપિનશુંછે
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Print

અમારી સાથે જોડાવ

  • google-news

નોકરી / એજ્યુકેશન

લેટેસ્ટ વિડિયો

રોજગાર સમાચાર

શોર્ટ વિડિયો

ગુજરાત પાક્ષિક

Trending News

આ પણ વાંચો

PM કિસાન સન્માન નિધિ યોજના

PM કિસાન સન્માન નિધિ યોજના: 21મો હપ્તો મેળવતા પહેલા આ બાબતો ચકાસી લો

PM ધન ધાન્ય કૃષિ યોજના

PM Dhan Dhanya Krishi Yojana: PM ધન ધાન્ય કૃષિ યોજના શુ છે, કેવી રીતે તેના લાભ મળી શકે છે તે જાણો

વ્હાલી દીકરી યોજના

વ્હાલી દીકરી યોજના: તમારી દીકરીના ભવિષ્ય માટે ₹૧,૧૦,૦૦૦ ની સરકારી સહાય! સંપૂર્ણ માહિતી જાણો.

PSE Exam

પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2025-26 જાહેર | ધોરણ ૬ ના વિદ્યાર્થીઓને મળશે શિષ્યવૃત્તિ

દુકાન સદાય યોજના

દુકાન સદાય યોજના 2025 : મેળવો 1 લાખ લોન અને 10 હજાર સબસિડી | Dukan Sahay Yojana 2025

Mukhyamantri Mahila Rozgar Yojana

PM Modiએ મહિલા રોજગાર યોજનાનો કર્યો શુભારંભ | મહિલાઓ માટે ₹2 લાખ સુધીની સહાય

Universal Gujarat
Facebook Instagram Youtube Whatsapp X-twitter
  • Usefull Links:
  • સમાચાર
  • સરકારી યોજના
  • જાણવા જેવુ
  • નોકરી
  • આધાર કાર્ડ
  • ક્વોટ્સ
  • શાયરી
  • રમત ગમત
  • ટેકનોલોજી
  • શૈક્ષણિક
  • આજનો દિવસ
  • આરોગ્ય
  • IPL
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimers
© 2025 Universal Gujaray | All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?