આધાર કાર્ડ નો દુરુપયોગ કેવી રીતે થઈ શકે અને બચવા માટે શું કરવું? જાણો આધાર લોક કરવા માટેનાં 5 સ્ટેપ્સ

March 21, 2025 3:45 PM
Share on Media

તમારા નામનું નકલી આધાર કાર્ડ તો માર્કેટમાં નથી ફરતું ને?:દુરુપયોગ કેવી રીતે થઈ શકે અને બચવા માટે શું કરવું?

આજે આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. તેની વધતી જતી લોકપ્રિયતા સાથે, દુરુપયોગનું જોખમ પણ વધ્યું છે. સાયબર ગુનેગારો પર્સનલ માહિતી ચોરી શકે છે. ઉપરાંત તમારા નામે લોન લઈ શકાય છે. તેથી આધાર કાર્ડને સુરક્ષિત રાખવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આધાર એ એક ડોક્યુમેન્ટ છે જે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) દ્વારા જારી કરવામાં આવે છે. તે દરેક ભારતીય નાગરિકની ઓળખ સુનિશ્ચિત કરે છે. તેમાં 12-અંકનો યુનિક આઇડેન્ટિટી નંબર (UID) હોય છે. આ સાથે, વ્યક્તિનું નામ, સરનામું, બાયોમેટ્રિક્સ વગેરે સહિત ઘણી મહત્ત્વપૂર્ણ માહિતી છે.

તો, આજે આ કામના સમાચારમાં આપણે તમારા આધાર કાર્ડને કેવી રીતે સુરક્ષિત રાખવું તે વિશે વાત કરીશું. તમે એ પણ જાણશો કે

  • તમારા આધાર કાર્ડનો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે તે કેવી રીતે જાણી શકાય?
  • જો આધારનો દુરુપયોગ થાય તો શું કરવું?

આધારકાર્ડ આ જગ્યાઓ પર ફરજીયાત છે

  • આવકવેરા સંબંધિત કામ માટે
  • પેન્શન અથવા સબસિડી મેળવવા માટે
  • સરકારી યોજનાઓનો લાભ લેવા માટે
  • નવું સીમકાર્ડ ખરીદવા માટે
  • દ્રાઈવિંગ લાઇસન્સ અથવા પાસપોર્ટ મેળવવા માટે
  • બેંક કે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવવા માટે
  • શાળા કે કોલેજમાં પ્રવેશ મેળવવા માટે
  • ઘરની નોંધણી કરાવવા માટે

આધાર કાર્ડનો ઉપયોગ ક્યાં થયો છે. આરીતે જાણો

આધાર કાર્ડમાં આપણી પર્સનલ અને સિક્રેટ માહિતી હોય છે. આધાર કાર્ડ બેંક ખાતા અને પાન કાર્ડ સાથે પણ જોડાયેલું છે. આવી સ્થિતિમાં જો તે ખોટા હાથમાં જાય, તો એનો દુરુપયોગ થઈ શકે છે. તેથી, એ ઓળખવું મહત્ત્વપૂર્ણ છે કે આપણા આધાર કાર્ડનો ઉપયોગ કઈ જગ્યાએ થઈ રહ્યો છે. UIDAI આધારનો દુરુપયોગ અટકાવવા માટે બધા આધાર વપરાશકર્તાઓને હિસ્ટ્રી જોવાની સુવિધા પૂરી પાડે છે. આ દ્વારા તમે જોઈ શકો છો કે તમારા આધાર કાર્ડનો ઉપયોગ ક્યાં થયો છે. આ માટે કેટલાક સ્ટેપ્સનું પાલન કરવું પડશે.

નીચે આપેલા સ્પટેપ રથી સમજો કે તમે તમારા આધાર કાર્ડનો ઇતિહાસ કેવી રીતે ચકાસી શકો છો.

  • સ્ટેપ 1:- આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઈટ “uidai.gov.in” ની મુલાકાત લો.
Aadhaar Authentication History
Aadhaar Authentication History
  • સ્ટેપ 2:- ત્યારબાદ “My Aadhar” ઓપ્શન પર જાઓ અને “આધાર ઓર્થેન્ટિક હિસ્ટ્રી” પર ક્લિક કરો.
Aadhar Card History
Aadhar Card History
  • સ્ટેપ ૩:- આ પછી એક નવું પેજ ખુલશે અહીં તમારો “આધાર નંબર” અને “કેપ્ચા કોડ” દાખલ કરો.
  • સ્ટેપ 4:- આ પછી રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર “OTP” આવશે

  • સ્ટેપ 5:-OTP” સબમિટ કર્યા પછી આધારકાર્ડની સંપૂર્ણ હિસ્ટ્રી તમને જોવા મળશે.

જો તમારા આધારકાર્ડનો ઉપયોગ એવી જગ્યાએ થઇ રહ્યો છે.જેના વિશે તમને કોઈ જાણકારી નથી તો પછી ટોલફ્રી નામાબર 1947 ડાયલ કરી અથવા Uidai ની ઓફિશિયલ  વેબસાઈટ પર જઈને રીપોર્ટ કરો તેમ જ આધાર કાર્ડ નંબરને લોક કરીને તેનો દુર ઉપયોગ થતો બચાવી શકો છો.

Jagdish Limbadiya

હું Jagdish Limbadiya, છેલ્લા 5 વર્ષથી Article Writing ( Bloging ) અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ સમાચાર, સરકારી યોજના, ઉપયોગી માહિતી, રસપ્રદ લેખો, વીડિયો અને ઘણું બધું જાણવાનો સાચી અને સચોટ વાસ્તવિક માહિતી આપવાનો છે.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now