GPSC Recruitment: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરી છે. જેમાં કુલ 67 જાહેરાતો માટે આવતીકાલ શનિવારે (29 નવેમ્બર) બપોરે 01 વાગ્યાથી ઓનલાઈન અરજી કરી શકાશે.
GPSCમાં વિવિધ જગ્યા પર ભરતી
GPSCના ભરતી નોટિફિકેશ મુજબ, રહસ્ય સચિવ, નાયબ માહિતી નિયામક-સહાયક માહિતી નિયામક, નિયામક ગ્રંથાલય સહિતની જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ 13 ડિસેમ્બર ઓનલાઈન અરજી કરવાની શરૂઆત આવતીકાલથી થશે. જ્યારે ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ 13 ડિસેમ્બર છે. GPSCએ ઉમેદવારોને અપીલ કરતાં જણાવ્યું હતું કે છેલ્લા દિવસ સુધી રાહ ન જોતાં વહેલી તકે અરજી પૂર્ણ કરી દેવી, જેથી ટેક્નિકલ સમસ્યાના કારણે અવરોધ ન આવે.
નોટિફિકેશન સંપૂર્ણ રીતે વાંચવું
અરજી કરતાં પહેલાં નોટિફિકેશન સંપૂર્ણ રીતે વાંચવું અને લાયકાતની પુષ્ટિ કરવી જરૂરી છે. ભરતી સંબંધિત સંપૂર્ણ માહિતી, સિલેબસ, પસંદગી પદ્ધતિ વગેરે વિગતો GPSC વેબસાઈટ પર મૂકવામાં આવી છે.
| પ્રક્રિયા | તારીખ |
|---|---|
| ઓનલાઈન અરજી શરૂ | 29/11/2025 (બપોરે 1:00 વાગ્યાથી) |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 13/12/2025 (રાત્રે 11:59 વાગ્યા સુધી) |
કોણ અરજી કરી શકે? – લાયકાત અને વયમર્યાદા
- ગ્રેજ્યુએશન / પોસ્ટ ગ્રેજ્યુએશન જરૂરી
- સંબંધિત અનુભવ
- વયમર્યાદા: 20 થી 40 વર્ષ (પદ અનુસાર ફેરફાર)
- આરક્ષણ વર્ગને સરકારના નિયમ મુજબ વયમાં છૂટછાટ










