ઘરે બેઠા મેળવો તમારું ‘પ્રોપર્ટી કાર્ડ’ ફક્ત 5 મિનિટમાં! તેમાં ક્યા ક્યા document ની જરુર પડે?

June 16, 2025 3:37 PM
Share on Media
પ્રોપર્ટી કાર્ડ કેવી રીતે મેળવો ઓનલાઈન પ્રોપર્ટી કાર્ડ મેળવવી 5 મિનિટમાં પ્રોપર્ટી કાર્ડ ઘરે બેઠા જમીનનો દસ્તાવેજ જમીન સંબંધિત માહિતી ડિજિટલ પ્રોપર્ટી કાર્ડ ગુજરાત જમીન રેકોર્ડ ઓનલાઈન ધારક નકશો ગુજરાત સરકારી જમીન દસ્તાવેજ લેડ રેકોર્ડ ગુજરાત

Property Card કેવી રીતે બનાવાય? તેમાં ક્યા ક્યા document ની જરુર પડે?

પ્રોપર્ટી કાર્ડ કઢાવવું છે? પણ લાંબી લાઇનમાં ઊભા રહેવું ગમતું નથી? તો આ સમાચાર ખાસ તમારા માટે છે.

પ્રોપર્ટી કાર્ડ એ જરૂરી દસ્તાવેજ છે. અને આજકાલ તમે જોયું જ હશે કે પ્રોપર્ટી કાર્ડ કઢાવવા માટે કચેરીઓ બહાર લાંબી લાઇન હોય છે. તમારે પણ પ્રોપર્ટી કાર્ડ કઢાવવું છે અને લાંબી લાઇનમાં નથી ઊભા રહેવું તો કેવી રીતે ઓનલાઈન પ્રોસેસ કરીને પણ તમે તે મેળવી શકો છો. ઓનલાઈન કેવી રીતે પ્રોસેસ કરવું તે આજે જાણીશું.

સિટી સર્વેની કચેરી દ્વારા એકવાર પ્રોપર્ટી કાર્ડ ઇશ્યૂ કરી દેવાયું હોય તો તેની વધુ કોપી લેવા માટે કચેરીએ ધક્કો ખાવાની જરૂર નથી. મિલકતધારકોને આઇઓઆરએની પોર્ટલ પર 1940થી લઇ આજદીન સુધી પ્રોપર્ટી કાર્ડ કઢાવનાર તમામને જરૂરિયાત મુજબ સરળતાથી ઓનલાઇન કોપી મળી શકે છે.

પ્રોપર્ટી કાર્ડ કેમ મહત્વનું છે?

  1. તે જમીનના વાસ્તવિક માલિકને પ્રમાણિત કરે છે
  2. મહારાષ્ટ્રમાં જમીન ખરીદનાર તરીકે, તમારે તે જમીનના પ્રોપર્ટી કાર્ડની તપાસ કરવી આવશ્યક છે કે જેથી તમે વેચાણ કરનાર તે જમીનનો અસલ માલિક છે.
  3. જો તમે મહારાષ્ટ્રમાં ફ્લેટ ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો પણ કોઈ પણ છેતરપિંડી ટાળવા માટે તમે જમીનના પ્રોપર્ટી કાર્ડની ખૂબ તપાસ કરો છો
  4. પ્રોપર્ટી કાર્ડ જમીનનો પૂર્વજોનો ઇતિહાસ પણ બતાવે છે જે વિવાદના કિસ્સામાં ઉપયોગી છે
  5. તે જમીન પર ખોટા દાવા શોધવા અને જમીન પચાવી પાડવાના કેસોને ટાળવા માટે મદદ કરે છે

પ્રોપર્ટી કાર્ડમાં નીચેની વિગતો શામેલ છે:

  1. જમીનની માલિકીની વિગતો
  2. પિતૃ જમીનની માલિકીની વિગતો
  3. શહેરનું શીર્ષક સર્વે નંબર (સીટીએસ નંબર)
  4. પ્લોટ નંબર
  5. ચોરસ મીટર ક્ષેત્રફળ
  6. મુશ્કેલીઓ અને પરિવર્તનો રેકોર્ડ (જમીનના રેકોર્ડમાં માલિકીની વિગતો બદલવાની પ્રક્રિયા)

ઓનલાઇન પ્રોપર્ટી કાર્ડ કેવી રીતે મેળવવું?

  • સૌથી પહેલા તમારે ગુગલમાં IORA સર્ચ કરવાનું છે.
  • ત્યારબાદ જે પહેલી વેબસાઈટ છે AnyRoR Gujarat State Portal https://anyror.gujarat.gov.in/
  • એના પર ક્લિક કરો અને આ બાદ તમારી સામે એક નવું પેજ ખુલી જશે.
  • જેવું ક્લિક કરશો એટલે ડેશબોર્ડ જોવા મળશે. અહીં નીચે તમને ડિઝીટલી સિલ્ડ પ્રોપર્ટી કાર્ડ જોવા મળશે.
  • હવે આ ફોર્મમાં અરજદારનું નામ, મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ (જોઈએ તો) દાખલ કરો. ત્યારબાદ લિંગ પસંદ કરો – પુરુષ કે સ્ત્રી.
  • હવે તમારે પસંદ કરવાનું છે કે તમને કઈ પ્રકારનું કાર્ડ જોઈએ છે – Property Card (મૂળ કાર્ડ) કે Unit Property Card (એકમ કાર્ડ).
  • હવે જિલ્લો પસંદ કરો, પછી City Survey Office અને ત્યારબાદ વોર્ડ પસંદ કરો.
  • આ પછી તમારે સર્વે નંબર પસંદ કરવો પડશે.

પેમેન્ટ થયા પછી અરજીની પ્રિન્ટ અથવા રસીદ કાઢી શકો છો. ત્યારબાદ “Print Copy” પર ક્લિક કરતાં તમારું Property Card સામે આવી જશે. તમે એ પ્રિન્ટ કરીને રાખી શકો છો અથવા જ્યાં જરૂર હોય ત્યાં આપી શકો છો.

Jagdish Limbadiya

હું Jagdish Limbadiya, છેલ્લા 5 વર્ષથી Article Writing ( Bloging ) અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ સમાચાર, સરકારી યોજના, ઉપયોગી માહિતી, રસપ્રદ લેખો, વીડિયો અને ઘણું બધું જાણવાનો સાચી અને સચોટ વાસ્તવિક માહિતી આપવાનો છે.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now