હવે તમારે પ્લાસ્ટિકનું ચૂંટણી કાર્ડ ઘરે આવે તેની રાહ જોવાની જરૂર નથી! ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા હવે ઓનલાઇન E-EPIC ડાઉનલોડ કરવાની સુવિધા ખૂબ જ સરળ બનાવી દેવામાં આવી છે. જો તમે નવું ફોર્મ ભર્યું હોય અથવા સુધારો કરાવ્યો હોય, તો તમે માત્ર 2 મિનિટમાં તમારા મોબાઈલ દ્વારા ઓરીજનલ ડિજિટલ ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારી પાસે નીચેનામાંથી કોઈ પણ એક વિગત હોવી જરૂરી છે:
- EPIC Number: તમારો જૂનો અથવા નવો ચૂંટણી કાર્ડ નંબર.
- Reference Number: જો તમે નવું કાર્ડ એપ્લાય કર્યું હોય તો ફોર્મ ભરતી વખતે મળેલો નંબર.
નીચે આપેલ વિડિયો જુઓ. આ વિડિયોમાં સ્ટેપ-બાય-સ્ટેપ સમજાવવામાં આવ્યું છે કે કેવી રીતે તમે તમારા મોબાઈલથી નવું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
નવું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ:
- સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો: સૌ પ્રથમ ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ voters.eci.gov.in પર જાઓ.
- લોગિન (Login) કરો: જો તમારું એકાઉન્ટ હોય તો મોબાઈલ નંબર અને પાસવર્ડથી લોગિન કરો. જો એકાઉન્ટ ન હોય તો ‘Sign Up’ પર ક્લિક કરી નવું એકાઉન્ટ બનાવી લો.
- E-EPIC Download પર ક્લિક કરો: હોમ પેજ પર તમને ‘E-EPIC Download’ નો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો.
- વિગતો દાખલ કરો: તમારો EPIC Number અથવા Reference Number નાખો. ત્યારબાદ તમારું રાજ્ય (Gujarat) પસંદ કરો અને ‘Search’ પર ક્લિક કરો.
- OTP વેરિફિકેશન: તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે. તે દાખલ કરી વેરિફિકેશન પૂર્ણ કરો.
- ડાઉનલોડ (Download): OTP સબમિટ કર્યા પછી, તમને ‘Download e-EPIC’ નું બટન જોવા મળશે. તેના પર ક્લિક કરતા જ તમારું ઓરીજનલ ડિજિટલ ચૂંટણી કાર્ડ PDF ફોર્મેટમાં ડાઉનલોડ થઈ જશે.
નોંધ: જો તમારા ચૂંટણી કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક નહીં હોય, તો તમારે પહેલા Form-8 ભરીને મોબાઈલ નંબર અપડેટ કરવો પડશે, ત્યારબાદ જ તમે કાર્ડ ડાઉનલોડ કરી શકશો.





