સંત સુરદાસ યોજના એ ગુજરાત સરકાર દ્વારા શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિઓને આર્થિક મદદ પૂરી પાડવા માટે શરૂ કરાયેલી એક મહત્વની પહેલ છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગજનોને આર્થિક રીતે સક્ષમ બનાવીને સમાજમાં સન્માનભેર જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
ગુજરાત સરકાર હંમેશાં દિવ્યાંગ લોકોના હિત માટે નવી યોજનાઓ લાવતી રહે છે. તેવી જ એક મહત્વપૂર્ણ યોજના છે “સંત સુરદાસ યોજના”, જેનો હેતુ દિવ્યાંગ ભાઈ-બહેનોને આર્થિક મદદ પૂરી પાડી તેમને સ્વાવલંબન તરફ આગળ વધારવાનો છે. આ યોજના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર દ્વારા અમલમાં છે.
યોજનાના મુખ્ય ઉદ્દેશ્યો
- આર્થિક સહાય: દિવ્યાંગ વ્યક્તિઓને માસિક પેન્શન આપીને તેમની આર્થિક જરૂરિયાતો પૂરી કરવી.
- જીવનધોરણ સુધારવું: નાણાકીય સહાય દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓના જીવનધોરણમાં સુધારો લાવવો.
- સમાવેશકતા: દિવ્યાંગજનોને સમાજમાં સક્રિય અને સન્માનિત સભ્યો તરીકે સામેલ કરવા.
- સ્વાવલંબન: આર્થિક સહાયથી તેમને કોઈના પર નિર્ભર રહેવું ન પડે તેવો માહોલ બનાવવો.
યોજના માટેની પાત્રતાના માપદંડ
આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબની શરતો પૂરી કરવી જરૂરી છે:
- રહેવાસી: અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી નિવાસી હોવો જોઈએ.
- વિકલાંગતા: અરજદારની વિકલાંગતા 60% કે તેથી વધુ હોવી જોઈએ. આ માટે સરકારી ડોક્ટરનું પ્રમાણપત્ર ફરજિયાત છે.
- આવક મર્યાદા: ગ્રામીણ વિસ્તારો માટે વાર્ષિક આવક રૂ. 1,20,000 થી વધુ ન હોવી જોઈએ અને શહેરી વિસ્તારો માટે વાર્ષિક આવક રૂ. 1,50,000 થી વધુ ન હોવી જોઈએ.
- વય મર્યાદા: અરજદારની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
જરૂરી દસ્તાવેજો
અરજી કરતી વખતે નીચેના દસ્તાવેજો તૈયાર રાખવા:
- રહેઠાણ નો પુરાવો (રેશન કાર્ડ/વીજળી બીલ/ડ્રાઇવિંગ લાઈસન્સ/આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક)
- ઉમર નો પુરાવો (શાળા છોડ્યા નું પ્રમાણપત્ર/જન્મનો દાખલો(તલાટી/નગર પંચાયત રેકર્ડ ઉપરનો) પૈકી કોઈ પણ એક)
- દિવ્યાંગ ઓળખ કાર્ડ / સીવીલ સર્જનશ્રીનું દિવયાંગતાનું પ્રમાણપત્ર પૈકી કોઈ પણ એક
- બી.પી.એલ. સ્કોર અંગે નો દાખલો/ સુવર્ણ જયંતિ કાર્ડ પૈકી કોઈ પણ એક(જો હોય તો)
- બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક પૈકી કોઈ પણ એક
- આધાર કાર્ડની નકલ
- દિવ્યાંગ ઓળખકાર્ડ( એસ.ટી બસપાસ)
| ક્રમ નં | દિવ્યાંગતા | મળવાપાત્ર યોજનાનો લાભ |
|---|---|---|
| ૧ | અંધત્વ | ૬૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
| ૨ | આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય | ૬૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
| ૩ | સાંભળવાની ક્ષતિ | ૬૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
| ૪ | ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થીતિ | ૬૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
| ૫ | સામાન્ય ઇજા જીવલેણ રકતસ્ત્રાવ | ૬૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
| ૬ | ઓછી દ્રષ્ટી | ૬૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
| ૭ | ધ્રુજારી સ્નાયુબધ્ધ કઠોરાતા | ૬૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
| ૮ | બૌધ્ધિક અસમર્થતા | ૬૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
| ૯ | હિમોગ્લોબિનની ઘટેલી માત્રા | ૬૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
| ૧૦ | રકતપિત-સાજા થયેલા | ૬૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
| ૧૧ | દીર્ધ કાલીન અનેમિયા | ૬૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
| ૧૨ | એસીડના હુમલાનો ભોગ બનેલા | ૬૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
| ૧3 | હલન ચલન સથેની અશકતતા | ૬૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
| ૧૪ | સેરેબલપાલ્સી | ૬૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
| ૧૫ | વામનતા | ૬૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
| ૧૬ | માનસિક બિમાર | ૬૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
| ૧૭ | બહુવિધ સ્કલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિક્રુતિ | ૬૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
| ૧૮ | ખાસ અભ્યાસ સંબંધિત દિવ્યાંગતા | ૬૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
| ૧૯ | વાણી અને ભાષાની અશકતતા | ૬૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
| ૨૦ | ચેતાતંત્ર-ન્યુરોનીવિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ | ૬૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
| ૨૧ | બહેરા અંધ્ત્વ સહિત અનેક અપંગતા | ૬૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
લાભ શું મળે ?
- આ યોજના હેઠળ લાભાર્થીને માસિક રૂ. ૧૦૦૦/- સહાય મળવા પાત્ર છે.
- અરજદારને સહાય પોસ્ટ /બેંક ખાતા ડી.બી .ટી. મારફત ચૂકવવામાં આવે છે.
આ યોજનાના અરજી પત્રક:
- આ યોજના હેઠળ esamajkalyan.gujarat.gov.inપોર્ટલ પર ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવે છે તેમજ આ યોજનનો લાભ ડીજીટલ ગુજરાત પોર્ટલ ઉપરથી ડીજીટલ સેવા સેતુ અંતર્ગત ઇ-ગ્રામ કેન્દ્રો ” મારફતે માત્ર એક જ દિવસમાં અપાય તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
- ઓનલાઇન અરજીઓની ચકાસણી કરી મંજુર કરવાની સત્તા સંબંધિત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ બ્લોગને વધુ લોકોને શેર કરો, જેથી પાત્ર લોકોને સરકારની સહાયનો લાભ મળી શકે.









