કોચિંગ સહાય યોજના 2025-26: હવે સ્પર્ધાત્મક પરીક્ષા માટે મળશે સરકારથી સહાય!

September 12, 2025 11:57 AM
Share on Media

Coaching Sahay Yojana Gujarat: ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે નવી જાહેરાત કરવામાં આવી છે. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે કોચિંગ સહાય યોજના અંતર્ગત ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ યોજના ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે છે જેઓ All India લેવલની સ્પર્ધાત્મક પરીક્ષાઓ અથવા વિદેશ જવા માટે જરૂરી IELTS, TOEFL, GRE જેવી પરીક્ષાઓની તૈયારી કરવા માંગે છે.

યોજનાના મુખ્ય લાભો

  • IIM, CEPT, NIFT, NLU જેવી પ્રતિષ્ઠિત સંસ્થાની પ્રવેશ પરીક્ષાની તૈયારી માટે સહાય મળશે.
  • IELTS, TOEFL અને GRE જેવી આંતરરાષ્ટ્રીય પરીક્ષાની તૈયારી માટે પણ સહાય ઉપલબ્ધ રહેશે.
  • આ યોજના દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર કોચિંગ મળવાની તક મળશે.

જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ

  • રહેઠાણ પ્રમાણપત્ર

  • આવક પ્રમાણપત્ર

  • શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો

  • કોચિંગ સેન્ટરનું રજીસ્ટ્રેશન પત્ર

અરજીની તારીખો

  • અરજી શરૂ થવાની તારીખ: 04/09/2025
  • છેલ્લી તારીખ: 04/10/2025
  • જરૂરી દસ્તાવેજો જિલ્લા કચેરીએ જમા કરવાની છેલ્લી તારીખ: 31/10/2025

ઓનલાઈન અરજી કેવી રીતે કરશો?

  • સૌપ્રથમ https://esamajkalyan.gujarat.gov.in વેબસાઇટ ખોલો.
  • “કોચિંગ સહાય યોજના” વિભાગમાં જઈને અરજી ફોર્મ ભરો.
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • અરજી કર્યા બાદ, તમારા જિલ્લાના સામાજિક ન્યાય કચેરીમાં દસ્તાવેજો જમા કરાવવાના રહેશે.

વિદ્યાર્થીઓ માટે આ યોજના એક સુવર્ણ તક છે. જો તમે સ્પર્ધાત્મક પરીક્ષા કે વિદેશ માટેની તૈયારી કરવાનું સપનું જોતા હો, તો તરત જ ઓનલાઈન અરજી કરો.

Jagdish Limbadiya

હું Jagdish Limbadiya, છેલ્લા 5 વર્ષથી Article Writing ( Bloging ) અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ સમાચાર, સરકારી યોજના, ઉપયોગી માહિતી, રસપ્રદ લેખો, વીડિયો અને ઘણું બધું જાણવાનો સાચી અને સચોટ વાસ્તવિક માહિતી આપવાનો છે.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now