મોબાઈલ પર PF એકાઉન્ટના પળેપળના સમાચાર! | તમામ જાણકારીઓ તમારા મોબાઈલ સ્ક્રિન પર

June 14, 2025 2:18 PM
Share on Media

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) તેના પ્લેટફોર્મને આધુનિક બનાવવા જઈ રહ્યું છે. EPFO ​​એ તેનું નવું પ્લેટફોર્મ EPFO ​​3.0 લોન્ચ કરવાની તૈયારી પૂર્ણ કરી લીધી છે. EPFO ​​3.0 નામનું એક નવું ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે, જે જૂન 2025 થી સક્રિય થઈ શકે છે. આ પ્લેટફોર્મ દ્વારા, PF સભ્યો દ્વારા તેમના ભવિષ્ય નિધિ ખાતામાંથી પૈસા ઉપાડવાની પ્રક્રિયા ખૂબ જ સરળ અને ઝડપી બનાવવામાં આવશે.

ટેક્નોલોજીના આ યુગમાં હવે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) સાથે જોડાયેલ મોટાભાગના કાર્યો ઓનલાઇન થઈ શકે છે. EPFOમાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર હોવો ખુબજ જરૂરી છે, કારણ કે પાસવર્ડ રીસેટ, બેલેન્સ ચેક, ક્લેમની સ્થિતિ અને અન્ય સેવાઓ માટે OTP રજિસ્ટર્ડ નંબર પર જ મોકલવામાં આવે છે. જો તમારો મોબાઇલ નંબર અપડેટ નથી કે તમે નવો નંબર લીધો છે, તો તમે થોડા સરળ પગલાંમાં તેને ઘરે બેઠા અપડેટ કરી શકો છો.

📱 તમારા મોબાઈલ પર  PF એકાઉન્ટના પળેપળના સમાચાર!
હવે Provident Fund (PF)ની તમામ જાણકારીઓ તમારા મોબાઈલ સ્ક્રિન પર!


✅ બેલેન્સ ચેક કરો
✅ કોન્ટ્રિબ્યુશન જાણો
✅ વિડ્રૉ સ્ટેટસ જુઓ
👉 ડાઉનલોડ કરો EPFO એપ કે મુલાકાત લો: www.epfindia.gov.in

ઓફલાઇન પણ અપડેટ કરાવી શકાય છે મોબાઇલ નંબર

  • જે લોકો ઓનલાઇન પ્રક્રિયામાં સહજ નથી, તેઓ આ કામ ઓફલાઇન પણ કરી શકે છે.
  • તેના માટે સભ્યએ એક ફોર્મ ભરી તેમાં નવો મોબાઇલ નંબર દાખલ કરવો પડે છે.
  • આ નવીન નંબર આધાર કાર્ડ સાથે લિંક હોય તે સુનિશ્ચિત કરવું જરૂરી છે.
  • આ ફોર્મને પર પોતાની સહી કરીને પ્રાદેશિક PF કચેરીમાં જમા કરાવવું પડે છે. પ્રક્રિયા પૂર્ણ થયા પછી EPFO તરફથી એક પુષ્ટિ સંદેશ મોકલવામાં આવે છે.

EPFOનાં અન્ય મોબાઇલ આધારિત લાભ

  • ઉમંગ એપ: EPFOની અનેક સેવાઓ જેવી કે પેન્શન સ્ટેટસ, ક્લેમ ટ્રેકિંગ, પેપર્સ વિના ક્લેમ, વગેરે મોબાઇલથી જ મેળવી શકાય છે.
  • મિસ્ડ કોલ સેવા: રજિસ્ટર્ડ મોબાઇલથી 9966044425 પર મિસ્ડ કોલ આપવાથી PF બેલેન્સની માહિતી મળી શકે છે.
  • SMS સેવા: 7738299899 પર EPFOHO <UAN> લખીને મોકલશો તો બેલેન્સની માહિતી મળશે.
  • તમારા UAN સાથે આધાર, પાન અને બેંક ડિટેઇલ્સ લીંક કરેલી હોવી ફરજિયાત છે.
  • EPFO પોર્ટલ અથવા ઉમંગ એપથી મોબાઇલ નંબર બદલી શકાય છે, પણ તે આધારકાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે.
  • ક્લેમ કરતી વખતે નવો નંબર રજિસ્ટર ન હોય તો પ્રક્રિયા અટકી શકે છે.

Jagdish Limbadiya

હું Jagdish Limbadiya, છેલ્લા 5 વર્ષથી Article Writing ( Bloging ) અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ સમાચાર, સરકારી યોજના, ઉપયોગી માહિતી, રસપ્રદ લેખો, વીડિયો અને ઘણું બધું જાણવાનો સાચી અને સચોટ વાસ્તવિક માહિતી આપવાનો છે.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now