ઘેરબેઠાં એક મિનિટ ચેક કરો ઇ-ચલણ | તમારી કાર કે બાઈક પર કેટલા મેમો ફાટ્યા | ઓનલાઈન ચેક કરો

May 10, 2025 2:27 AM
Share on Media

તમારી કાર કે બાઈક પર કેટલા મેમો ફાટ્યા | ઓનલાઈન ચેક કરો ચલણની વિગતો

વાહન ચલાવતી વખતે લોકો તેમની ઝડપ પર ધ્યાન નથી આપતા અને બીજા ઘણા કિસ્સાઓમાં વાહનનું ઇ-ચલણ કપાઈ જતું હોય છે. તમે પણ અમુક સમયે ટ્રાફિક નિયમો તોડ્યા હશે અને ભલે જાણીજોઈને એ નિયમો ન તોડયા હોય પરંતુ ઘણી વખત આપણે અજાણતા ટ્રાફિકના નિયમો તોડીએ છીએ. આવી સ્થિતિમાં, તમે ઘરે બેઠા તમારા સ્માર્ટફોનથી ચલણની વિગતો ચેક કરી શકો છો.

એક સમય હતો જ્યારે જો કોઈ વાહન ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતું હતું, તો પોલીસ સાયરન વગાડીને તેને રોકતી હતી અને ચલણ આપતી હતી. પણ હવે સમય બદલાઈ ગયો છે. ટેકનોલોજીએ ટ્રાફિક પોલીસને પણ હાઇટેક બનાવી દીધી છે. હવે વાહન રોકવાની કે ચલણ સ્લિપ આપવાની જરૂર નથી. જો તમે રેડ સિગ્નલ ક્રોસ કર્યું હશે, હેલ્મેટ નહિ પહેર્યું હોય અથવા ઓવરસ્પીડિંગ કરી હશે, તો કેમેરામાં ફોટો પડી જશે અને થોડીવારમાં તમને તમારા મોબાઇલ પર ઇ-ચલણ અથવા મેમોનો મેસેજ આવી જશે.

જોકે, ઘણી વખત આપણને ખબર નથી હોતી કે આપણા વાહન પર ચલણ જારી કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, તમારા વાહન પર કોઈ ચલણ છે કે નહીં તે જોવા માટે તમે સમય-સમય પર ઓનલાઈન તપાસ કરતા રહેવું મહત્વપૂર્ણ છે.

તો ચાલો આજે કામના સમાચારમાં ઘરે બેઠા ઈ-ચલણ કેવી રીતે ચેક કરવું તે વિશે વાત કરીએ. તમે એ પણ જાણશો કે-

  • ચલણ દંડ ઓનલાઈન કેવી રીતે ભરવો?

ઈ-ચલણ ઓનલાઈન ચેક કરો

  • સૌપ્રથમ “echallan.parivahan.gov.in” વેબસાઈટ ખોલો
  • તેમાં તમારે “ચેક ચલણ સ્ટેટસ” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારા કમ્પ્યુટર અને મોબાઈલ પર એક નવું પેજ ખુલશે.
  • અહીં તમને ત્રણ વિકલ્પો ચલણ નંબર, વાહન નંબર અને DL નંબર દેખાશે. તમે આમાંથી વાહન નંબર વિકલ્પ પર ક્લિક કરો.
  • ત્યાં વાહન નંબર એન્ટર કરવો પડશે. આ પછી, તમારે વાહનના ચેસિસ નંબર અથવા એન્જિન નંબર સાથે કેપ્ચા કોડ દાખલ કરવો પડશે અને ગેટ ડિટેલ પર ક્લિક કરવું પડશે.
  • હવે પછીના પેજ પર તમને ખબર પડશે કે વાહન પર કોઈ ચલણ છે કે નહીં. આ સાથે, તમે તમારા DL (ડ્રાઇવિંગ લાયસન્સ) અથવા ચલણ નંબર દાખલ કરીને પણ ચલણ ચેક કરી શકો છો.

એટલું જ નહીં તમે આ ચલણ ઓનલાઈન પણ ભરી શકાશે. જો ઈ-ચલણ લાંબા સમય સુધી પેન્ડિંગ રહે છે તો તે તમારા માટે વધુ મુશ્કેલી ઊભી કરી શકે છે. આવી સ્થિતિમાં, અમે તમને ઇ-ચલણ કેવી રીતે ભરવું તે વિશે પણ જણાવશું.

ઈ-ચલણ ચેક કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

  • ઈ-ચલણ ઓનલાઈન ભરવા માટે તમારે echallan.parivahan.gov.in વેબસાઈટ પર જવું પડશે.
  • અહીં તમને Pay Online નો વિકલ્પ મળશે, તેના પર ક્લિક કરો.
  • હવે ચલણની વિગતો સંબંધિત એક ફોર્મ ખુલશે. આ ફોર્મમાં તમને ચલણ નંબર, વાહન નંબર અને DL નંબરના વિકલ્પો મળશે.
  • તમે તમારી અનુકૂળતા મુજબ કોઈપણ એક પસંદ કરી શકો છો.
  • એ બાદ તમે ક્રેડિટ કાર્ડ/ડેબિટ કાર્ડ/નેટ બેંકિંગ/UPI દ્વારા ઓનલાઈન ઈ-પેમેન્ટ કરી શકો છો.

Jagdish Limbadiya

હું Jagdish Limbadiya, છેલ્લા 5 વર્ષથી Article Writing ( Bloging ) અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ સમાચાર, સરકારી યોજના, ઉપયોગી માહિતી, રસપ્રદ લેખો, વીડિયો અને ઘણું બધું જાણવાનો સાચી અને સચોટ વાસ્તવિક માહિતી આપવાનો છે.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now