વોટર કાર્ડના EPIC નંબરને આધાર કાર્ડ સાથે કરવામાં આવશે લિંક | EC અને ગૃહ વિભાગની બેઠકમાં નિર્ણય

March 18, 2025 5:18 PM
Share on Media

આધાર કાર્ડથી લિંક થશે વોટર આઈડી, ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલયની બેઠકમાં મોટો નિર્ણય

ભારત સરકાર દ્વારા મતદાર ઓળખપત્ર (વોટર આઈડી) અને આધાર કાર્ડને લિંક કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ પગલું મતદાર યાદીમાં ડુપ્લિકેટ અને બોગસ મતદારોને દૂર કરીને ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને વિશ્વસનીયતા વધારવા માટે લેવામાં આવ્યું છે. Voter ID card EPIC number: આગામી મહિનાઓમાં, મતદાર ઓળખ કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની ઝુંબેશ વધુ તીવ્ર બનાવવામાં આવશે. ચૂંટણી પંચ કલમ 326, RP એક્ટ, 1950 અને સુપ્રીમ કોર્ટના નિર્ણયો અનુસાર બંધારણીય દાયરામાં EPIC ને આધાર નંબર સાથે લિંક કરવા માટે યોગ્ય કાર્યવાહી કરશે.

ચૂંટણીપંચે કહ્યું હતું કે બંધારણના અનુચ્છેદ 326 મુજબ, મતદાનનો અધિકાર ફક્ત ભારતના નાગરિકને જ આપી શકાય છે, પરંતુ આધાર ફક્ત વ્યક્તિની ઓળખ છે, તેથી એવો નિર્ણય લેવામાં આવ્યો કે મતદાર ફોટો આઈડી કાર્ડને આધાર સાથે લિંક કરવા માટે તમામ કાયદાઓનું પાલન કરવામાં આવશે.

કેન્દ્ર સરકાર મતદાર ID અને આધાર કાર્ડને લિંક કરવાની તૈયારી કરી રહી છે. આ અંગે મંગળવારે ચૂંટણીપંચ અને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)ના અધિકારીઓની બેઠક યોજાઈ હતી. આ માટે ટૂંક સમયમાં નિષ્ણાતોનો અભિપ્રાય લેવામાં આવશે.

કમિશનનું કહેવું છે કે મતદાર કાર્ડને આધાર સાથે લિંક કરવાનું કામ હાલના કાયદા અને સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર કરવામાં આવશે. અગાઉ 2015માં પણ આવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ સંદર્ભમાં, UIDAI અને ECI ના નિષ્ણાતો વચ્ચે ટેકનિકલ પરામર્શ ટૂંક સમયમાં શરૂ થશે. ચૂંટણી કમિશને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી કમિશનર ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશી સાથે આજે કેન્દ્રીય ગૃહ સચિવ, કાયદા મંત્રાલયના સચિવ, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ, UIDAIના CEO અને ચૂંટણી પંચના ટેકનિકલ નિષ્ણાતો સાથે તેના મુખ્ય મથક નિર્વાચન સદન ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.

લિંકિંગ પ્રક્રિયા શું છે?

આ કાયદો મતદારયાદીઓને આધાર ડેટાબેઝ સાથે સ્વૈચ્છિક રીતે જોડવાની મંજૂરી આપે છે. સરકારે સંસદમાં જણાવ્યું છે કે આધાર-મતદાર કાર્ડને લિંક કરવાની પ્રક્રિયા પહેલાંથી જ ચાલી રહી છે. પ્રસ્તાવિત લિંકિંગ માટે કોઈ લક્ષ્ય કે સમયરેખા નક્કી કરવામાં આવી ન હતી. સરકારે એમ પણ કહ્યું છે કે જે લોકો પોતાના આધાર કાર્ડને મતદારયાદી સાથે લિંક નહીં કરે તેમના નામ મતદારયાદીમાંથી કાઢી નાખવામાં આવશે નહીં.

Source: ANI

Universal Gujarat ચેનલ ફોલો કરો Universal Gujarat ચેનલ ફોલો કરો

 

Jagdish Limbadiya

હું Jagdish Limbadiya, છેલ્લા 5 વર્ષથી Article Writing ( Bloging ) અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ સમાચાર, સરકારી યોજના, ઉપયોગી માહિતી, રસપ્રદ લેખો, વીડિયો અને ઘણું બધું જાણવાનો સાચી અને સચોટ વાસ્તવિક માહિતી આપવાનો છે.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now