PAN 2.0 | તમે તમારા ઈમેલ પર મંગાવી શકો છો PAN 2.0 | નવા પાન કાર્ડની જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

December 31, 2024 1:51 PM
Share on Media

હાલમાં ભારત સરકારે PAN 2.0 પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ અંતર્ગત પાન કાર્ડને અપગ્રેડ કરવામાં આવશે. PAN 2.0 ખૂબ જ સુરક્ષિત હશે અને તેને સરળતાથી એક્સેસ કરી શકાશે. તમે તેનો ડીજીટલ ઉપયોગ પણ કરી શકો છો. ભારતમાં રહેતા લોકો માટે કેટલાક દસ્તાવેજો હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. દેશમાં કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ હેતુઓ માટે પાન કાર્ડનો ઉપયોગ થાય છે. આના વિના તમારા ઘણા કામ અટકી શકે છે. બેંકિંગ અને ઈન્કમ ટેક્સ રિટર્ન સંબંધિત કોઈપણ કામ પાન કાર્ડ વગર થઈ શકતું નથી.

ઈમેલ પર PAN 2.0 કેવી રીતે મેળવશો?

નવા પાન કાર્ડની જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

  • ભારત સરકારે “PAN 2.0” જારી કરવાનું શરૂ કર્યું નથી. પરંતુ તમે તેને તમારા ઈમેલ પર મેળવી શકો છો. આ માટે તમારે NSDLની સત્તાવાર વેબસાઇટ  પર જવું પડશે. “Official Website”
Pan 2.0 UniversalGujarat
  • તમારે “Download ePAN/ePAN XML” વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • તમારી સામે એક નવું પેજ ખુલશે. આ પછી તમારે પાન કાર્ડ નંબર, આધાર નંબર અને તમારી જન્મતારીખ દાખલ કરવી પડશે.
  • ત્યારબાદ તમારે ચેક બોક્સ પર ટિક કરીને સબમિટ પર ક્લિક કરવાનું રહેશે.
  • આ પછી તમને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP આવશે, તે દાખલ કર્યા પછી તમારે પેમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે.
  • ચુકવણી કર્યા પછી તમારું ઈ-પાન તમારા ઈમેલ આઈડી પર મોકલવામાં આવશે.
નોંધ: આ માટે તમારું ઈમેલ આઈડી ઈન્કમ ટેક્સ ડેટાબેઝમાં રજીસ્ટર કરાવવું જરૂરી છે. જો નહિં, તો તમે નોંધણી કરાવી શકો છો.

ફરિયાદ નોંધાવી શકો

તમારા ઈમેલ આઈડી સુધી પહોંચવામાં ઈ-પાન માટે 30 મિનિટ જેટલો સમય લાગી શકે છે. જો તમને આ સમયગાળાની અંદર પણ ઈ-પાન કાર્ડ ન મળ્યું હોય તો પછી તમે “tininfo@proteantech.in” પર ઈમેલ મોકલીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો અથવા હેલ્પલાઈન નંબર “02-027218080/81” પર કૉલ કરીને પણ તમે તમારા મંતવ્યો વ્યક્ત કરી શકો છો. અને તમે ફરિયાદ નોંધાવી શકો છો.

Jagdish Limbadiya

હું Jagdish Limbadiya, છેલ્લા 5 વર્ષથી Article Writing ( Bloging ) અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ સમાચાર, સરકારી યોજના, ઉપયોગી માહિતી, રસપ્રદ લેખો, વીડિયો અને ઘણું બધું જાણવાનો સાચી અને સચોટ વાસ્તવિક માહિતી આપવાનો છે.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now