‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ યોજનાથી 1.20 લાખથી વધુ વિદ્યાર્થીઓને થયો ફાયદો, 12 કરોડ કરતા વધુની ચૂકવાઇ સહાય
ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં કુલ ૨૫૦ કરોડ રૂપિયાની જોગવાઇ ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ માટે કરવામાં આવી છે
– Gujarat-‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ના માધ્યમથી રાજ્યના બાળકો તકનીકી શિક્ષણમાં રહેશે અગ્રેસર
– આ યોજના અંતર્ગત અત્યારસુધીમાં રાજ્યના ૧.૨૦ લાખ કરતા વધુ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાર્થીઓને રૂ.૧૨ કરોડ કરતા વધુની સહાય ચૂકવાઈ
– સુરત જિલ્લામાં સૌથી વધુ ૧૬ હજાર વિદ્યાર્થીઓએ લાભ લીધો
– ‘સૌ ભણે ગણે અને આગળ વધે’ તેવા ઉમદા હેતુથી તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી અને ગુણોત્સવ જેવા કાર્યક્રમો આજે દેશભરમાં પ્રેરક અનુકરણીય બની રહ્યા છે.
‘સૌ ભણે ગણે અને આગળ વધે’ તેવા ઉમદા હેતુથી તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી અને ગુણોત્સવ જેવા કાર્યક્રમો આજે દેશભરમાં પ્રેરક અનુકરણીય બની રહ્યા છે. જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તેમજ શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયાના માર્ગદર્શનમાં અનેક નવી યોજનાઓ દ્વારા શિક્ષણનો વ્યાપ સતત વધી રહ્યો છે. આવી એક શિક્ષણલક્ષી યોજના છે ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’. આ વર્ષે જ પ્રથમવાર અમલમાં આવેલી આ યોજના અંતર્ગત ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં રાજ્યના ઉચ્ચતર માધ્યમિકના ૧.૨૦ લાખથી વધુ વિદ્યાર્થીઓને ૧૨ કરોડ રૂપિયા કરતા વધુની સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે તેવું શિક્ષણ વિભાગે જણાવ્યું હતું.
Namo Saraswati Vigyan Sadhana Yojana
આ યોજનાનો હેતુ એ છે કે, ઉચ્ચતર શિક્ષણ માટે વિદ્યાર્થિઓ લાભ મળી શકે. તેથી “નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના” દ્વારા વિધાર્થીઓનાં સારા અભ્યાસ માટે 25,000 ની સહાય કરવામાં આવશે. જેમા વિજ્ઞાન ક્ષેત્રે ભણતા વિધાર્થિઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે વિધાર્થિઓ વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધે અને સફળતા મેળવે.
યોજનાનું નામ | નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના |
આર્ટીકલની ભાષા | ગુજરાતી |
યોજનાનો મુખ્ય હેતુ | વિજ્ઞાનપ્રવાહમાં ભણતા વિદ્યાર્થિઓને સહાય આપવામાં આવશે. |
લાભ લેવા માટેની પાત્રતા | લાભાર્થીએ ધોરણ-10 માં 50% કે તેથી વધુ ગુણ મેળવવાનાં રહેશે. |
લાભાર્થીને મળતી કુલ સહાય | ધોરણ 11 અને ધોરણ 12 માં ભણતા વિદ્યાર્થીનીઓને 25,000 ની સહાય આપવામાં આવશે. |
અરજીની પ્રક્રિયા | વિદ્યાર્થિઓને અરજીની પ્રક્રિયા શાળામાંથી કરવામાં આવશે. |
ઓફિશિયલ વેબસાઈટ | https://gujaratindia.gov.in/state-profile/govt-department.htm |
નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજનાનો મુખ્ય હેતુ । Namo Saraswati Vigyan Sadhana Yojana Main Purpose
આ યોજનાનો મુખ્ય હેતુ વધુમાં વધુ વિદ્યાર્થિઓને અભ્યાસમાં વિજ્ઞાનપ્રવાહ પસંદ કરે અને તેમાં આગળ વધે એ છે. “નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના” નાં હેતુ મુજબ વિદ્યાર્થિઓને વિજ્ઞાનમાં રસ ધરાવે. આથી આ યોજનામાં વિધાર્થીઓને લાભ આપવામાં આવે છે.
નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજનાની પાત્રતા । Namo Saraswati Vigyan Sadhana Yojana Eligibility
- “નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના” માં લાભ લેવા માટે લાભાર્થીએ સૌ પ્રથમ ધોરણ-10 માં 50% કે તેથી વધુ ગુણ મેળવવાનાં રહેશે.
- ત્યારબાદ લાભાર્થીઓએ ધોરણ-11 અને ધોરણ-12 માં વિજ્ઞાનપ્રવાહ પસંદ કરવાનું રહેશે.
- લાભાર્થીનાં કુટુંબની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઇએ.
- આ પ્રમાણેની પાત્રતા ધરાવતાં તમામ વિદ્યાર્થિઓને આ યોજનાનો લાભ લઇ શકે છે.
લાભાર્થીઓને મળવાપાત્ર સહાય
- આ યોજનામાં લાભ લેતાં લાભાર્થીઓને ધોરણ-11 અને ધોરણ-12 માં કુલ 25,000 ની સહાય આપવામાં આવશે.
- આ યોજના અંતર્ગત વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થિઓને ધોરણ-11 માં 10,000 અને ધોરણ-12 માં 15,000 એમ કુલ 25,000 ની સહાય આપવામાં આવશે.
- આમ, લાભાર્થીઓને ધોરણ-11 અને ધોરણ-12 માં કુલ 20,000 ચૂકવવામાં આવશે. તેમ જ બાકીનાં 5,000 બોર્ડની પરીક્ષા આપ્યા પછી આપવામાં આવશે.
નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા । Namo Saraswati Vigyan Sadhana Yojana Apply Process
- આ યોજના માટેની પ્રક્રિયા શાળાના નિયામકો દ્વારા કરવાની રહેશે.
- આ યોજના માટે શાળામાં એક “નમો સરસ્વતી” નામનું Portal બનાવવામાં આવશે.
- લાભાર્થીને મળતી સહાયની રકમ વિધાર્થીનાં વાલીનાં બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
- ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થિઓની નોંધણીની તપાસ કરવામાં આવશે. ત્યારબાદ, યોગ્યતા ધરાવતા વિધાર્થિઓનિ યાદી “નમો સરસ્વતી” Portal પર અપલોડ કરી દેવામાં આવશે.
- લાભાર્થીની નિયમિત હાજરીની જવાબદારી જે તે શાળાની રહેશે.
- જેની તપાસ શાળાને જણાવ્યા વગર કરવામાં આવશે. જેમાં લાભાર્થીની હાજરી 80% નહિં થાય, તેની સહાય બંધ કરી દેવામાં આવશે.
- રિપીટર વિદ્યાર્થિઓને આ સહાયનો લાભ અભ્યાસ ચાલુ હોય ત્યાં સુધી જ રહેશે.
- જો વિધાર્થી બીજી કોઇ સ્કોલરશિપનો લાભ મેળવતો હોય, તેને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
FAQ. વારંવાર પૂછાતા પ્રશ્નો
1. નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના” શું છે?
જવાબ. આ યોજના દ્વારા વિજ્ઞાનપ્રવાહનાં વિદ્યાર્થિઓને સહાય આપવામાં આવે છે.
2. આ યોજનાનો મુખ્ય હેતુ શું રાખવામાં આવ્યો છે?
જવાબ. આ યોજનાનો હેતુ એ છે કે વિજ્ઞાનપ્રવાહમાં ભણતા વિદ્યાર્થિઓને સહાય આપવામાં આવશે.
3. આ યોજનાનો લાભ લેવા માટે શું પાત્રતા હોવી જોઇએ?
જવાબ. આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ ધોરણ-10 માં 50% કે તેથી વધુ ગુણ મેળવવાનાં રહેશે.
4. આ યોજનામાં લાભાર્થીઓને કેટલી સહાય આપવામાં આવે છે?
જવાબ. આ યોજનામાં વિદ્યાર્થિઓને 25,000 ની સહાય આપવામાં આવશે.